Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે સરળતાથી ક્લીન કરો તમારા મોબાઈલના બધા જ પોર્ટ, આ છે રીત
આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં સ્માર્ટફોન કે પછી અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ વગરનું જીવન વિચારી પણ નથઈ શક્તા. અને આપણે જેટલા પણ ડિવાઈસ યુઝ કરીએ છીએ એ બધા જ ધૂળ, પવનના સંપર્કમાં આવે છે. જેને કારણે તેમાં કચરો જાય છે. દેખાવમાં નાના અને બંધ ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં પણ કચરો ઘૂસી જાય છે. સમયાંતરે ડિવાઈસના જુદા જુદા પાર્ટ સ્વચ્છ કરવા જરૂરી છે.
સારી વાત એ છે કે જો તમે નિયમિત રીતે સમયાંતરે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને તેના પાર્ટ્સ ખાસ કરીને જુદા જુદા પોર્ટ્સને સ્વચ્છ કરી શકો છો અને તમારા ડિવાઈસની લાઈફ વધારી શકો છો. પરંતુ આવા પોર્ટ્સ સાફ કરતા સમયે ડિવાઈસને નુક્સાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ચાલો, તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા બેઠા કેવી રીતે સરળતાથી તમારા ડિવાઈસના પોર્ટ સાફ કરી શકો છો. જો કે તેના માટે નીચે આપેલા ટૂલ પહેલા સાથે રાખવા જરૂરી છે.
- ટૂથપિક
- કોટન બોલ કે પછી સ્વેબ
- રબિંગ આલ્કોહોલ
- કમપ્રેસ્ડ એર કેન
જો તમે આટલી વસ્તુઓ ભેગી કરી લીધી છે, તો હવે તમારા ડિવાઈસને ક્લીન કરવા માટે તૈયાર થઈ જાવ. એના માટે નીચે આપેલા સ્ટેપ્સ ધ્યાનથઈ ફોલો કરો.
- સૌથી પહેલા તો તમારા ડિવાઈસને બંધ કરો અને જો તે પાવર સાથે કનેક્ટેડ હોય તો અનપ્લગ પણ કરો.
- બાદમાં કોટનનો એક નાનકડો ટુકડો લો અને તેને ટૂથપિક પર વીંટાળી દો. અથવા તો સીધા જ કોટન સ્વેબનો ઉપયોગ કરો.
- ચાર્જિંગ પોર્ટ કે હેડફોન જેક જેવા પોર્ટમાંથી ધૂળ ખાઢવા માટે કમ્પ્રેસ્ડ એર પંપનો ઉપયોગ કરો અને જુદા જુદા એન્ગલ પરથી તેને એર પ્રેશર કરો.
- પોર્ટ પર કમ્પ્રેશ્ડ એરથી 3-4 વખત આ રીતે હવા પોર્ટમાં ફેંકો.
- જો તમને ક્યાંક વધારે પડતો કચરો દેખાય, તો સ્વચ્છ કરવા ટે સૌથી પહેલા કોટન સ્વેબને રબિંગ આલ્કોહોલથી થોડુંક ભીનું કરો. ધ્યાન રાખો કે તમારે ઓછામાં ઓછા આલ્કોહોલનો ઉપયોગ કવરાનો છે. આ રીતે સફાઈ કર્યા બાદ ફોનને ઉપયોગમાં લેતા પહેલા પોર્ટને બરાબર સુકાઈ જવા દો.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- ડીસી પાવર પોર્ટની અંદર ગંદકી છે કે સ્વચ્છ થઈ ગયું છે, તે ચેક કરવા ટોર્ચનો ઉપયોગ કરો
- જો તમારા લેપટોપના ડીસી પાવર પોર્ટમાં સેન્ટ્રલ પિન છે, તો સાવચેતીપૂર્વક સફાઈ કરો, કારણ કે તે ડેમેજ થઈ શકે છે.
- તમારા ડિવાઈસમાં કચરો ન જામે તેના માટે આ પ્રકારની સફાઈ નિયમિત રીતે સમયાંતરે કરતા રહો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications