તમારો પાસવર્ડ હૅક થઈ શકે એમ છે કે નહીં? બસ આ રીતે જાણો

By Gizbot Bureau
|

સોશિયલ મીડિયા અકાઉન્ટ્સથી લઈને બેન્કિંગ અને ડિજિટલ પેમે્ટ્સ એપ સુધી, પાસવર્ડ દરેક જગ્યાએ જરૂરી છે. પાસવર્ડ દરેક અકાઉન્ટને ઓપન કરવા માટે સૌથી ઈમ્પોર્ટન્ટ કી છે. જો કોઈ પણ અકાઉન્ટનો પાસવર્ડ નબળો હશે, તો તેને હેક કરવું એકદમ સરળ બની જાય છે. યુઝર્સે હંમેશા મજૂબત પાસવર્ડ રાખવા જોઈએ, જે હૅક ન થઈ શકે. પરંતુ મોટા ભાગના યુઝર્સ પાસવર્ડની ગંભીરતા નથી સમજતા. હવે તમારો પાસવર્ડ મજબૂત છે કે નહીં તે ચેક કરવાની કોઈ પરફેક્ટ રીત નથી.

પરંતુ જો તમે તમારો હાલનો પાસવર્ડ કેટલો ટફ છે, તે ચેક કરવા ઈચ્છો છો તો કેટલાક ટૂલ્સની મદદતી આ કામ કરી શકો છો. અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે તમારો પાસવર્ડ મજબૂત છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શક્શો. આ માટે તમારે બસ નીચે આપવામાં આવેલી રીતને કે સ્ટેપ્સને ફોલો કરવાના છે.

તમારો પાસવર્ડ હૅક થઈ શકે એમ છે કે નહીં? બસ આ રીતે જાણો

પાસવર્ડ ક્રિએટ કરતા સમયે ધ્યાન આપો

જો તમે કોઈ નવી વેબસાઈટ અથવા સર્વિસ માટે નવો પાસવર્ડ ક્રિએટ કરો છો, તો કલર ઈન્ડિકેટર્સ દ્વારા તેની મજબૂતી ચેક કરી શકો છો. તમે જ્યાં પાસવર્ડ એન્ટર કરો છો, તેની નીચે એક કલર બાર હશે, જે પહેલા રેડ, પછી યલો કે ઓરેન્જ અને છેલ્લે ગ્રીન થાય છે. જો તમારો પાસવર્ડ મજબૂત નહીં હોય તો તે રેડ કલર બતાવશે. અને પાસવર્ડ ઠીકઠાક હસે તો યલો કે ઓરેન્જ કલર દર્શાવશે. પરંતુ જો તમારો પાસવર્ડ મજબૂત હશે, તો આ કલર ઈન્ડિકેટર ગ્રીન કલર દર્શાવશે. આ રીતે તમે પાસવર્ડ સેટ કરતા સમયે જ તમારો પાસવર્ડ કેટલો મજબૂત છે, તે ચેક કરી શકો છો.

આ ટૂલ્સની લઈ શકો છો મદદ

જો તમે ઓલરેડી પાસવર્ડ ક્રિએટ કરી ચૂક્યા છો, અને પછી પાસવર્ડની મજબૂતી ચેક કરવી છે, તો તમે પાસવર્ડ મેનેજર ટૂલનો ઉપયોગ કરી શકો છો. તમે NordPass અથવા તો LastPass જેવી એપ્સ કે પ્લેટફોર્મ્સની મદદથી પાસવર્ડની મજૂતી ચેક કરી શકો છો. આ ઉપરાંત આ ટૂલ્સ દ્વારા તમે નવા પાવરફૂલ અઘરા પાસવર્ડ ક્રિએટ પણ કરી શકો છો. સાથે જ તમે તમારા પાસવર્ડ જો યાદ ન રહેતા હોય તો આ ટૂલમાં સેવ પણ રાખી શકો છો.

બ્રાઉઝરમાં પણ હોય છે ઓપ્શન

ગૂગલ ક્રોમ અને માઈક્રોસોફ્ટ એજ જેવા ઈન્ટરનેટ બ્રાઉઝર્સમાં પણ ખાસ પાસવર્ડ મેનેજમેન્ટ ટૂલ હોય છે. જેમાં પાસવર્ડ ચેકર તમારા પાસવર્ડ નબળા હોય તો તમને ઈન્ડિકેશન આપે છે. આ ઉપરાંત પાસવર્ડ લીક થાય તો તેની જાણ પણ કરે છે.

નવો પાસવર્ડ બનાવતા સમયે ખાસ ધ્યાન એ વાતનું રાખો કે તેમાં અંગ્રેજી અક્ષરોની સાથે સાથે નંબર અને સ્પેશિયલ કેરેક્ટર્સ પણ હોય. આ રીતે બનેલા પાસવર્ડ હેક કરવા અઘરા હોય છે.

Best Mobiles in India

English summary
How to check your password is strong or not

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X