વોટર લિસ્ટ ની અંદર તમારું નામ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું?

|

વોટર્સ આઈડી કાર્ડ કે જેને એલેકટોરીઅલ આઇડેન્ટિટી કાર્ડ પણ કહેવા માં આવે છે. તે એક ફોટો આઇડેન્ટિટી કાર્ડ છે કે જેને ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવા માં આવે છે. તે લોકો માટે કે જેઓ વોટ આપવા માટે લાયક છે. મતદાર ઓળખકાર્ડ બનાવવાનો મુખ્ય હેતુ મતદાન માટે પાત્રતા ધરાવતા લોકોની નોંધણી કરવાનો અને ચૂંટણી સમયે આ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવાનો છે.

વોટર લિસ્ટ ની અંદર તમારું નામ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું?

વોટર્સ લિસ્ટ ની અંદર તમારું નામ ઓનલાઇન આ રીતે ચેક કરી શકો છો.

- તમારું નામ સાચી રીતે લખાયેલું છે કે નહિ તેના વિષે તમે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ ની વેબસાઈટ પર જય અને તપાસી શકો છો.
- ત્યાર પછી તમારે ઓફિશિયલ વેબસાઈટ ને ઓપન કરવી પડશે.
- ત્યાર પછી મુખ્ય પેજ પર સર્ચ ઈન એકટોરીઅલ રોલ નો વિકલ્પ આપવા માં આવેલ હશે.
- તે વિકલ્પ પર ક્લિક કરી અને ત્યાર પછી એક નવું વેબપેજ ઓપન થશે, જેની અંદર તમારે તમારી બધી વિગતો ભરવા ની રહેશે.
- હવે બાવા પેજ ની અંદર તમને તમારું નામ વોટર્સ લિસ્ટ ની અંદર ચેક કરવા માટે ના બે રસ્તા આપવા માં આવશે.
- જેની અંદર પ્રથમ રીત ની અંદર તમારે તમારું તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને જેન્ડર વગેરે જેવી વસ્તુઓ એન્ટર કરવા ની હશે. તે બધી જ વિગતો ભર્યા પછી તમારે રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર જેવી વિગતો ભરવા ની રહેશે.
- બીજા રસ્તા ની અંદર તમે એપિક નંબર એન્ટર કરી ને પણ તમારા નામ ને તપાસી શકો છો. જેના માટે તમારે તમારા એપિક નંબર અને સ્ટેટ્સ ને એન્ટર કરવા નું રહેશે.
- અને આ બંને રીતે માહિતી મેળવવા માટે તમારે કેપ્ચા કોડ ને એન્ટર કરવા પડશે, કે જે વેબસાઈટ માં નીચે ની તરફ આપવા માં આવેલ છે.
- એક વખત આ બધી જ વિગતો ભરાય જશે ત્યાર પછી વેબસાઈટ દ્વારા તમને વોટર રજીસ્ટ્રેશન ની વિગતો બતાવવા માં આવશે.

તમે વોટર્સ લિસ્ટ ની અંદર તમારું નામ એસએમએસ ની મદદ થી પણ જાણી શકો છો. તો એસએમએસ ની મદદ થી તમારું નામ વોટર્સ લિસ્ટ ની અંદર કઈ રીતે તપાસું તેના વિષે જાણવા માટે આગળ વાંચો.

- મોબાઈલ ના મેસેજ વિભાગ ની અંદર એપિક ટાઈપ કરો.
- ત્યાર પછી તમારું વોટર્સ આઈડી કાર્ડ નંબર ને ટાઈપ કરો.
- તેના પછી તે એસએમએસ ને 9211728082 અથવા 1950 મોબાઈલ નંબર પર મોકલી આપો.
- તમે મેસેજ મોકલ્સો ત્યાર પછી તમારા પોલિંગ સ્ટેશન નંબર અને નામ ને મોકલવા માં આવશે.
- અને જો તમારું નામ વોટર્સ લિસ્ટ પર નહિ હોઈ તો, નો રેકોર્ડ ફાઉન્ડ નો મેસેજ તમને મોકલવા માં આવશે.

Best Mobiles in India

English summary
How To Check Your Name Online On Voter List? Here’s A Step-By-Step Guide

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X