Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Cardમાં કયો મોબાઈલ નંબર અને મેઈલ આઈડી છે લિંક? આ રીતે જાણો
આધાર કાર્ડ હોલ્ડર્સની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં જ Unique Identification Authority of Indiaએ એક નવી સર્વિસ લોન્ચ કરી છે. આ સર્વિસ દ્વારા યુઝર્સ પોતાના ઘરે બેઠા બેઠા જ મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી વેરિફાઈ કરી શકે છે. આજકાલ આપણે બધા જ એક કરતા વધારે મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી યુઝ કરીએ છીએ, જેને કારણે આપણો કયો નંબર અને કયું ઈમેઈલ આઈડી આધાર કાર્ડ સાથે લિંક છે, તે અંગે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ.

ઘણા લોકોને યાદ નથી રહેતું કે તેમણે પોતાનો કયો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આધાર સાથે લિંક કર્યું છે. જો તમને પણ કન્ફ્યુઝન હોય કે તમારા આધાર કાર્ડ સાથે તમે કયો નંબર લિંક કર્યો છે, તો પરેશાન થવાની જરૂર નથી. તમે સરળતાથી લિંક કરેલો નંબર ચેક કરી શકો છો. ચાલો, અમે તમને જણાવી દઈએ કે ફોન નંબર તમે કેવી રીતે વેરિફાઈ કરી શક્શો.
Aadhaar Card સાથે લિંક મોબાઈલ નંબર જાણવા માટે આટલું કરો.
Verify Email/Mobile Number સર્વિસ દ્વારા તમે સરળતાથી એ જાણી શકો છો કે તમારો કયો મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડી આધાર સાથે લિંક કરેલું છે. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. તમે માત્ર UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ વસ્તુ ચેક કરી શકો છો.
પરંતુ ધ્યાન રાખો કે તમે આ સુવિધા દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડીને અપડેટ નહીં કરી શકો. નીચે આપવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે સરળતાથી તમારો મોબાઈલ નંબર વેરિફાઈ કરાવી શક્શો.
આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ પર લોગ ઈન કરો.
સ્ટેપ 2: હવે હોમ પેજ પર ડાબી બાજુ દેખાતા My Aadhaar સેક્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: બાદમાં Aadhaar Services સેક્શનમાં જાવ, અને Verify Email/Mobile Numberના વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 4: આટલું કરતા જ તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે. જ્યાં તમને Verify Mobile Number અને Verify Email Address એમ બે ઓપ્શન મળશે.
સ્ટેપ 5: હવે તમારે તમારો મોબાઈલ નંબર વેરિફાય કરવાનો છે, આ માટે Verify Mobile Number પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમારા આધાર નંબર સાથે તમને જે મોબાઈલ નંબર લિંક હોવાનું યાદ હોય, તે મોબાઈલ નંબર એન્ટર કરો.
સ્ટેપ 7: બાદમાં કેપ્ચા કોડ એન્ટર કરીને Send OTP પર ક્લિક કરો.
સ્ટેપ 8: જો તમારો આ મોબાઈલ નંબર આધાર સાથે લિંક હશે, તો સ્ક્રીન પર ગ્રીન મેસેજ આશે, જેમાં લખ્યું હશે કે તમારો આ નંબર ઓલરેડી આધાર સાથે રજિસ્ટર્ડ છે.
સ્ટેપ 9: જો તમારો આ નંબર આધાર સાથે રજિસ્ટર્ડ નથી તો રેડ અક્ષરમાં લખેલું આવશે કે તમારો મોબાઈલ નંબર મેચ નથી થઈ રહ્યો.
બસ, આટલા સરળ સ્ટેપ્સમાં તમે ચેક કરી શકો છો કે તમારો કયો નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. તમે ઈમેઈલ આઈડી માટે પણ આ જ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications