Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp સ્ટેટસ જુઓ આ રીતે, સામેવાળાને નહીં પડે ખબર
WhatsAppની ઘણી એવી ટ્રિક્સ છે, જેના વિશે યુઝર્સ અજાણ છે. આજે અમે તમને આવી જ કેટલીક ટ્રિક્સ જણાવીશું. આપણે બધા જ આપણા કોન્ટેક્ટમાં રહેલા યુઝર્સના વ્હોટ્સ એપ સ્ટેટસ જોઈએ છીએ. પરંતુ કેટલીકવાર એવું થાય છે કે આપણે નથી ઈચ્છતા કે વ્હોટ્સ એપ સ્ટેટસ પોસ્ટ કરનારને ખબર પડે કે આપણે તેનું સ્ટેટસ જોયું છે. જો તમે પણ આવું જ ઈચ્છો છો, તો ચાલો આ ત્રણ ટ્રિક જાણીને ફોલો કરો.

રીડ રિસીપ્ટ બંધ કરો
WhatsAppના એન્ડ્રોઈડ અને આઈઓએસ બંન યુઝર્સને રીડ રિસીપ્ટ બંધ કરવાની સુવિધા મળે છે. આ ફીચરનો ઉપયોગ કરવાથી સામેના યુઝરને ખ્યાલ નથી આવતો કે તમે મેસેજ વાંચી લીધો છે કે નહીં. આ જ ફીચર વ્હોટ્સ એપ સ્ટેટસ જોવામાં પણ કામ લાગે છે. તમે જ્યારે રીડ રિસીપ્ટ ઓફ કરી દો છો, તો સામેના યુઝરને વ્હોટ્સ એપ સ્ટેટસ વ્યુઅર્સના લિસ્ટમાં તમારું નામ નથી દેખાતું. આ ફીચરને અનેબલ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
- સૌથી પહેલા વ્હોટ્સ એપ ઓપન કરો.
- પછી સેટિંગ્સમાં જાવ.
- હવે પ્રાઈવસી પર ટેપ કરો.
- બાદમાં રીડ રિસીપ્ટ વિકલ્પ માટે નીચેની તરફ સ્ક્રોલ કરો.
- હવે સામે આપવામાં આવેલા ટોગલને ઓન કરી દો.
File Manager દ્વારા ચેક કરો વ્હોટ્સ એપ સ્ટેટસ (માત્ર એન્ડ્રોઈડ માટે)
જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન છે, તો તમે ડિવાઈસના ફાઈલ મેનેજરમાં જઈને વ્હોટ્સ ફાઈલ્સ ચેક કરી શકો છો. આ માટે તમારે ફાઈલ મેનેજરમાં જવાનું છે. બાદમાં ઈન્ટરનલ સ્ટોરેજ ઓપન કરવાનું છે. અહીં તમને વ્હોટ્સ એપનું ફોલ્ડર મળશે. જેમાં media/.statuses પર ટેપ કરો. અહીં તમને તમારા કોન્ટેક્ટમાં રહેલા બધા જ યુઝર્સના વ્હોટ્સ એપ સ્ટેટસ જોવા મળશે. જો તમને આ ફોલ્ડર ન દેખાતું હોય તો પહેલા ફાઈલ મેનેજર સેટિંગ્સમાં જઈને Show Hidden filesને અનેબલ કરી દો. કેટલાક ફોનમાં આ વિકલ્પ ઈન્ટરનલ સ્ટોરેજ > એન્ડ્રોઈડ > મીડિયા > com.whatsapp > WhatsApp > Mediaમાં મળશે.
WhatsApp વેબને સિક્રેટ મોડમાં એક્સેસ કરો.
જે યુઝર્સ લેપટોપ કે પછી કમ્પ્યુટરમાં વ્હોટ્સ એપ યુઝ કરી રહ્યા છે, તે સિક્રેટ ટેબ દ્વારા વેબમાં લોગ ઈન કરી શકે છે. વ્હોટ્સ એપ વેબમાં લોગ ઈન કરીને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈ પણ વ્યક્તિનું સ્ટેટસ ચેક કરી શકાય છે. આ માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા લેપટોપ અથવા પીસી પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. હવે તેમાં ઈનકોગ્નિટો ટેબ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં તમારે web.whatsapp.com પર લોગ ઈન કરવાનું છે. આ ડિવાઈસ લિંક કરવા માટે સ્ક્રીન પર દેખાતી સૂચનાઓનું પાલન કરો.
સ્ટેપ 3: એકવાર લોગ ઈન થઈ જાય બાદમાં સ્ટેટસ આઈકન પર ક્લિક કરો અને સ્ટેટસ લોડ થવા દો.
સ્ટેપ 4: હવે વાઈ ફાઈ ડિસકનેક્ટ કરી દો અને બધા જ સ્ટેટસ ઓફલાઈન જુઓ. સાથે જ તમે ઈનકોગ્નિટો મોડ પણ બંધ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications