Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર આ રીતે ચેક કરો પેમેન્ટ હિસ્ટ્રી, ફોલો કરો સ્ટેપ્સ
Metaની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ વિશ્વના બધા જ યુઝર્સનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ એપમાં આપણે ટેક્સ્ટ મેસેજ ઉપરાંત ફોટોઝ, વીડિયો, GIF અને સ્ટીકર પણ રોજેરોજ શૅર કરીએ છીએ. 2021થી વ્હોટ્સએપે પોતાના યુઝર્સ માટે પેમેન્ટ ઓપ્શનની પણ શરૂઆત કરી છે. યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI દ્વારા બેન્ક અકાઉન્ટમાં પૈસા મેળવવાની અને મોકલવાની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. ચાલો જાણીએ, વ્હોટ્સ એપ પર આ પ્રોસેસ કેવી રીતે થાય છે.

WhatsApp Pay: નાણાની લેવડ-દેવડ છે વધુ સરળ
વ્હોટ્સ એપ પેમેન્ટ મેસેજિંગ એપ પર UPI મની ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ એપથી પૈસા મોકલવા અને મેળવવા ઉપરાંત બેન્કમાં કેટલી રકમ જમા છે, તે પણ જોઈ શકાય છે. આ ઉપરાંત તમે ક્યાં ક્યાં કોને કોને પેમેન્ટ કર્યું છે તે પેમેન્ટ હિસ્ટ્રી પણ તપાસી શકાય છે. યુઝર્સ પેમેન્ટ રિપોર્ટ પણ જનરેટ કરી શકે છે.
WhatsApp Pay પર એન્ડ્રોઈડ ડિવાઈસમાં આ રીતે ચેક કરો પેમેન્ટ હિસ્ટ્રી
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે અહીં સ્ક્રીનમાં ઉપરની બાજુ જમણી તરફ આપવામાં આવેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.
સ્ટેપ 2: અહીં તમને પેમેન્ટનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 3: જો તમે WhatsApp Pay દ્વારા કોઈ નાણાંકીય ટ્રાન્ઝેક્શન કરેલા છે, તો આ જ પેજમાં Hystory નામના ટેબની નીચે તમારા બધા જ જૂના ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન જોવા મળશે. આ તમારી પેમેન્ટ હિસ્ટ્રી છે.
iOS માટે WhatsApp પર આ રીતે ચેક કરો પેમેન્ટ હિસ્ટ્રી
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે સેટિંગ ટેબ પર ક્લિક કરીને સેટિંગ્સ ઓપન કરો.
સ્ટેપ 2: અહીં તમને પમેન્ટનો વિકલ્પ જોવા મળશે. આ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને પેમેન્ટ હિસ્ટ્રી ટેબ અંતર્ગત તમે અત્યાર સુધી કરેલી નાણાકીય લેવડ દેવડ જોવા માટે All Option નામનો વિકલ્પ દેખાશે. તેના પર ટેપ કરો.
હવે તમને વ્હોટ્સ એપ પેમેન્ટ દ્વારા તમે કરેલા અત્યાર સુધીના બધા જ નાણાકીય ટ્રાન્ઝેક્શન એક સાથે જોવા મળશે.
UPIનો ઉપયોગ કરીને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ વ્હોટ્સ એપ પેમેન્ટને રિપોર્ટ કરવાની પણ સુવિધા આપે છે. તમારા દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા પેમેન્ટની બધી જ ડિટેઈલ્સ મેળવવા માટે હિસ્ટ્રી ટેબની અંદર Transactions પર ટેપ કરીને એપની અંદર જ તમે આ રિપોર્ટ કરેલા ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ જોઈ શકો છો.
વ્હોટ્સ એપના આ ફીચર્સ તમને તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની નોંધ રાખવામાં, અને તમે કરેલા ખર્ચાને નિયંત્રિત કરવામં મદદ કરે છે. ઉપરાંત તમે વ્હોટ્સ એપનો ઉપયોગ કરીને બેન્ક અકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications