Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
SMS દ્વારા ચેક કરો PF Account બેલેન્સ, જાણો પ્રોસેસ
નોકરિયાત વર્ગ માટે પીએફ અકાઉન્ટ અને પીએફ બેલેન્સ ખૂબ જ મહત્વનું હોય છે. પ્રોવિડન્ટ ફંડ નોકરી કરતા લોકો માટે વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી છે. ડિજિટલ પાસબુક પીએફ બેલેન્સ એમ્પલોયરે તમારા પીએફમાં કરેલા કોન્ટ્રીબ્યુશન અને પીએફ અકાઉન્ટમાં મળેલા વ્યાજને ટ્રેક કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઈ પાસબુકનો ઉપયોગ લોન અને બીજી ફાઈનાન્સ સર્વિસ માટે અપ્લાય કરતા સમયે પીએફ કોન્ટ્રીબ્યુશન અને બચેલી અમાઉન્ટના ડિટેઈલના પુરાવા માટે કરી શકાય છે.

PF Account માટે ઈ પાસબુકની સુવિધા માત્ર એવા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, જેમનો UAN નંબર EPFO પોર્ટલ પર રજિસ્ટર છે. ચાલો જોઈએ કે EPFO પોર્ટલ પર UAN નંબર કેવી રીતે રજિસ્ટર કરી શકાય છે, અને EPF પાસબુક પર કેવી રીતે પહોંચી શકાય છે.
EPFO પોર્ટલ પર UAN આ રીતે રજિસ્ટર કરો.
- EPFOની સત્તાવાર વેબસાઈટ epfindia.gov.in પર લોગઈન કરો.
- જ્યારે Our Services સેક્શનમાં For Employees પર ક્લિક કરો.
- ડ્રોપ ડાઉન મેનુમાં UAN Member E-Seva વિકલ્પ પસંદ કરો, અને Sign in પર ક્લિક કરો.
- લોગિન પેજ પર લોગિન ફોર્મમાં નીચે Activate UAN પર ક્લિક કરો.
- અહીં તમારે UAN, નામ, બર્થ ડેટ, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.
- Get Authorization Pin પર ક્લિક કરો.
- અહીં તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે, તે ઓટીપી ઈન્ટર કરો અને Submit બટન પર ક્લિક કરો.
- OTP વેરિફાઈ થયા બાદ, તમારે UAN અકાઉન્ટ માટે પાસવર્ડ ક્રિએટ કરવાનો થશે.
- પાસવર્ડ એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરો.
જેવી આ પ્રોસેસ થઈ જશે, કે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ પર એક કન્ફર્મેશન મેસેજ મળશે. UAN એક્ટિવેટ થયા બાદ, તમને UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમે તમારા અકાઉન્ટમાં લોગઈન કરી શકો છો. EPFO પોર્ટલ પર UAN નંબરનું રજિસ્ટ્રેશન થયાના છ કલાક બાદ તમે EPF પાસબુક ડાઉનલોડ કરી શક્શો.
EPF પાસબુક ઓનલાઈન આ રીતે કરો ડાઉનલોડ
- સૌથી પહેલા EPFO પોર્ટલ પર લોગ ઈન કરો.
- અહીં મેન્યુમાં For Employees વિકલ્પ પર ક્લિક કરો અને મેમ્બર પાસબુક પર ટેપ કરો.
- અહીં તમારે UAN અને પાસવર્ડ એન્ટર કરવાનો છે. જ્યાં તમને EPF અકાઉન્ટની ડિટેઈલ મળશે.
- EPF પાસબુક ડાઉનલોડ કરવા માટે તમારે Download E-passbook વિકલ્પ પર ક્લિક કરો.
- અહીં ફાઈનાન્સિયલ યર સિલેક્ટ કરો અને ઈ પાસબુક ડાઉનલોડ કરવા માટે કેપ્ચા કોડ પર ઈન્ટર કરો.
- બાદમાં EPF પાસબુક ઓનલાઈન ડાઉનલોડ કરવ માટે ડાઉનલોડ પર ક્લિક કરો.
SMS દ્વારા EPF પાસબુક બેલેન્સ કરો ચેક
તમે EPF પાસબુકનું બેલેન્સ SMS અને મિસ્ડ્ કોલ દ્વારા પણ ચેક કરી શકો છો. આ માટે નીચેના પગલાં ફોલો કરો.
- SMS દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારો મોબાઈલ નંબર EPFO પોર્ટલ પર રજિસ્ટર કરવું પડશે.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ટાઈપ કરો અને 7738299899 પર મેસેજ કરો.
SMSમની સુવિધા અંગ્રેજી, હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી, કન્નડ, પંજાબી, તેલુગુ, મલયાલમ અને ગુજરાતી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. SMSમાં છેલ્લા 3 અક્ષર તમે પસંદ કરેલી ભાષા દર્શાવે છે. જેમ કે અંગ્રેજી ભાષામાં માહિતી મેળવવા માટે ENG, હિન્દી માટે HIN, પંજાબી માટે PUN, ગુજરાતી માટે GUJ, મરાઠી માટે MAR, કન્નડ માટે KAN, તેલુગુ માટે TEL, તમિલ માટે TAM, મલયાલમ માટે MAL અને બંગાળી માટે BEN ટાઈપ કરવાનું છે.
SMS મોકલ્યા બાદ થોડી રાહ જુઓ. EPFO તમને એક મેસેજ કરીને જવાબ આપશે, જેમાં તમારું છેલ્લું PF કોન્ટ્રીબ્યુશન, બેલેન્સ અમાઉન્ટની ડિટેઈલ્સ અને KYCની માહિતી હશે.
ફોન નંબરથી EPF અકાઉન્ટ બેલેન્સ ચેક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 ડાયલ કરો અને મિસ કોલ આપો.
- હવે તમને અકાઉન્ટ બેલન્સમાં રહેલી અમાઉન્ટ સહિત EPF અકાઉન્ટની ડિટેઈલ સાથે મેસેજ આવશે.
જો તમારા એકથી વધારે EPF અકાઉન્ટ છે, તો SMSમાં યુનિવર્સલ અકાઉન્ટ નંબર પર એક્ટિવ લેટેસ્ટ અકાઉન્ટની માહિતી મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications