Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PAN Card વેલિડ છે કે નહીં? આ સરળ સ્ટેપ્સથી જાણો
Income Tax ડિપાર્ટમેન્ટે PANને Aadhaar Card સાથે જોડવા માટે ફાઈનલ વોર્નિંગ જાહેર કરી દીધી છે. પબ્લિક એડવાઈઝરી મુજબ 31 માર્ચ, 2023 પહેલા તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કનેક્ટ ન કર્યું તો તમારું પાન કાર્ડ ડિએક્ટિવેટ થી જશે. એકવાર પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ ગયા બાદ પાન કાર્ડ હોલ્ડર પાન સાથે જોડાયેલા ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન શરૂ નહીં કરી શકે. એટલે સુધી કે તમામ ઈન્કમ ટેક્સ પેન્ડિંગ રિટર્ન પણ અટકી પડશે.

PAN અને Aadhaarને એકબીજા સાથે લિંક કરવા જરૂરી છે. દરેક ભારતીય નાગરિક માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને જોડવું ફરજિયાત છે. સરકારી એડવાઈઝરીમાં આગળ જણાવવામાં આવ્યું છે કે,’આ ફરજિયાત છે. મોડું ન કરો, પાન કાર્ડને આધાર કાર્ડને આજે જ લિંક કરો. 1 એપ્રિલ, 2023થી લિંક નહીં કરેલું પાન કાર્ડ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.’ જે પણ નાગરિકોએ બંને આઈડી કાર્ડ્ઝને લિંક નથી કર્યા તે incometax.gov.in/iec/foportal પર જઈને લિંકિંગ પ્રોસેસ કરી શકે છે. આ માટે નાગરિકોએ 1000 રૂપિયાની ફી ભરવી પડશે.
આ દરમિયાન તમારા પાન કાર્ડની વેલિડિટીની તપાસ કરવી પણ જરૂરી છે. જો કોઈ પણ વ્યક્તિ પાસે એકથી વધારે પાન કાર્ડ છે, અથવા તો તે ડુપ્લીકેટ પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો સરકાર તમારા પાન કાર્ડને ડિએક્ટિવેટ કરી દે છે.
ઓનલાઈન આ રીતે ચેક કરો, પાન કાર્ડ વેલિડ છે કે નહીં?
- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઈ ફાઈલિંગ વેબસાઈટ પર જાવ.
- આ પેજમાં ડાબી બાજુ Verify Your PAN Details લિંક પર ક્લિક કરો.
- હવે જે જગ્યા તમારી સામે મળે છે, ત્યાં પાન નંબર એન્ટર કરો.
- અહીં તમારું આખું નામ ઈનપુટ કરો.
- અહીં પેજ પર જે કેપ્ચા કોડ દેખાઈ રહ્યો છે, તે ફરીથી એન્ટર કરો.
- બાદમાં તમારે Submit બટન પર ક્લિક કરવાનું છે.
- તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં, તે સ્ટેટસ તમારી સ્ક્રીન પર જોવા મળશે.
SMS દ્વારા ચેક કરો, પાન કાર્ડ વેલિડ છે કે નહીં?
અહીં નીચે તમને અમે કેટલાક સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ, જે મુજબ તમે 567678 અથવા 56161 પર SMS મોકલીને પણ PAN કાર્ડની વેલિડિટીની તપાસ કરી શકો છો.
- ધારો કે તમારા પાન કાર્ડનો નંબર ABCDE1234F છે, તો તમારે આ મુજબ લખીને મેસેજ કરવાનો છે.
દા. ત – NSDL PAN ABCD1234F.
- SMS મોકલ્યા બાદ, તમારા પાન કાર્ડના સ્ટેટસ લખેલો SMS મળશે, જેમાં તમને જણાવવામાં આવશે કે પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં.
ધ્યાન રાખો કે ઈન્કમ ટેક્સ નિયમોનું પાલન કરવા માટે, યોગ્ય રીતે ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ચેક કરવા માટે દગાબાજી અને અંગત માહિતી ચોરી થવાથી બચવા માટે પાન કાર્ડની વેલિડિટીની તપાસ કરવી જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications