કોઈપણ વિસ્તારની અંદર પાર્કિંગ ઉપલબ્ધ છે કે નહીં તે ગૂગલ મેપની મદદથી જાણો

By Gizbot Bureau
|

આપણી સાથે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણે કોઇ ચોક્કસ જગ્યા પર જવા માંગતા હોઈએ છીએ ત્યારે તે વિસ્તારની અંદર આપણને આપણી કાર માટે પાર્કિંગ મળતું હોતું નથી. અને સામાન્ય રીતે જ્યારે તમે કોઇપણ માર્કેટ અથવા કોઈ એવી અજાણી જગ્યા પર જતા રહો છો કે જેની તમને જાણ નથી ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઘણી બધી વખત સર્જાતી રહેતી હોય છે. જેથી ગુગલ મેપ્સ ના આ નવા ફીચરને કારણે તમે જે કોઈ પણ જગ્યા પર જઈ રહ્યા છો તે જગ્યા પર પાર્કિંગ ઉપલબ્ધ છે કે નહીં તે તમે અગાઉથી જાણી શકો છો.

કોઈપણ વિસ્તારની અંદર પાર્કિંગ ઉપલબ્ધ છે કે નહીં તે ગૂગલ મેપની મદદથી

તો જો તમે પણ આ ગુગલ મેપ્સ ના પીચર વિશે જાણવા માગતા હોવ તો આગળ વાંચો.

આ જગ્યા પર એક વસ્તુ ની નોંધ લેવી ખૂબ જરૂરી છે કે ગૂગલ મેપ્સ ની અંદર ચોક્કસ કઈ જગ્યા પર પાર્કિંગ ઉપલબ્ધ છે તેના વિશે જાણ કરવામાં આવતી નથી. પરંતુ તેના દ્વારા માત્ર એટલું જણાવવામાં આવે છે કે આ વિસ્તારની અંદર તમને પાર્કિંગ મળવું થોડું મુશ્કેલ થઈ શકે છે.

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગુગલ મેપ્સ નું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે અને તમારા સ્માર્ટફોનની અંદર લોકેશન સર્વિસ પણ એક્ટિવ હોવી જરૂરી છે અને સાથે સાથે ચાલુ ઇન્ટરનેટ કનેક્શન.

-સૌથી પહેલા ગુગલ મેપ ઓપન કરી અને તમારું ડેસ્ટિનેશન તેની અંદર નાખો.

-‎ત્યારબાદ તેની નીચે આપેલા ડાયરેક્શન બટન પર ક્લિક કરો

-‎ત્યારબાદ તેની સાઈડ માં જે સ્ટાર્ટ બટન આપવામાં આવે છે તેના પર ક્લિક કરો.

-‎ત્યારબાદ તેની અંદર પી સિમ્બોલ આપવામાં આવ્યો હશે જેનો અર્થ એ થાય છે કે આ વિસ્તારની અંદર પાર્કિંગ સામાન્ય રીતે મળતું નથી.

મૂળભૂત રીતે, તમારે જે કરવાનું છે તે લક્ષ્યસ્થાન સરનામું દાખલ કરવું અને 'દિશા' બટન પર ટેપ કરીને નેવિગેશન શરૂ કરવું છે. એકવાર નિર્દેશોનું પૃષ્ઠ તમારા વર્તમાન સ્થાન અને ગંતવ્યને અંદાજિત સમય અને ટ્રાફિક વિગતો સાથે દર્શાવતું ખોલ્યું, તે વિસ્તૃત કરવા માટે નીચે વશીકરણ પર ટેપ કરો.

ત્યાર બાદ હવે તમારે તે સર્કલ ની અંદર પાર્કિંગ જોવાનો રહેશે કે જે તમને તે વિસ્તારની પાર્કિંગ માટે ની પરિસ્થિતિ શું છે તેના વિશે જણાવશે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Check If There Is A Car Parking Space Available Using Google Maps.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X