Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
FASTagમાં કેટલું છે બેલેન્સ? આ સરળ રીતે જાણો
FASTagનું બેલેન્સ ચેક કરવાની ઘણી રીતો છે. તમે UPI બેઝ્ડ ઓનલાઈન પેમેન્ટ એપ્સ Google Pay, Phone Pe અને Paytm દ્વારા FASTagનું બેલેન્સ ચેક કરી શકો છો. આ માટેની પ્રોસેસ અમે તમને નીચે જણાવી રહ્યા છીએ.

ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઉભા રહેવાથી ઘણો સમય વ્યય થતો હતો. સાથે જ વાહનચાલકો અને મુસાફરો કંટાળી જતા હતા. આ ઝંઝટથી છૂટકારો મેળવવા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા FASTag લોન્ચ કરવામાં આવ્યો છે. 2016માં FASTag લોન્ચ થયા બાદ હવે લોકોને ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઉભા નથી રહેવું પડતું.
જો તમને હજી સુધી FASTag વિશે ખ્યાલ નથી તો તમને જણાવી દઈએ કે આ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જેની મદદથી ટોલ પ્લાઝા પર મુસાફરો ટોલ ટેક્સ ચૂકવે છે. આ ઓટોમેટિક વ્યવહારથી સીધા જ અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. FASTagનું બેલેન્સ જાણવા માટે ઘણી બધી રીતો છે. પરંતુ અમે તમને અહીં PhonePe, Google Pay અને PayTmથી FASTagનું બેલેન્સ કેવી રીતે ચેક કરવું તેના સ્ટેપ્સ જણાવીશું.
કેવી રીતે કામ કરે છે FASTag?
FASTag રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન પર બેઝ્ડ છે. રોડનો ટોલ ટેક્સ આપવાની આ એક પ્રોસેસ છે. FASTag વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે, અને તેને બેન્ક અકાઉન્ટ સાથે લિંક કરવામાં આવે છે. જ્યારે FASTag લગાવેલું વાહન ટોલ પ્લાઝા પર પહોંચે છે, ત્યારે ટોલ પ્લાઝા પર લાગેલું સ્કેનર આ ટેગ સ્કેન કરીને લિંક કરેલા બેન્ક અકાઉન્ટ અથવા પ્રિપેડ કાર્ડમાંથી ટેક્સના પૈસા કાપી લે છે.
Google Pay દ્વારા ચેક કરો FASTagનું બેલેન્સ
- આ માટે સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પે એપ ઓપન કરો.
- બાદમાં Recharge and Bills ઓપ્શન પર ક્લિક કરો.
- હવે અહીં તમને FASTag Rechargeનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
- બાદમાં તમારા વ્હિકલનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો.
- હવે View Balance ઓપ્શન પર ક્લિક કરો.
Paytm દ્વારા ચેક કરો FASTagનું બેલેન્સ
- સૌથી પહેલા તમારા ફોનમાં પેટીએમ એપ ઓપન કરો અને બાદમાં Pay Bills ટેબ પર ક્લિક કરો.
- હવે FASTag ઓપ્શન પર ક્લિક કરો અને તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો.
- બાદમાં તમારે View Balance બટન પર ક્લિક કરવાનું છે. અહીં તમને તમારા FASTagમાં રહેલું બેલેન્સ જોવા મળશે.
PhonePeમાં FASTagનું બેલેન્સ જોવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
- PayTm અને Google Payની જેમ જ યુઝર્સ PhonePe પર પણ FASTagનું બેલેન્સ ચેક કરી શકે છે.
- આ માટે ફોન પે એપ ઓપન કરીને રિચાર્જ ટેબ પર ક્લિક કરો. અહીં FASTagના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારા વ્હિકલનો રજિસ્ટ્રેશન નંબર ઈન્સર્ટ કરો અને View Balance બટન પર ક્લિક કરો.
બસ, આટલા સ્ટેપ્સ ફોલો કરતા જ તમને FASTagનું બેલેન્સ જોવા મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications