Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા નામ પર કોઈએ લઈ રાખી છે લોન? આ રીતે Online કરો ચેક
શું તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિએ લોન લઈ રાખી છે? આ સવાલ આમ તો અટપટો લાગી શકે છે. પરંતુ ઈન્ટરનેટના જમાનામાં કંઈ પણ શક્ય છે. આવા એક બે નહીં પરંતુ સંખ્યાબંધ મામલા સામે આવી ચૂક્યા છે, જ્યાં કોઈ બીજાના પેન કાર્ડનો ઉપયોગ કરીને કોઈ બીજા વ્યક્તિએ લોન લીધી હોય. ખરા પેન કાર્ડ ધારકને તો આ મામલે ખૂબ જ મોડી જાણ થાય છે. સાઈબર ફ્રોડના જમાનામાં આવા પણ કાંડ થઈ રહ્યા છે.

સાઈબર ક્રિમિનલ્સ લોકોને ઠગવાના નવા નવા ઉપાયો શોધતા રહે છે. સ્કેમ કરવાની આવી જ એક રીત લોન ફ્રોડની છે. આ રીતે ફ્રોડસ્ટર્સ લાંબા સમયથી લોકોને ઠગી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. લોન ફ્રોડમાં સાઈબર ફ્રોડસ્ટર્સ કોઈ બીજા યુઝરના નામ પર લોન લે છે, અને તેમને ખબર પણ નથી પડતી.
જ્યાં સુધી યુઝરને જાણ થાય, ત્યાં સુધી તેના પર લોન અને વ્યાજ વધી ચૂક્યુ હોય છે. આવી ઘટનામાં સૌથી પહેલો સવાલ એ થાય છે કે તમારી જાણ વગર કોઈ તમારા નામ પર લોન લઈ કેવી રીતે શકે? બીજો સવાલ એ છે કે તમને આ મામલે કેવી રીતે જાણ થશે અને તમે કેવી રીતે બચી શકો છો?
કેવી રીતે થઈ રહ્યું છે આ લોન ફ્રોડ?
સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે તમારી જાણ બહાર કોઈ તમારા નામ પર લોન કેવી રીતે લઈ લે છે? સ્કેમર્સ કોઈ પણ યુઝરના PAN કાર્ડ અને મોબાઈલ નંબરની મદદથી આખો ખેલ ખેલે છે. સ્કેમર્સ યુઝર્સના નામ પર નાની નાની લોન લે છે, જેમાં વેરિફિકેશનની ઝંઝટ નથી હોતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્સ્ટન્ટ લોન એપ્સ આવી છે, જે માત્ર ગણતરીની મિનિટોમાં પર્સનલ લોન આપવાનો દાવો કરે છે. સ્કેમર્સ આવી જ એપનો ઉપયોગ કરીને બોગસ લોન લે છે. ઈન્સ્ટન્ટ લોન પ્રોવાઈડર્સ એપ માત્ર ગ્રાહકોના પેન કાર્ડ અને મોબાઈલ નંબર પર નાની નાની લોન આપી દે છે.
કેવી રીતે જાણશો, કોઈએ તમારા નામે લોન લીધી છે કે નહીં?
આપણે ઘણા કામ માટે કોઈની સાથે આપણું પેન કાર્ડ કે આધાર કાર્ડ શૅર કરીએ છીએ. તમારું PAN કાર્ડ બેન્ક અકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે. આવી સ્થિતિમાં તમે CIBIL સ્કોર ચેક કરી શકો છો. જેના પરથી તમને ખબર પડશે કે તમારા નામે કેટલી લોન છે. જો કોઈએ તમારા નામે નકલી લોન લીધી છે અને ચૂકવી નથી તો તમારો CIBIL સ્કોર ઘટી જશે.
આ ઉપરાતં તમારા નામે કેટલી લોન અને ક્રેડિટ કાર્ડ છે, તે જાણવા માટેની સૌથી સરળ રીતે છે ક્રેડિટ રિપોર્ટ. યુઝર્સના ક્રેડિટ રિપોર્ટમાં લોન્સ અને ક્રેડિટ કાર્ડ બંનેની ડિટેઈલ્સ હોય છે. આ રીતે પણ તમે તમારા નામે કેટલી લોન છે, તે જાણી શખો છો. તમે CIBIL, Equifax, Experian અને CRIF HIGH Mark પર પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરી શકો છો. આ ઉપરાંત બીજી કેટલીક થર્ડ પાર્ટી એપ્સનો પણ ઉપયોગ કરી શકાય છે.
ક્રેડિટ રિપોર્ટ ચેક કરવા માટે તમારે આ વેબસાઈટ્સ પર જઈને પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઓટીપી એન્ટર કરવો પડશે. આ રીતે મને તમારા પેન કાર્ડ પર ચાલતી બધી જ લોન્સની માહિતી મળી જશે.
જો તમને તમારા ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ગરબડ દેખાય તોત તમે ક્રેડિટ બ્યુરો અને લોન આપનાર બંનેનો સંપર્ક કરી શકો છો. તમારે તેમને માહિતી આપીને આ ગરબડ ચેક કરવા માટે કહેવું પડશે.
આ રીતે બચો
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે થોડી સતર્કતા જરૂરી છે. આધાર અને પેન કાર્ડ જેવી ડિટેઈલ્સ અજાણ્યા વ્યક્તિઓ સાથે શૅર ન કરો.
કોઈ પણ પરિસ્થિતિમાં જો તમારે તમારા પેન કાર્ડ અને આધાર કાર્ડની કૉપી શૅર કરવી પડે, તો કોપી પર કારણ લખવાનું રાખો. એટલે આ કોપી કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ કારણસર યુઝ ન કરી શકે. આવું કરતી વખતે કારણ એ રીતે લખો કે તેનો કેટલોક હિસ્સો તમારા કાર્ડ પર પણ આવે, જેના લીધે તમારા કાર્ડની કોપીનો દુરુપયોગ નહીં થઈ શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications