Just In
- 583 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 584 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 585 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 585 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા Aadhar પર કેટલા સિમકાર્ડ છે એક્ટિવ, આ રીતે જાણો
સ્માર્ટફોનથી કોલિંગ અને પેમેન્ટ જેવા કામ કરવા માટે તેમાં સૌથી જરૂરી છે એક એક્ટિવ સિમ કાર્ડ. સિમ કાર્ડ ખરીદવા માટે દરેક નાગરિકે ઓળખ અને એડ્રેસ પ્રૂફ આપવું જરૂરી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નવું સિમ કાર્ડ ખરીદે, ત્યારે મોટા ભાગે આધાર કાર્ડની ઝેરોક્ષ જમા કરાવતી હોય છે. ઘણી વખત એક જ વ્યક્તિના આધાર કાર્ડ પર પરિવારના જુદા જુદા વ્યક્તિઓના અથવા તો પોતાના જ કંપનીના સિમ કાર્ડ રજિસ્ટર હોય છે.

એક આધાર પર વધારે સિમ કાર્ડ લઈ શકાય છે. જો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની ગાઈડલાઈન્સ પ્રમાણે એક આધાર કાર્ડ પર વધારેમાં વધારે 9 સિમ કાર્ડ વાપરી શકાય છે. પરંતુ આજના ટેક્નોલોજીયુક્ત જમાનામાં શક્ય છે કે તમારા આધાર કાર્ડ પર તમારી જાણ બહાર બીજું કોઈ વ્યક્તિ સિમ કાર્ડ યુઝ કરી રહ્યું હોય. આવી ફ્રોડની સ્થિતિમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનના નવા પોર્ટલની મદદ લઈ શકાય છે.
આ રીતે જાણો, તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે?
સ્ટેપ 1: આ માટે સૌથી પહેલા તમારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ tafcop.dgtelecom.gov.in પર વિઝિટ કરવી પડશે.
સ્ટેપ 2: અહીં તમારે મોબાઈલ નંબર ઈનપુટ કરીને Request OTP પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 3: તમારા મોબાઈલ પર જે ઓટીપી આવે, તે ઈન્સર્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમને એક લિસ્ટ મળશે, જેમાં તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે, તે જાણી શકાશે.
અજાણ્યો નંબર દેખાય તો તરત કરો રિપોર્ટ
જો તમારા આધાર કાર્ડ પર કોઈ અજાણ્યો નંબર એક્ટિવ હોવાનું તમને દેખાઈ રહ્યું છે, તો રિપોર્ટ માટે તમને ત્રણ ઓપ્શન મળશે.
1) This is Not My Number
2) Not Required
3) Required
આ ત્રણ ઓપ્શનમાંથી ગમે તે એક પર તમે ક્લિક કરી શકો છો. જો તમારો કોઈ જૂનો નંબર બંધ થઈ ચૂક્યો હોય, તમે તેનો ઉપયોગ ન કરી રહ્યા હો, તો એ નંબરને પણ રિપોર્ટ કરી શકો છો.
માત્ર આ રાજ્યોમાં ઉપલબ્ધ છે સુવિધા
જો કે, અહીં મર્યાદા એ છે કે આ નવું પોર્ટલ હાલ માત્ર આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરળ, રાજસ્થાન અને તેલંગાણાના યુઝર્સ માટે જ અવેલેબલ છે. એટલે કે માત્ર આ રાજ્યોના લોકો જ તેમના આધાર કાર્ડ પર કેટલા સિમ એક્ટિવ છે, તે ચેક કરી શકે છે. કેન્દ્ર સરકાર આગામી સમયગાળામાં દેશના બધા જ રાજ્યોના નાગરિકો માટે આ સુવિધા શરૂ કરવા પર કામ કરી રહી છે.
ઊલ્લેખનીય છે કે જુદા જુદા મહત્વના કામો માટે આપણે આધાર કાર્ડની ઝેરોક્ષ આપતા હોઈએ છીએ. ત્યારે શક્ય છે કે કોઈ ફ્રોડ વ્યક્તિ આ આધારકાર્ડનો દુરુપયોગ કરીને, તેનાથી કોઈ ગેરકાયદે કામને અંજામ આપતી હોય. આવી સ્થિતિથી બચવા માટે આધાર કાર્ડ પર એક્ટિવ મોબાઈલ નંબર ચેક કરવા જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications