Smartphone ધીમો ચાર્જ થાય છે? આ રીતે ચાર્જિંગને કરો ફાસ્ટ

By Gizbot Bureau
|

તમારા સ્માર્ટફોનને સતત વાપરવા માટે તેને હંમેશા ચાર્જ રાખવો જરૂરી છે. આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે તેનું ચાર્જિંગ પર ઝડપથી ઘટી જાય છે. કેટલીકવાર જો સ્માર્ટફોન ચાર્જ ન હોય તો અગત્યના કામ પણ અટકી જાય છે. ચાર્જિંગનો સમય ઓછો કરવા માટે મોબાઈલ કંપનીઝ ચાર્જિંગ ટેક્નોલોજીને વધારે ફાસ્ટ કરી રહી છે. પરંતુ ઘણીવાર આપણા સ્માર્ટફોનની ચાર્જિંગની સ્પીડ ઘટી જાય છે, જેને કારણે કામ અટકી પડે છે. અમે તમારા માટે એવી પાંચ ટિપ્સ લાવ્યા છીએ, જેના દ્વારા તમારા સ્માર્ટફોનની ચાર્જિંગ સ્પીડ વધી શકે છે.

Smartphone ધીમો ચાર્જ થાય છે? આ રીતે ચાર્જિંગને કરો ફાસ્ટ

યોગ્ય ચાર્જર અથવા સ્ટોક ચાર્જરનો ઉપયોગ કરો

જો તમારો સ્માર્ટફોન ધીમો ચાર્જ થઈ રહ્યો છે, તો તમારા ફોનને ચાર્જ કરવા માટે એ જ ચાર્જરનો ઉપયોગ કરો જે તમારા ફોનની સાથે બોક્સમાં આપવામાં આવ્યું છે. અથવા તો તમે આ જ પ્રકારનું નવું યોગ્ય ચાર્જર ખરીદીને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમારો સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, તો ફાસ્ટ ચાર્જર દ્વારા જ તમારા સ્માર્ટફોનને ચાર્જ કરો.

હાઈ ક્વોલિટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટરનો ઉપયોગ કરો

તમારા સ્માર્ટફોન સાથે આવતા ચાર્જર એડપ્ટર અને ચાર્જિંગ કેબલ શ્રેષ્ઠ ક્વોલિટીના હોય તે જરૂરી નથી. શક્ય છે કે આ વાયર અને એડપ્ટર તમારા સ્માર્ટફોનને જરૂરી પાવર ન પહોંચાડી રહ્યા હોય. એટલે તમારે સ્માર્ટફોન ચાર્જ કરવા માટે હાઈ ક્વોલિટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટરનો ઉપયોગ કરવો જોઈએ, જે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે જરૂરી પાવર પહોંચાડે.

ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું ટાળો

જ્યારે તમે તમારા સ્માર્ટફોનને ચાર્જિંગમાં મૂકો છો, ત્યારે તેનો ઉપયોગ ન કરો. ચાર્જિંગ સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી ફોન ચાર્જર પાસેથી વધુ એનર્જી કન્ઝ્યુમ કરે છે. પરિણામે તમારો સ્માર્ટફોન ધીરે ધીરે ચાર્જ થાય છે. જો તમે ચાર્જિંગ સમયે સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરો, તો તમારા ફોનની ચાર્જ થવાની સ્પીડ વધી જશે.

USB પોર્ટ્સના બદલે પ્રોપર ચાર્જરનો ઉપયોગ કરો

તમારો સ્માર્ટફોન કોઈ પણ પ્રકારના USB પોર્ટ દ્વારા કમ્પ્યુટર કે લેપટોપથી ચાર્જ કરવાનું ટાળો. આ પ્રકારે ફોન ચાર્જ કરવાથી ફોન ધીરે ધીરે ચાર્જ થાય છે. જો તમે એડપ્ટર દ્વારા ફોન ચાર્જ કરો છો, તો તે સ્માર્ટફોનને વધારે સ્પીડમાં ચાર્જ કરી શકો છો. તમારા સ્માર્ટફોનને ચાર્જ થવાની સ્પીડ તમારા એડપ્ટર પર ડિપેન્ડ કરે છે. આ એડપ્ટર તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરે છે.

સ્માર્ટફોનનું કવર હટાવી દો

જો તમારો સ્માર્ટફોન પ્રોટેક્ટિવ કવરમાં રાખો છો, તેનાથઈ ફોન વધારે ગરમ થઈ શકે છે, અને ચાર્જિંગ સ્પીડ ઘટી શકે છે. એટલે ચાર્જિંગ સમયે તમારા સ્માર્ટફોનનું કવર હટાવી દો, આમ કરવાથી સ્માર્ટફોન ઠંડો રહેશે. જેને કારણે ચાર્જિંગ પ્રોસેસ ફાસ્ટ થશે.

સરવાળે કહીએ તો, સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવાથી તમારો સમય બચી શકે છે, અને જ્યારે જરૂર હોય ત્યારે, તમારો સ્માર્ટફોન હંમેશા ઉપલબ્ધ રહી શકે છે. હાઈ ક્વોલિટી કેબલ અને એડેપ્ટર્સનો ઉપયોગ કરીને, સ્માર્ટફોનના કવરને હટાવીને, ચાર્જ કરતી વખતે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું ટાળીને, એરપ્લેન મોડને ઓન કરીને અને વોલ સોકેટનો ઉપયોગ કરીને, તમે ચાર્જિંગ પ્રક્રિયાને ઝડપી બનાવી શકો છો અને તમારા સ્માર્ટફોનને કાર્યરત રાખી શકો છો.

Best Mobiles in India

English summary
How to charge your smartphone fast know tricks

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X