Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailનો પાસવર્ડ બદલવાની આ છે સૌથી સરળ રીત, જાણો પ્રોસેસ
Gmail અકાઉન્ટમાં આપણા બેન્ક અકાઉન્ટની ડિટેઈલ્સથી લઈને પર્સનલ ડેટાની અગત્યની માહિતી સેવ રહેતી હોય છે. એટલે જો તમારું જીમેઈલ આઈડી કોઈના હાથમાં આવી જાય કે હેક થઈ જાય તો તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઘણીવાર એવું થાય છે કે આપણે મિત્રોના અથવા કલીગના કે કોઈ બીજાના લેપટોપ અથવા મોબાઈલમાં કોઈ કારણસર આપણું જીમેઈલ અકાઉન્ટ લોગીન કરીએ છીએ. હવે અત્યાધુનિક સિસ્ટમ મુજબ ઘણીવાર જીમેઈલના પાસવર્ડ સેવ થઈ જાય છે. અથવા તો ઘણીવાર તમારી જાણ બહાર ઘણીવાર કોઈ તમારું અકાઉન્ટ યુઝ કરે છે, તેવી નોટિફિકેશન આવતી હોય છે.

જો આવી કોઈ જોખમી સ્થિતિ સર્જાય તો સૌથી પહેલા તમારે તમારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ, જેથી મોટું નુક્સાન થતા અટકાવી શકાય. જીમેઈલનો પાસવર્ડ બદલવો ખૂબ જ સરળ છે. જો તમને જીમેઈલનો પાસવર્ડ ચેન્જ કરતા નથી આવડતો, તો અમે આ આર્ટિકલમાં તેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપી રહ્યા છીએ.
આ રીતે બદલો Gmailનો પાસવર્ડ
એન્ડ્રોઈડ સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડેસ્કટોપ ત્રણેય દ્વારા તમે તમારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ બદલી શકો છો. આ માટે અમે તમને સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.
1. સ્માર્ટફોન અથવા ટેબ્લેટ દ્વારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ બદલવા માટે તમારે તમારા ડિવાઈસનું સેટિંગ્સ મેન્યુ ઓપન કરવાનું છે.
2. બાદમાં Google પર ક્લિક કરો. જો તમારા એકથી વધારે અકાઉન્ટ છે, જે અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવો છે, તે અકાઉન્ટને સિલેક્ટ કરો.
3. હવે સ્ક્રોલ ડાઉન કરીને અથવા તો રાઈટથી લેફ્ટ તરફ જઈને તમને Security ઓપ્શન ક્લિક કરો.
4. હવે Password પર ક્લિક કરો. બાદમાં અકાઉન્ટમાં સાઈન ઈન કરો અને બે વાર નવો પાસવર્ડ એન્ટર કરો. છેલ્લે Change Password પર ક્લિક કરો અને સેવ કરી લો. તમારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ થઈ જશે.
આ જ રીતે તમે ડેસ્કટોપ પર પણ જીમેઈલ ખોલીને તેનો પાસવર્ડ સરળતાથી બદલી શકો છો.
પાસવર્ડ રિસેટ કરવા માટે આટલું કરો
Gmailનો પાસવર્ડ રિસેટ કરવા માટે લોગ ઈન કરતા સમયે તમને એક ઓપ્શન મળે છે, Forgot Password તેના પર ક્લિક કરો. મોટા ભાગના કિસ્સામાં ગૂગલ તમારી પાસે Android ડિવાઈસને ચેક કરવા અ ડિવાઈસ પર તમારી ઓળખ નક્કી કરવા માટે નોટિફિકેશન આપે છે. જો તમે અય ફોન કે ટેબ્લેટમાંથી આ આઈડીમાં લોગિન હશો તો Get Verification Code at ID વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે.
જો તમારી પાસે તમારો ફોન કે ટેબ્લેટ નથી તો Try Another Way to sign in ઓપ્શન પર ક્લિક કરો. જો તમારા અકાઉન્ટ સાથે કોઈ અન્ય રિકવરી મેઈલ આઈડી અથવા ફોન નંબર લિંક નથી તો ગૂગલ અકાઉન્ટ તમારું જ છે, તે નક્કી કરવા માટે એક વેરિફિકેશન કોડ સેન્ડ કરે છે.
અહીં તમે તમારી ઓળખ આપવા માટે જે ઓપ્શન યુઝ કરો છો, તે પ્રોસેસના અંતે એક નવો પાસવર્ડ ક્રિએટ કરવાનું કહેવામાં આવે છે. આ ઓપ્શન આવે ત્યારે નવો પાસવર્ડ એન્ટર કર્યા બાદ Save Password પર ક્લિક કરો. તમારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ બદલાઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications