એરટેલ ડિજિટલ ટીવી રજિસ્ટ્રેડ મોબાઈલ નંબર ને કઈ રીતે બદલવાઈ શકાય છે?

By Gizbot Bureau
|

એરટેલની ડિજિટલ ટીવી સેવા દેશભરમાં ટેલિકોમ ઓપરેટરો દ્વારા ઓફર કરવામાં આવતી ઘણી સેવાઓમાંની એક છે. ડીટીએચ સેવાએ વ્યાપક ચેનલ પસંદગી અને વિશ્વસનીય સમર્થન સાથે તેની પ્રતિષ્ઠા મેળવી છે. એરટેલ ડીટીએચ તેના ગ્રાહકોને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ બધું તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આરટીએન સાથે જોડાયેલ છે. જો કે, જો તમે તમારો ફોન નંબર બદલ્યો હોય, તો તમારે તેને તમારા એરટેલ ડિજિટલ ટીવી એકાઉન્ટ સાથે અપડેટ કરવાની જરૂર પડશે.

એરટેલ ડિજિટલ ટીવી રજિસ્ટ્રેડ મોબાઈલ નંબર ને કઈ રીતે બદલવાઈ શકાય છે?

તો શું તમે પણ વિચારી રહ્યા છો કે તેવું કઈ રીતે થઇ શકે છે? એરટેલ દ્વારા તેના માટે એક સરળ રસ્તો બતાવવા માં આવે છે. તેથી આ આર્ટિકલ ની અંદર આપણે વાત કરીશું કે તમે કઈ રીતે તમારા એરટેલ ના મોબાઈલ નંબર ને અપડેટ અથવા ચેન્જ કરી શકો છો તેના માટે ના સ્ટેપ્સ અહીં જણાવવા માં આવેલ છે.

એરટેલ ડિજિટલ ટીવી ની અંદર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે બદલાવી શકાય છે?

એરટેલ દ્વારા તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને બદલવા ની અનુમતિ અમુક ખુબ જ સરળ સ્ટેપ્સ ને અનુસરી ને આપવા માં આવે છે. તમારી પાસે એરટેલ ડિજિટલ ટીવી નું કસ્ટમર આઈડી હોવું જરૂરી છે. અને બંને મોબાઈલ નંબર પણ હોવા જરૂરી છે. તો તમે કઈ રીતે તેને બદલાવી શકો છો તેના વિષે જાણો.

- એરટેલ ની ડીટીએચ ઓફિશિયલ વેબસાઈટ પર જાવ. અને ત્યાર પછી અપડેટ નંબર પેજ પર જાવ.

- ત્યાર પછી એરટેલ ડિજિટલ ટીવી ના કસ્ટમર આઈડી ને એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરો.

- તેના પછી તમારે અમુક વસ્તુઓ ને કન્ફ્રર્મ કરવી પડશે જેની અંદર તમારો પ્લાન અને છેલ્લે રિચાર્જ કરાવવા માં આવેલ રકમ નો સમાવેશ થશે.

- ત્યાર પછી તમારો નવો મોબાઈલ નંબર એન્ટર કરો અને તેના પછી ના બોક્સ ની અંદર ફરી પાછો તેને એન્ટર કરી અને કન્ફ્રર્મ કરો.

- હવે તમારે નીચે ની તરફ આપેલા ચેન્જ નંબર ના બટન પર ક્લિક કરવા નું રહેશે.

- ત્યાર પછી તમને તમારા નવા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવા માં આવશે. તે ઓટીપી ને એન્ટર કરી અને કન્ફ્રર્મ ના બટન પર ક્લિક કરો.

અને આ રીતે તમે તમારા એરટેલ ડિજિટલ ટીવી ના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને બદલી અથવા અપડેટ કરી શકો છો.

તમારા એરટેલ ડિજિટલ ટીવી ના કસ્ટમર આઈડી વિષે કઈ રીતે જાણી શકાય છે?

તમે ઘણી બધી રીતે તમારા એરટેલ ડિજિટલ ટીવી ના કસ્ટમર આઈડી અથવા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વિષે જાણી શકો છો જેના વિષે ની અમુક પદ્ધતિ અહીં નીચે જણાવવા માં આવેલ છે.

મિસ કોલ અથવા એસએમએસ દ્વારા તમારા એરટેલ ડિજિટલ ટીવી ના કસ્ટમર આઈડી વિષે જાણો.

એરટેલ ડિજિટલ ટીવી ગ્રાહકો તેમના ગ્રાહક આઈડી અને મોબાઇલ નંબર શોધવા માટે એસએમએસ અને મિસ્ડ કૉલ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. એસએમએસ માટે, યુઝર્સે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 54325 પર 'બીએએલ' મેસેજ મોકલવાનો રહેશે. તમને તમારા મોબાઇલ નંબર પર તમારું ગ્રાહક આઈડી અથવા ડીટીએચ નંબર મળશે. વૈકલ્પિક રીતે, તમે ગ્રાહક આઈડી મેળવવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 08130081300 પર મિસ્ડ કૉલ કરી ને જાણી શકાય છે.

ઈપીજી ની મદદ થી તમારા એરટેલ ડિજિટલ ટીવી ના કસ્ટમર આઈડી ને જાણી શકાય છે.

એરટેલ દ્વારા તેમના એરટેલ ડિજિટલ ટીવી પ્લેટફોર્મ પર પણ કસ્ટમર આઈડી ને બતાવવા માં આવે છે. ગ્રાહકો બધી વિગતો ને ઇલેક્ટ્રોનિક્સ પ્રોગ્રામ ગાઈડ ઇપીજી વિભાગ કે જે સેટોપ બોક્સ પર થી પણ મેળવી શકે છે. તમે કઈ રીતે મેળવી શકો છો તેના વિષે અહીં જણાવવા માં આવેલ છે.

- તમારા રિમોટ પર થી મેનુ બટન પર ક્લિક કરો અને ત્યાર પછી માય એકાઉન્ટ ના વિકલ્પ ને પસન્દ કરો.

- હવે તમને તમારા સ્ક્રીન પર તમારો કસ્ટમર આઈડી જોવા મળશે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Change Mobile Number For Airtel DTH: Step By Step Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X