Paytm એપ દ્વારા આ રીતે કરો તત્કાલ ટ્રેન ટિકિટ, સરળ છે સ્ટેપ્સ

By Gizbot Bureau
|

ટ્રેનનું રિઝર્વેશન હવે ઘરે બેઠા સરળતાથી થઈ શકે છે. બસ, આ માટે એડવાન્સમાં તારીખ નક્કી હોવી જરૂરી છે. પરંતુ જો તમારી ટ્રિપ તાત્કાલિક પ્લાન થઈ રહી છે, તો તત્કાલ ટિકિટ બૂકિંગનો પણ વિકલ્પ હવે રેલવે આપી રહી છે. તત્કાલ ટિકિટ મુસાફરીના એક દિવસ પહેલા બૂક થઈ શકે છે. સૌથી સારી વાત એ છે કે તત્કાલ ટિકિટ સ્લીપર, 3A, 2A અને એક્ઝિક્યુટિવ સહિત દરેક ક્લાસની મુસાફરી માટે બૂક કરી શકાય છે. તમે IRCTCની વેબસાઈટ, IRCTC રેઈલ કનેક્ટ એપ અને પેટીએમ જેવી એપ દ્વારા ગમે ત્યાં બેઠા બેઠા તત્કાલ ટિકિટ બૂક કરી શકો છો. ચાલો જાણીએ કે છેલ્લી ઘડીએ કન્ફર્મ ટિકિટ તત્કાલમાં કેવી રીતે બૂક કરી શકાય છે.

Paytm એપ દ્વારા આ રીતે કરો તત્કાલ ટ્રેન ટિકિટ, સરળ છે સ્ટેપ્સ

તત્કાલ ટિકિટ બૂકિંગનો સમય

કેટલીક પસંદગીની ટ્રેનો માટે તત્કાલ ટિકિટ બૂકિંગ મુસાફરીના એક દિસ પહેલા ખૂલ છે . જે મુસાફરો 2A, 3A, CC, EC, 3Eમાં મુસાફરી કરવા ઈચ્છે છે, તેમના માટે તત્કાલ બુકિંગ સવારે 10 વાગે શરૂ થાય છે. તો બીજી તરફ નોન એસી ક્લાસ એટલે કે SL, FC, 2S માટે તત્કાલ ટિકિટ બુકિંગ 11 વાગ્યાથી શરૂ થાય છે.

તત્કાલ ટિકિટ બુકિંગનો ચાર્ચ

IRCTC તમામ તત્કાલ બૂકિંગ માટે પેસેન્જર પાસેથી વધારાના પૈસા વસુલે છે. આ ચાર્જ સેકન્ડ ક્લાસની સાથે દરેક ગ્રેડના મૂળ ભાડાના 30 ટકા જેટલો વસુલવામાં આવે છે, સાથે જ તાત્કાલિક ચાર્જ 10 ટકાના દરે વસુલવામાં આવે છે.

Paytm એપ પરથી કેવી રીતે બૂક કરશો તત્કાલ ટિકિટ?

પેટીએમ એપ દ્વારા તત્કાલ ટિકિટ બૂક કરવા માટે એક મહત્વની વાત ધ્યાને રાખવી જરૂરી છે. પેટીએમ પર તત્કાલ ટિકિટ બુકિંગનો સમય IRCTC પર બૂકિંગ ખુલવાના 30 મિનિટ બાદનો છે. એટલે કે પેટીએમ પર એસી ક્લાસ માટે તત્કાલ ટિકિટ 10.30 વાગ્યે અને નોન એસી ક્લાસ માટે 11.30 વાગ્યે ખુલે છે.

આ સ્ટેપ્સને કરો ફોલો

1. સૌથઈ પહેલા તમારા સ્માર્ટફોનમાં પેટીએમ એપ ઓપન કરો. તેમાં નીચે સ્ક્રોલ કરીને ટિકિટ બુકિંગ મેન્યુ ઓપન કરો અને ટ્રેન ટિકિટ વિકલ્પ પર ક્લિક કરો.

2. તમારે જે શહેરમાં જવાનું છે, તેનું નામ ઈનપુટ કરો બાદમાં મુસાફરીની તારીખ સિલેક્ટ કરો અને ટ્રેન સર્ચ બટન પર ક્લિક કરો.

3. હવે તમને જે ટ્રેનમાં ટ્રાવેલ કરવું છે, તે ટ્રેન શોધો. તમારી મુસાફરીની તારીખના દિવસે જુદી જુદી તત્કાલ ટિકિટની અવેઈલિબલિટી અને ભાડું જાણવા માટે Show Instant વિકલ્પ પર ક્લિક કરો.

4. બાદમાં તમારે જે ક્લાસની ટિકિટ બૂક કરાવવી છે, તે કેટેગરી પસંદ કરો અને Book પર ક્લિક કરો. પેટીએમ એપ પર ટિકિટ બૂકિંગ માટે આગળ વધવા તમારી પાસે IRCTC યુઝર આઈડી માગવામાં આવશે.

5. IRCTC યુઝર આઈડી બનાવવા માટે તમારે આખઉં નામ, ઉંમર, બર્થ પ્રેફરન્સ સહિતની માહિતી આપવી પડશે. આટલી માહિતી આપ્યા બાદ ડન પર ટેપ કરો અને ટિકિટ બૂકિંગ માટે આગળ વધો.

6. હવે તમારે પેમેન્ટ માટે પેટીએમ વોલેટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરવાનો છે. તમને ફાવે તે વિકલ્પ પસંદ કરીને Pay વિકલ્પ પર ક્લિક કરો.

7. એકવાર પેમેન્ટ થઈ જાય, પછી ટિકિટ બૂકિંગ પ્રોસેસ પૂરી કરવા માટે તમારા IRCTCનો પાસવર્ડ માગવામાં આવશે.

8. બધી પ્રોસેસ પૂરી કર્યા બાદ પેટીએમ અકાઉન્ટના ફોન નંબર અને ઈમેઈલ આઈડી પર તત્કાલ ટિકિટ મળી જશે. તમારા ફોનમાં તમે ઈ-ટિકિટ ડાઉનલોડ કરી શકો છો, અને ઈચ્છો તો પ્રિન્ટ પણ કઢાવી શકો છો.

Best Mobiles in India

English summary
How To Book Tatkal Train Ticket With Paytm

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X