Paytm પર આ રીતે સિટી બસની ટિકિટ કરો બુક, અહીં જાણો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

Paytm એ પોતાના યુઝર્સને જુદા જુદા અનેક પેમેન્ટ કરવાની સગવડ કરી આપી છે. લાઈટ બિલ, ગેસ બિલથી લઈને ફ્લાઈટ અને ટ્રેન ટિકિટ બુક કરવા સુધી, લોન માટે અરજી કરવાથી લઈને મકાનનું ભાડું કે મ્યુનિસપાલિટીનો ટેક્સ ચૂકવવા સુધી, Paytmના ઈ વૉલેટથી બધું જ એક જ પ્લેટફોર્મ પર થઈ શકે છે. આટલી સુવિધાઓ ઉપરાંત હવે Paytm પોતાના ગ્રાહકોને સિટી બસ ટિકિટ બુક કરવાની સુવિધા પણ આપી રહ્યું છે.

Paytm પર આ રીતે સિટી બસની ટિકિટ કરો બુક, અહીં જાણો સ્ટેપ્સ

તમારા શહેરમાં ચાલતી બસ સર્વિસની ટિકિટ હવે તમે Paytm પર બુક કરી શકો. તમે આ ટિકિટ બે પ્રકારે બૂક કરી શકો છો, એક તો Paytm મોબાઈલ એપ્લીકેશન પર લોગ ઈન કરીને અને બીજું QR કોડ સ્કેન કરીને.

આ રીતે Paytm પરથી બૂક કરો સિટી બસની ટિકિટ

- સૌ પ્રથમ Paytm એપ્લિકેશનમાં લોગ ઈન કરો.

- હવે હોમ સ્ક્રીન પર 'Ticket Booking’ના આઈકનની નીચે 'Citybus’ના આઈકન પર ક્લિક કરો.

- હવે તમારે 'Select your city’ પર ક્લિક કરવાનું રહેશે.

- અહીંથી 'Bus Operator’ સિલેક્ટ કરો.

- હવે તમારે જે સ્થળેથી જવું છે તે 'From’માં અને જ્યાં પહોંચવું છે તે 'To’માં ઈનપુટ કરો.

- આગળના સ્ટેપમાં તમારે 'Proceed to Pay’ પર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરતાની સાથે જ તમારી ટિકિટ બુક થઈ જશે. તમે Paytm વોલેટ, UPI, નેટબેન્કિંગ જેવા કોઈ પણ માધ્યમથી ટિકિટ બૂક કરી શકો છો.

Paytm QR કોડ સ્કેનર દ્વારા આ રીતે બૂક કરો ટિકિટ

- સૌ પ્રથમ Paytm એપ્લિકેશનમાં લોગ ઈન કરો.

- અહીં હોમ સ્ક્રીન પર 'Scan any QR’ પર ક્લિક કરો.

- બાદમાં, તમારે 'Select your City’ પર ક્લિક કરવાનું છે.

- હવે અહીં 'Bus Operator’ વિકલ્પ પસંદ કરો.

- પછી તમારે 'From’માં જ્યાંથી જવાનું છે તે સ્થળ અને 'To’માં જ્યાં પહોંચવાનું છે તે સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે.

- તમારે 'Proceed to Pay’ પર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરતાની સાથે જ તમારી ટિકિટ બુક થઈ જશે. તમે Paytm વોલેટ, UPI, નેટબેન્કિંગ જેવા કોઈ પણ માધ્યમથી ટિકિટ બૂક કરી શકો છો.

એકવાર તમારી ટિકિટ બુક થઈ જાય, પછી તે 3 કલાક માટે એક્ટિવ રહેશે. તમારે ટિકિટ બૂક કર્યા પછી બસ સ્ટેન્ડના એન્ટ્રી એક્ઝિટ પોઈટ પર માત્ર QR કોડ સ્કેન કરવાનો રહેશે, અથવા તો કંડક્ટરને QR કોડ દર્શાવવાનો રહેશે.

બસ સ્ટેન્ડ પર આ રીતે QR કોડનો કરો ઉપયોગ

તમે તમારી જરૂરિયાત મુજબ સિટી બસનો QR કોડ પણ સ્કેન કરી શકો છો, અને Paytm દ્વારા ટિકિટ ખરીદી શકો છો. બસ તમારે આટલું જ કરવાનું રહેશે.

- તમારે જ્યાંથી બસ પકડવાની છે, તે બસ સ્ટેન્ડે પહોંચો.

- બસ સ્ટેન્ડ પર લાગેલા Paytm 'QR Code’ને સ્કેન કરો.

- તમારા ગંતવ્ય સ્થળની માહિતી ઈનપુટ કરો.

- પછી તમારે 'Proceed to Pay’ પર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરતાની સાથે જ તમારી ટિકિટ બુક થઈ જશે. તમે Paytm વોલેટ, UPI, નેટબેન્કિંગ જેવા કોઈ પણ માધ્યમથી ટિકિટ બૂક કરી શકો છો.

આ શહેરોમાં Paytmથી થઈ શકે છે સિટી બસનું ટિકિટ બૂકિંગ

ઉલ્લેખનીય છે કે હાલ Paytmથી ભારતના દરેક શહેરોમાં સિટીબસની ટિકિટનું બૂકિંગ નથી થઈ શક્તું. અહીં અમે તમારા માટે જે શહેરોમાં આ સુવિધાનો ઉપયોગ થઈ શકે છે, તેનું લિસ્ટ આપ્યું છે.

- અમદાવાદ

- રાજકોટ

- નાસિક

- ગોવા

- ઔરંગાબાદ (હજી સત્તાવાર શરૂઆત નથી થઈ.)

Best Mobiles in India

Read more about:
English summary
How To Book Local Citybus Tickets Via Paytm

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X