Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppથી બૂક કરો બસની ટિકિટ, મુસાફરી થશે સરળ
Online બસ ટિકિટિંગ પ્લેટફોર્મ RedBusએ ટિકિટ બૂક કરવા માટે એક નવી સુવિધા રજૂ કરી છે. હવે મુસાફરો સીધા જ રેડબોસ ચેટબોટ દ્વારા વ્હોટ્સ એપ પરથી જ ટિકિટ બૂક કરી શકે છે. ચેટબોટ ગ્રાહકોને વ્હોટ્સ એપ પર સીધી વાતચીત કરીને સરળતાથી બસ ટિકિટ બૂક કરવામાં મદદ કરે, તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ દેશના સૌથી પોપ્યુલર પ્લેટફોર્મમાંના એક છે. વ્હોટ્સ એપની લોકપ્રિયતા અને સુવિધાનો લાભ ઉઠાવતા રેડ બસે પોતાનું લક્ષ્ય બુકિંગની પ્રોસેસ સરળ બનાવવા માટે આ નવા ફીચર લોન્ચ કર્યા છે. રેડબસ આ ફીચર દ્વારા વ્હોટ્સ એપના યુઝર્સને ટાર્ગેટ કરી રહી છે. સાથે જ યુઝર્સ માટે પણ રેડ બસ પર ટિકિટ બૂક કરાવવું સરળ બન્યું છે. રેડ બસના કહેવા પ્રમાણે આ વ્હોટ્સ એપ ચેટ બોટ બૂકિંગ પ્રોસેસને તો સરળ બનાવશે જ સાથે જ ભવિષ્યમાં મુસાફરી માટે રીયલ ટાઈમ હેલ્પ અને વ્યક્તિગત મદદ પણ આપશે.
નવા વ્હોટ્સ એપ ચેટબોટ વિશે વાત કરતા રેડબસના સીઈઓ મનોજ અગ્રવાલે કહ્યું,’રેડબસ પોતાના યુઝર્સનો ટ્રાવેલ એક્સપીરિયન્સ વધુ સારો બનાવવા અને લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા કામ સરળ બનાવવા પ્રયત્નશીલ છે. અમે યુઝર્સ માટે આ નવા ફીચરને લોન્ચ કરતા ખુશ છીએ, જેના કારણે મુસાફરો સરળતાથી ટિકિટ બૂકિંગ કરી શક્શે. પોતાનો વ્હોટ્સ એપ ચેટબોટ તૈયાર કરીને અને યોગ્ય માધ્યમ દ્વારા બિઝનેસ એક્સપાન્સ કરીને અમે ગ્રાહકોની મુસાફરીને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.’
વ્હોટ્સ એપ ટિકિટ બૂકિંગ ફીચરની વિશેષતાઓ
રેડ બસના દ્વારા પ્રમાણે આ નવા વ્હોટ્સ એપ ચેટબોટ ફીચર દ્વારા યુઝર્સ સરળતાથી ટિકિટ બૂક કરી શક્શે. આ માટે તેમણે વેબસાઈટ પર જવાની કે એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. ગ્રાહકો સીધા જ વ્હોટ્સ એપ પર રિયલ ટાઈમ બૂકિંગ કન્ફર્મેશન અને ઈ ટિકિટ પણ મેળવી શક્શે. આ ઉપરાંત અહીં યુઝર્સ ચોવીસ કલાકમાં ગમે ત્યારે હેલ્પ પણ મેળવી શક્શે, જેને કારણે યુઝર્સને કોઈ પણ સ્થિતિમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
WhatsApp દ્વારા Redbus પર આ રીતે બૂક કરો ટિકિટ
વ્હોટ્સ એપ દ્વારા રેડ પર બસ પર ટિકિટ કેવી રીતે બૂક કરવી તેની માહિતી અમે નીચે આપી રહ્યા છીએ. અહીં આપેલા સ્ટેપ્સની મદદથી તમે વ્હોટ્સ એપ ચેટબોટનો ઉપયોગ કરીને ટિકિટ બૂક કરી શકો છો.
1. સૌથી પહેલા તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રેડ બસ ચેટબોટનો નંબર 8904250777 સેવ કરી લો.
2. હવે વ્હોટ્સ એપ ઓપન કરીને આ નંબર પર Hi મોકલીને રેડ બસ ચેટબોટ સાથે ચેટ શરૂ કરો.
3. ચેટબોટ સૌથી પહેલા તમારું સ્વાગત કરશે, પછી તમારે જે ભાષામાં વાત કરવી છે તે પૂછશે. તમે હિન્દી અથવા અંગ્રેજી સિલેક્ટ કરી શકો છો.
4. બાદમાં Book Bus Ticket ઓપ્શન પસંદ કરીને આગળ વધો.
5. હવે અહીં તમારું લોકેશન શૅર કરીને વેરિફાય કરો.
6. બાદમાં તમારે મુસાફરીની વિગતો એડ કરીને Continue પર ટેપ કરવાનું છે.
7. તમારી પાસે તમારી મુસાફરીની પ્રાથમિક્તાઓ નક્કી કરવાનો પણ વિકલ્પ છે. જેમ કે તમે એસી, નોન એસી, બોર્ડિંગ પોઈન્ટ, ટાઈમ પસંદ કરી શકો છો.
8. આટલું કર્યા બાદ સમય અને ભાડું જોઈને તમે બસના ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી શક્શો.
9. મુસાફર અંગેની માહિતી આપીને ડ્રોપ પોઈન્ટ પસંદ કરો.
10. તમારે જે રીતે પેમેન્ટ કરવું છે, તે મોડ પસંદ કરો. તમે વ્હોટ્સ એપ અથવા જીપે અથવા ફોન પેથી પેમેન્ટ કરી શકો છો.
11. આટલું કર્યા બાદ ટિકિટ બૂક થઈ જશે અને વ્હોટ્સ એપ ચેટ દ્વારા જ તમને ટિકિટની ડિટેઈલ તેમજ ઈ ટિકિટ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications