Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube ચેનલના અણગમતા કન્ટેન્ટને આ રીતે કરો બ્લોક
વીડિયો શેરિંગ પ્લેટફોર્મ YouTube હવે ઘણું વિક્સી ચૂક્યુ છે. યુટ્યુબ વીડિયો જોવા અને અપલોડ કરવાના ઓપ્શન સિવાય પણ ગણી સુવિધાઓ ધરાવે છે. જો કે યુટ્યુબનું મુખ્ય કામ હજીય કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનું જ છે. અહીં કોઈ પણ યુઝર તેમને ફાવે તે પ્રકારનું કન્ટેન્ટ ઈચ્છાનુસાર અપલોડ કરી શકે છે. પરંતુ તમારે બસ ગૂગલના નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે.

પરંતુ ગૂગલની ગાઈડલાઈન્સ છતાંય ઘણા વીડિયો અને ચેનલ્સ એવા છે, જે જોવું ન ગમે તેવું કે અણછાજતું કન્ટેન્ટ અપલોડ કરતા હોય છે. આપણે જ્યારે યુટ્યુબ સર્ફ કરતા હોઈએ, ત્યારે આપણને આવું કન્ટેન્ટ મળી જાય છે, જે આપણે જોવા નથી ઈચ્છતા. આ માટે ગૂગલ કેટલાક ફીચર્સ આપે છે, જેને કારણે તમે આવા કન્ટેન્ટને અટકાવી શકો છો. આમ કરવાથી તમારી ફીડ પર તમે નક્કી કરશો તે ચેનલ્સનું કન્ટેટ જોવા નહીં મળે.
આ માટે તમારે તમને જે કન્ટેન્ટ નથી ગતું તેને બ્લોક કરવાનું છે. આ માટે અમે તમને નીચે કેટલાક સ્ટેપ્સ આપી રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે જે તે ચેનલને બ્લોક કરી શકો છો.
યુઝર્સ પાસે ચેનલના કન્ટેન્ટન ક્યૂરેટ કરવા માટે યુટ્યુબની કેટલીક ગાઈડ લાઈન્સ નક્કી કરવાનો વિકલ્પ છે. કોઈ ખાસ ચેનલના વીડિયો તમારે ન જોવા હોય, તો આ બેસ્ટ ઓપ્શન છે. આ પ્રક્રિયાથી ચેનલના વીડિયો તો બેન થાય જ છે, સાથે જ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા શોર્ટ્સ પણ તમારી ફીડમાં નથી દેખાતા.
પરંતુ એક ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે એકવાર તમે જે તે ચેનલને બ્લોક કરો છો, પછી તેને અનબ્લોક કરવાનો કોઈ ઓપ્શન નથી. હા, તમે જ્યારે ચેનલ બ્લોક કરો છો, ત્યારે તેને અન્ડુ કરવા માટે થોડો સમય મળે છે. પરંતુ તેને અનબ્લોક કરવાનો ઓપ્શન યુટ્યુબ આપતું નથી.
કોઈ પણ ચેનલ અને તેના કન્ટેન્ટને બ્લોક કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં અથવા બ્રાઉઝરમાં યુટ્યુબ ઓપન કરો.
હવે યુટ્યુબના હોમ પેજ પર એ ચેનલના કોઈ પણ વીડિયોને સર્ચ કરો, જે ચેનલને તમે બ્લોક કરવા ઈચ્છો છો. આ વીડિયો આવી જાય પછી તેના પર દેખાતા મેનુ બટન પર ક્લિક કરો અને ચેનલને રેકમેન્ડેશનમાં ન બતાવવાનો વિકલ્પ પસંદ કરો.
આટલું કરતા જ તમારી સ્ક્રીન પર એક સૂચના જોવા મળશે. જો તમે કોઈ ખોટી ચેનલને બ્લોક કરી છે, તો તેને Undo પર ક્લિક કરો. એકવાર તમે રેકમન્ડેશન ઓફ કરશો, તો આ ચેનલના કોઈ પણ વીડિયો તમારી ફીડ પર જોવા નહીં મળે.
આ ઉપરાંત તમે યુટ્યુબ કિડ્સ માટે પણ કઈ કઈ ચેનલ દર્શાવવી તે સેટ કરી શકો છો. સાથે જ એન્ડ્રોઈડ અને આઈઓસ બંનેમાં સ્પામ કમેન્ટ્સ પણ બ્લોક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications