Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone અને Android સ્માર્ટફોનમાં બંધ કરો પૉપ અપ નોટિફિકેશન, આ છે પ્રોસેસ
સ્માર્ટફોનમાં વારંવાર આવતા પોપ ઓપ નોટિફિકેશન ઘણી વાર આપણે ડિસ્ટર્બ કરે છે. તમે ફોનમાં કોઈ જરૂરી કામ કરી રહ્યા છો, કોઈ મીટિંગમાં છો ત્યારે આવા વારંવાર આવતા પૉપ અપ નોટિફિકેશન તમને ડિસ્ટ્રેક્ટ કરે છે. જેને કારણે તમે જે કામ કરી રહ્યા છો, તે કામ બગડે છે. જો તમે પણ ફોનમાં આવતા આવા પૉપ અપ નોટિફિકેશનથી પરેશાન છો, તેને બંધ કરવા ઈચ્છી રહ્યા છો, પરંતુ બંધ કરી નથી શક્તા, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે.

આજે અમે તમને એન્ડ્રોઈડ અને આઈફોન બંને ડિવાઈસ પર આ પ્રકારના પોપ અપ કેવી રીતે બંધ કરવા, તેની રીત જણાવીશું. તમે કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરીને આ પુશ નોટિફિકેશનને આઈફોન અને એન્ડ્રોઈડ બંનેમાં બંધ કરી શકો છો. ચાલો, જાણીએ કે તેની પ્રોસેસ શું છે?
એન્ડ્રોઈડ ફોનમાં પોપ અપ બંધ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ લેફ્ટ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ મેન્યુ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને સેટિંગ્સ નામનો વિકલ્પ મળશે.
સ્ટેપ 4: હવે નીચેની તરફ સ્ક્રોલ કરો અને સાઈટ સેટિંગ નામના વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 5: અહીં કન્ટેન્ટ સેક્શનમાં તમને Pop ups and redirects નામનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે તમારે આ ઓપ્શન ડિસેબલ કરવાનો છે. આટલું કરતા જ તમારા પૉપ અપ નોટિફિકેશન બંધ થઈ જશે.
iPhoneના Safari બ્રાઉઝરમાં પૉપ અપ બ્લોક કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.
સ્ટેપ 2: હવે સેટિંગ્સમાં સ્ક્રોલ કરીને નીચેની તરફ દેખાતા Safari ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: સફારી ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે Block Pop ups પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 4: અહીંથી તમે પૉપ અપ બ્લોક કરી શક્શો. જે બાદ તમારા ફોન પર આવતા પુશ નોટિફિકેશન બંધ થઈ જશે.
જો તમે આ સ્ટેપ્સ ફોલો કરશો, તો તમારી મોટાભાગની મુશ્કેલી દૂર થઈ જશે. ઘણીવાર આપણે કોઈ કામથી આવા પૉપ અપને સબસ્ક્રાઈબ કરતા હોઈએ છીએ, પરંતુ પાછળથી તે કામના નથી રહેતા, ત્યાર બાદ આવા પૉપ અપ આપણને હેરાન કરે છે. આવી સ્થિતિમાં તમે ઉપર આપેલા સ્ટેપ્સ ફોલો કરીને પૉપ અપને બ્લોક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications