Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone, Android સ્માર્ટફોનમાં unknown numberથી આવતા કૉલ કરો બ્લોક
આજના વિશ્વમાં આપણો ફોન નંબર જ આપણી ડિજિટલ ઓળખ બની ચૂક્યો છે. તમારા સરકારી આઈડીથી લઈને ઓનલાઈન સબસ્ક્રિપ્શનની સર્વિસ જેની તમે ઓનલાઈન મેમ્બરશિપ લો છો, ત્યાં બધી જ જગ્યાએ તમારો ફોન નંબર યુઝ થાય છે. તેનો અર્થ એ પણ છે કે તમારા ફોન નંબર સહિતની ઘણીબધી માહિતી અસંખ્ય લોકો અને કંપનીઓ પાસે છે. જેમાંથી કેટલાક લોકો પોતાની પ્રોડક્ટ અને સર્વિસ વેચવા માટે તમને વારંવાર કોલ કરે છે. ભાગ્યે જ કોઈ એવુ માણસ હશે, જેને લોન, ક્રેડિટ કાર્ડના આવા પ્રમોશનલ સ્પેમ કોલ્સ નહીં આવ્યા હોય. આવા કોલ અને મેસેજને રોકવા અઘરા છે. જો તમે એક નંબર બ્લોક કરશો, તો આવા કોલ્સ બીજા નંબર પરથી આવી જશે. પરંતુ એક સરળ રીત દ્વારા એક સાથે બધા જ અજાણ્યા નંબરના કોલ્સ આવતા અટકાવી શકાય છે.

એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં એવી સુવિધા આપવામાં આવી છે, જેના દ્વારા યુઝર્સ અજાણ્યા નંબરથી આવતા કૉલ બ્લોક કરી શકાય છે. જો તમે પણ વારંવાર આવતા લોન, ક્રેડિટ કાર્ડ, ઈન્સ્યોરન્સ જેવા એડવર્ટાઈઝિંગના કોલ્સથી પરેશાન છો, તો આ બંને સેટિંગ્સ તમને ખૂબ જ ઉપયોગી બની શકે છે.
iPhone પર આ રીતે સાઈલન્ટ કરો, અજાણ્યા નંબર પરથી આવતા કોલ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં સેટિંગ્સ મેન્યુમાં જાવ.
સ્ટેપ 2: અહીંથી તમારે ફોનના સેટિંગમાં જવાનું છે.
સ્ટેપ 3: હવે નીચેની તરફ સ્ક્રોલ કરીને Silence Unknown કોલર્સ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 4: Silence Unknown Callers બટનને ટોગલ કરીને ઓન કરી દો.
આ ફીચર ચાલુ કર્યા બાદ, હવે અજાણ્યા નંબરથી આવતા બધા જ કોલ્સ સાઈલન્ટ થઈ જશે, અને તેને વોઈસમેઈલ પર ડાઈવર્ટ કરી દેવાશે. સાથે જ આ કોલ્સ તમારા રિસન્ટ કોલ્સમાં જોવા મળશે. જો કે તમારા કોન્ટેક્ટ્સમાં સેવ નંબર પરથી કોલ આવશે, કે પછી તાજેતરમાં ડાયલ થયેલા નંબર પરથી કોલ આવશે, તો રિંગ જરૂર વાગશે.
Android ફોન પર અજાણ્યા નંબર પરથી આવતા કોલને આ રીતે બ્લોક કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ફોન એપ ઓપન કરો.
સ્ટેપ 2: અહીં તમારે More Option પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 3: હવે સેટિંગ્સ પર ટેપ કરો અને બ્લોક કરવામાં આવેલા નંબર ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 4: અહીં તમને Unknown ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનને ઓન કરી દો.
આ ઓપ્શન ઓન કરવાની સાથે જ, તમારા સ્માર્ટફોન પર પ્રાઈવેટ કે અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ બ્લોક થઈ જશે. જો કે, જો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ નંબર પરથી કોલ આવશે, તો જરૂરથી તમારા સ્માર્ટફોનની રિંગ વાગશે.
છે ને મજાના સેટિંગ્સ. આ સેટિંગ્સ ઓન કરવાથી તમારી ઉંઘ પણ નહીં બગડે, અને સાથે જ જો તમે કોઈ અગત્યના કામમાં હશો, તો તમારા આ કામમાં ખલેલ પણ નહીં પહોંચે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications