Gmail પર આ રીતે બ્લોક કરો Spam mails, સરળ છે રીત

By Gizbot Bureau
|

ટેક જાયન્ટ કંપની ગૂગલની ફ્રી ઈમેઈલ સર્વિસ Gmailનો ઉપયોગ વિશ્વભરમાં અબજો યુઝર્સ કરે છે. ખાસ કરીને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ગૂગલની આ એપ રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. ઓફિસના બધા જ કામ જીમેઈલ દ્વારા જ થાય છે. સાથે જ હવે ઓનલાઈન કામકાજ કરતા સમયે પણ ઈમેઈલ આઈડી રજિસ્ટર કરાવવું પડે છે. ઘણીવાર કામ એક જ વારનું હોય છે, પરંતુ મેઈલ તમને લાંબા ગાળા સુધી આવ્યા જ કરે છે. આવા સ્પામ ઈમેઈલથી તમારા મેઈલ આઈડીમાં જગ્યા રોકતા જાય છે. ઘણા યુઝર્સ આવા સ્પામ મેઈલ્સની વચ્ચે કામના મેઈલ્સ ચૂકી જાય છે.

Gmail પર આ રીતે બ્લોક કરો Spam mails, સરળ છે રીત

Spam Emailsનો ઈનબોક્સમાં થઈ જાય છે ઢગલો

ઘણી વખત એવું થાય છે કે મોટી સંખ્યામાં આવતા સ્પામ મેઈલ્સની વચ્ચે તમારા કામની માહિતી કે ઈમ્પોર્ટન્ટ મેઈલ ચૂકી જવાય છે. જો તમે પણ Gmailનો ઉપયોગ કરો છો, તો આવા સ્પામ મેઈલ્સ તમારું વર્ક ખરાબ કરી શકે છે. આવી સ્થિતિમાં અમે તમને સ્પામ મેઈલ્સથી બચવાની ટ્રિક જણાવીશું. જેનાથી તમે સરળતાથી સ્પામ મેઈલ્સથી છૂટકારો મેળવી શક્શો.

સ્પેમ મેઈલને રિપોર્ટ કરીને કરી નાખો અનસબસ્ક્રાઈબ

આ માટે તમારે નીચે આપેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે.

1. સૌથી પહેલા તમારા ફોન અથવા કમ્પ્યુટરમાં જીમેઈલ એપ ઓપન કરો.

2. અહીંથી બધા જ સ્પામ મેઈલ જેને તમે અનસબસ્ક્રાઈબ કરવા ઈચ્છો છો, તેને સિલેક્ટ કરો.

3. હવે તને એક i આવો આઈકન દેખાશે. જેના પર ક્લિક કર્યા બાદ તમે Report Spam અથવા Report Spam and unsubscribe નામનો વિકલ્પ પસંદ કરી શકો છો.

4. જો તમે Report Spam and unsubscribe વિકલ્પ પસંદ કરશો તો બીજી વાર તમને આ સ્પામ મેઈલ નહીં આવે, એટલે કે તમને સ્પામથી કાયમનો છૂટકારો મળી જશે.

Temporary email idનો પણ કરી શકો છો ઉપયોગ

સ્પામ ઈમેઈલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે એક ટેમ્પરરી ઈમેઈલ આઈડીનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈ પણ વેબસાઈટ વિઝિટ કરવા માટે જ્યારે તમારી પાસે લોગઈન અથવા સર્ફિંગ માટે ઈમેઈલ આઈડી માગવામાં આવે ત્યારે તમે તમારા મુખ્ય ઈમેઈલ આઈડીના બદલે આ ટેમ્પરરી ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરી શકો છો. કારણ કે, કોઈ પણ વેબસાઈટને ઈમેઈલ આઈડી આપ્યા બાદ આ આઈડી બીજી થર્ડ પાર્ટી પાસે પણ જતી રહે છે.

આ રીતે ઈમેઈલ આઈડી ફેલાઈ જાય તો તમારી પ્રાઈવસી પણ જોખમાઈ શકે છે. હેકર્સ આવા જ ડેટાનો ઉપયોગ કરીને તમારી માહિતી ચોરી લેતા હોય છે, ફ્રોડ કરતા હોય છે. કોઈ પણ થર્ડ પાર્ટી દ્વારા મોકલવામાં આવેલા સ્પામ ઈમેઈલમાં આવતી લિંક્સ ખોલવી ન જોઈએ. આ રીતે આવતા સ્પામ મેઈલ્સ તમારા માટે ખતરો છે.

જો તમે કોઈ વેબસાઈટ કે એપને ટેમ્પરરી ઈમેઈલ આઈડી આપો છો, તો આ જોખમથી બચી શકો છો. કારણ કે આવું ટેમ્પરરી આઈડી ક્યાંય જોડાયેલું હોતું નથી, તેનો ઉપયોગ માત્ર સર્ફિંગ માટે જ કરવામાં આવે છે.

Best Mobiles in India

English summary
How to block bulk spam mails follow steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X