જો બાળકો જુએ છે You Tube તો આ રીતે બ્લોક કરો એડલ્ટ કન્ટેન્ટ

By Gizbot Bureau
|

YouTube વિશ્વના સૌથી મોટા વીડિયો શેરિંગ અને હોસ્ટિંગ પ્લેટફોર્મ્સમાંનું એક છે. YouTube પર તમને તમામ પ્રકારના વીડિયો જોવા મળી જશે. અહીં મોટા લોકોથી લઈને બાળકો સૌને જુદા જુદા પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે. આજકાલ આપણી આસપાસના તમામ બાળકોમાં યુટ્યુબ પર વીડિયો જોવાની આદત જોવા મળે છે. જો તમારું બાળક પણ ફોનમાં કલાકો સુધી YouTube વીડિયો જુએ છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

જો બાળકો જુએ છે You Tube તો આ રીતે બ્લોક કરો એડલ્ટ કન્ટેન્ટ

વચ્ચે વચ્ચે આવી જાય છે એડલ્ટ કન્ટેન્ટ

સામાન્ય રીતે બાળકો YouTube પર કવિતાઓ, કાર્ટૂન, વાર્તાઓ કે એજ્યુકેશનલ વીડિયો જોતા રહે છે, પરંતુ કેટલીકવાર આવા વીડિયોની વચ્ચે ઘણીવાર સજેશન સેક્શનમાં ક્યારેક સંવેદનશીલ કે પછી એડલ્ટ કન્ટેન્ટ આવવા લાગે છે, જો બાળકો આવા વીડિયો પર ક્લિક કરે, તો તેઓ આ વીડિયો જોવા લાગે છે.

YouTube આપે છે ખાસ ફીચર

તમને પણ એવો ડર સતાવતો હોય, કે ક્યાંક તમારું બાળક પણ ભૂલ ભૂલમાં આવું એડલ્ટ કન્ટન્ટ ઓપન ન કરી લે, તો તમારી મદદ માટે YouTube પર એક ખાસ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે બિલકુલ ચિંતામુક્ત થઈને તમારો ફોન બાળકોના હાથમાં સોંપી શકો છો. તમારું બાળક માત્ર તેને ઉપયોગી કન્ટેન્ટ જ એક્સેસ કરી શક્શે.

પેરેન્ટલ કંટ્રોલ ફીચરનો કરો ઉપયોગ

YouTube પર એડલ્ટ વીડિયોને બાળકોથી દૂર રાખવા મેટ ખાસ પેરેન્ટલ કંટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરને ઓન કરતા જ તમારા ફોનમાં રહેલા YouTubeમાં એડલ્ટ વીડિયો પ્લે નહીં થાય.

બસ, આ સ્ટેપ્સથી ઓન કરો પેરેન્ટલ કંટ્રોલ

- YouTube પર પેરેન્ટલ કંટ્રોલ ફીચર ઓન કરવા માટે તમારે સૌથી પહેલા YouTube ઓપન કરવાનું રહેશે.

- હવે તમારા સ્માર્ટફોનમાં YouTube એપમાં ટોપ રાઈટ કોર્નર પર પ્રોફાઈલનું જે આઈકન દેખાય છે, તેના પર ક્લિક કરો.

- અહીં તમને બીજા ઘણા વિકલ્પ જોવા મળશે, જેમાંથી તમારે સેટિંગ્સ પર ટેપ કરવાનું છે.

- હવે જનરલ બટન પર ક્લિક કરો.

- અહીં ક્લિક કર્યા બાદ તમને Restricted Modeનો વિકલ્પ જોવા મળશે. અહીં જે ટોગલ દેખાય છે, તેને ઓન કરી દો.

આ મોડ ઓન કર્યા બાદ YouTube તમારી પ્રોફાઈલમાં 18 પ્લસ કોન્ટેન્ટને રિસ્ટ્રિક્ટ કરી દે છે. પરિણામે તમારી પ્રોફાઈલમાં YouTube પર એડલ્ટ કન્ટેન્ટ દેખાવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલે તમારા બાળકને પણ આવું કન્ટેન્ટ મળવાની શક્યતા ઘટી જાય છે.

બાળકો માટે બનાવો અલગ અકાઉન્ટ

આ ઉપરાંત તમે બાળકો માટે અલગ YouTube અકાઉન્ટ બનાવવાનો વિકલ્પ પણ યુઝ કરી શકો છો. આ ફીચર 2019માં આપવામાં આવ્યું હતું. જેમાં જ્યારે યુઝર કોઈ કન્ટેન્ટ અપલોડ કરે તો તેમણે તે કન્ટેન્ટ બાળકો માટે છે કે નહીં તે મેન્શન કરવું જરૂરી છે. આ ફીચરના ઉપયોગથી YouTube બાળકો માટેના YouTube અકાઉન્ટમાં 18 પ્લસ કન્ટેન્ટ બતાવવાનું બ્લોક કરી દે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Block Adult Content on YouTube for Children Know Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X