ફોન પર આવતી એડ્સ ઈરીટેટ કરે છે ને, તો આ રીતે કરી દો બ્લોક

By Gizbot Bureau
|

આજકાલ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે, જેની મદદથી આપણે એકબીજા સાથે કનેક્ટેડ રહીએ છીએ. પરંતુ ફોનનો ઉપયોગ કરતા સમયે હવે આપણે બધા એક સમસ્યાનો ભોગ બનીએ છીએ, જેનું નામ છે જાહેરાતો. ખાસ કરીને જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરી રહ્યા છો, પરંતુ જો તમારા ફોન મોડેલમાં સ્ટૉક એન્ડ્રોઈડ નથી, તો તેમાં જાહેરાતોનો ઢગલો થઈ જાય છે. આ જાહેરાતો આપણે ઈરીટેટ તો કરે જ છે, સાથે સાથે તમારા ફોનની બેટરી અને ડેટા પણ ખાઈ જાય છે. પરંતુ કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે મોબાઈલ પર આવતી એડ્સ ઓછી કરી શકો છો, અથવા તો બંધ પણ કરી શકો છો.

ફોન પર આવતી એડ્સ ઈરીટેટ કરે છે ને, તો આ રીતે કરી દો બ્લોક

ફોનમાં આવતી એડ્સ ઓછી કરવાની પહેલી રીત

સૌથી પહેલા તો ફોનમાં આપેલા બ્રાઉઝર સેટિંગ્સ બદલી નાખો. મોટા ભાગના મોબાઈલ બ્રાઉઝર એડ્સ બ્લોકર એક્સટેન્શન અથવા એડ્સ અટકાવવાનો વિકલ્પ આપે છે. તમારે બસ બ્રાઉઝર સેટિંગ્સમાં જઈને આ વિકલ્પોને ઓન કરવાના છે.

બીજી રીત

એડ્સ બંધ કરવા માટે બ્લોકિંગ એપ્લીકેશનનો ઉપયોગ કરવો. પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર તમને આના માટે ઘણી ફ્રી અને સુરક્ષિત એડ બ્લોકર એપ્સ મળે છે. તેને ડાઉનલોડ કરીને તમે સેટિંગ્સ બદલીને આ એડ્સ બંધ કરી શકો છો.

ત્રીજો વિકલ્પ

વાઈ ફાઈ રાઉટરની મદદથી પણ તમે એડ્સ બ્લોક કરી શકો છો. આ રીતમાં જે પણ ડિવાઈસ જે તે રાઉટર સાથે કનેક્ટ હશે, ત્યારે તેમાં એડ્સ નહીં દેખાય. જો કે, આના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે.

રાઉટરની મદદથી એડ બ્લોક કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા રાઉટરને એડમિન પેજ પર લોગ ઈન કરો. આના માટે તમારા રાઉટરના ડિફોલ્ટ આઈપી એડ્રેસને કોઈ પણ વેબ બ્રાઉઝરમાં ટાઈપ કરો. સામાન્ય રીતે આ એડ્રેસ 192.168.0.1 અથવા 192.168.1.1 હોય છે.

સ્ટેપ 2: બાદમાં રાઉટર પેજ પર તમને ટ્રાફિક કંટ્રોલ અથવા એક્સેસ કંટ્રોલ જેવો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે અહીં તમને એડવાન્સ સેટિંગ્સ અથવા વેબ ફિલ્ટર જેવો વિકલ્પ મળશે, તે ઓપન કરો.

સ્ટેપ 4: આ સેક્શનમાં તમને એડ્સ અને ટ્રેકર વેબસાઈટના ડોમેઈન નેમ્સનું લિસ્ટ મળશે. આ બધા જ ડોમેઈન નેમ્સને બ્લોક કરી દો.

સ્ટેપ 5: લિસ્ટમાં ન દેખાતા કોઈ ખાસ ડોમેઈનને બ્લોક કરવા માટે તમારે તેને મેન્યુઅલી કનેક્ટ કરવું પડશે.

સ્ટેપ 6: હવે આ બધા જ ટાસ્કને સેવ કરો અને રાઉટરને રિસ્ટાર્ટ કરો.

હવે આ રાઉટર સાથે જે પણ ડિવાઈસ કનેક્ટ થશે, તેમાં એડ્સ નહીં દેખાય.

ફોનમાં આવતી એડ્સ રોકવાની હજી પણ એક રીત છે. જ્યારે જ્યારે તમે ફોનમાં કોઈ નવી એપ ઈન્સ્ટોલ કરો છો, ત્યારે મોટાભાગની એપ્સ શરૂઆતમાં જ એડ્સ બતાવવાની પરમિશન માગે છે. જો તમે એપ્સને આ પરમિશન નહીં આપો, તો એપ્સ બાદમાં એડ્સ નહીં બતાવી શકે.

Best Mobiles in India

English summary
How to block ads on phone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X