Duplicate Pan Card માટે ઓનલાઈન કરો અરજી, આ રહી પ્રોસેસ

By Gizbot Bureau
|

ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ અગત્યનો દસ્તાવેજ છે. એ જ રીતે દેશના દરેક કરદાતા માટે પાન કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. દરેક કરદાતા પાસે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો તે જોખમી સ્થિતિ છે. કોઈ તમારા કાર્ડનો દુરુપયોગ તો કરી જ શકે છે, સાથે જ તમારા પણ મહત્વના કામ અટકી શકે છે. પરંતુ તમે ડુપ્લીકેટ પાન કાર્ડ જરૂરથી કઢાવી શકો છો. ડુપ્લીકેટ પાન કાર્ડ કઢાવવું ખાસ અઘરું નથી, તમે ઓનલાઈન જ આ કામ સરળતાથી કરી શકો છો.

Duplicate Pan Card માટે ઓનલાઈન કરો અરજી, આ રહી પ્રોસેસ

તમને જણાવી દઈએ કે તમે આવકવેરા વિભાગમાં જાણ કરીને ડુપ્લીકેટ આધાર કાર્ડ મેળવી શકો છો. પરંતુ કેટલાક લોકોને ડુપ્લીકેટ પાન કાર્ડની વેલિડિટી પર ભરોસો નથી હોતો.

ડુપ્લીકેટ પાન કાર્ડથી તમારા કામ અટકતાં નથી. તમારે એ જાણવું જરૂરી છે કે ડુપ્લીકેટ પાન કાર્ડ પણ ઓરિજીનલ જેટલું જ ઉપયોગી છે. તેના દ્વારા પણ એ બધાં જ કાયદાકીય કામ થઈ શકે છે, જે ઓરિજીનલ પાન કાર્ડ દ્વારા થઈ શકે છે. પાન કાર્ડ ધરાવનાર વ્યક્તિ ડુપ્લીકેટ પાન કાર્ડનો કોઈ પણ જગ્યાએ મૂંઝાયા વગર ઉપયોગ કરી શકે છે. નવા પાન કાર્ડ મેળવવાની રીત ઓરિજિનલ પાન કાર્ડ મેળવવાની રીત કરતા ઘણી સરળ છે.

ચાલો, આજે અમે તમને અહીં એ જણાવીશું કે તમે ડુપ્લીકેટ પાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે કઢાવી શકો છો.

1. સૌથી પહેલા તમારે TIN-NSDLની સત્તાવાર વેબસાઈટ https://www.tin-nsdl.com/ પર જવું પડશે.

2. હવે તમારી સ્ક્રીન પર જે પેજ ખુલે છે, જેની ડાબી બાજુ ખૂણામાં ક્વિક લિંક્સ સેક્શન આપવામાં આવ્યું છે, ઓનલાઈન પાન કાર્ડ મેળવવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે.

3. હવે વિકલ્પમાં જઈને ઓનલાઈન પાન વિકલ્પની પસંદગી કરો. પછી તમારે નીચે સ્ક્રોલ કરીને પાન કાર્ડ રિ પ્રિન્ટ ઓપ્શનની પસંદગી કરવાની રહેશે.

4. ઓનલાઈન પાન કાર્ડ કઢાવવા માટે તમારે તમારું પાન કાર્ડ, આધાર નંબર (જે પાન કાર્ડ સાથે લિંક છે તે) અને જન્મ તારીખ ભરવાની રહેશે. છેલ્લે તમારે ત્યાં આપેલો સિક્યોરિટી કેપ્ચા કોડ ઈન્સર્ટ કરવો પડશે. અને બસ ફોર્મ સબમિટ કરી દો. હવે તમને એક ઓટીપી મળશે.

5. જો તમારું પાન કાર્ડ ભારતમાં ડિલીવર કરવાનું છે, તો તમારે 50 રૂપિયા ફી આપવી પડશે. પરંતુ જો આ પાન કાર્ડ ભારતની બહાર મંગાવવું છે, તો તમારે 959 રૂપિયા સુધીની ફી આપવી પડશે. આ ચૂકવણી થયા બાદ તમને રેકોર્ડ માટે એક નંબર આપવામાં આવશે.

ડુપ્લીકેટ પાનકાર્ડ માટે ક્યારે અરજી કરી શકાય?

1. જો તમારું ઓરિજિન પાન કાર્ડ ખોવાઈ ગયું છે, તો તમે ડુપ્લીકેટ પાન કાર્ડ મેળવી શકો છો.

2. જો તમારું એડ્રેસ, સહી કે બીજી કોઈ માહિતી બદલવી છે, તો તમે નવું પાનકાર્ડ મેળવી શકો છો.

ધ્યાન રાખો

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે, તો તમારે સૌથી પહેલા FIR નોંધાવવી પડશે. તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં FIR કરાવ્યા બાદ જ ડુપ્લીકેટ પાનકાર્ડ માટે અરજી કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
how to apply online for duplicate pan card

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X