Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar કાર્ડ ફાટી ગયું? માત્ર 50 રૂપિયામાં ઘરે બેઠા મેળવો PVC કાર્ડ
આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડનો ઉપયોગ જુદી જુદી ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કરવામાં આ છે. હવે જ્યારે આધાર કાર્ડ આટલું બધું મહત્વનું છે, ત્યારે તેને સંભાળીને રાખવું પણ જરૂરી છે. પરંતુ ઘણીવાર સંભાળીને રાખવા છતાંય આધાર કાર્ડ ખરાબ થઈ જાય છે, કેટલીકવાર તો તેના પરની પ્રિન્ટ પણ ભૂંસાઈ જાય છે. આ ઉપરાંત જો તમારી પાસે પણ વર્ષો જૂનું કાગળ પર છપાયેલું આધાર કાર્ડ છે, તો લેમિનેટ કરાવ્યા છતાંય, તેને ઘસારો જરૂર પહોંચ્યો હશે. આવી સ્થિતિમાં તમને PVC આધાર કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. આ માટે શું પ્રોસેસ કરવાની છે, તે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડમાં દર્શાવીએ છીએ.

PVC કાર્ડ કેવી રીતે ઓર્ડર કરશો?
PVC આધાર કાર્ડ માટે 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. તમે UIDAIની વેબસાઈટ પર જઈને 50 રૂપિયાની ફી આપી શકો છો. આ પીવીસી કાર્ડ આધાર કાર્ડના ડોક્યુમેન્ટને વધારે સુરક્ષિત બનાવે છે.
- PVC કાર્ડ માટે અરજી કરવા સૌથી પહેલા uidai.gov.in/ પર જાવ.
- અહીં My Aadhaar ટેબ પર ક્લિક કરો.
- Order Aadhaar PVC Card ઓપ્શન અંતર્ગત Order Now પર ક્લિક કરો.
- હવે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.
- બાદમાં Proceed પર ક્લિક કરો.
- હવેની સ્ક્રીનમાં તમારે એડ્રેસ અને મોબાઈલ નંબર ઈનપુટ કરવાનો છે.
- બાદમાં Submit બટન પર ક્લિક કરો.
- આટલું કરતા જ તમને તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ પર એક ઓટીપી આવશે.
- આ ઓટીપી ઈનપુટ કરીને Verify બટન પર ક્લિક કરો.
- હવે અહીં તમારી પાસે 50 રૂપિયાની ફી માગવામાં આવશે.
- આ ફી ભરવા માટે Pay Now પર ટેપ કરો.
- ફી ભર્યા બાદ તમારા નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવશે. હવે તમારી અરજી સ્વીકારાઈ ગઈ છે.
- તમારું પીવીસી કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર 15 દિવસમાં ડિલીવર થઈ જશે.
ઘણીવાર લોકોની બેદરકારીના કારણે આધાર કાર્ડ ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડને ફરીથી ઈસ્યુ કરાવવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે UIDAI ખોવાયેલા કાર્ડઝને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રિ ઈસ્યુ કરવાની સુવિધા આપે છે. તમે ઓનલાઈન વેબસાઈટ પરથી ઘરે બેઠા બેઠા ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ઈ આધાર કેવી રીતે મેળવશો?
જે વ્યક્તિનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, પરંતુ તેમને આધાર નંબર યાદ છે, તેઓ ઈ આધાર સીધા UIDAI વેબસાઈટ અથવા mAadhaar એપ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ ઈ આધાર પાસવર્ડ દ્વારા સુરક્ષિત હોય છે.
- સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જઈને myaadhaar.uidai.gov.in/ પર જાવ.
- Download Aadhaar પર ક્લિક કરો.
- હવે તમારે આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.
- આટલુ કરતા જ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી એન્ટર કરવાનો છે.
- ઓટીપી એટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
- આટલું કરતા જ તમારું ઈ આધાર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications