Pan Card 10 મિનિટમાં ઘરે બેઠા બેઠા જ બની જશે, ઓનલાઈન કરો અપ્લાય

By Gizbot Bureau
|

જો તમારી પાસે હજી પણ પાન કાર્ડ કે આધાર કાર્ડ નથી, તો તમારે તાત્કાલિક આ બંને જરૂરી કાર્ડ બનાવી લેવા જોઈએ. જો તમે પાન કાર્ડ બનાવવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ સેવ કરી લો. આ આર્ટિકલમાં અમે તમને એવા સ્ટેપ્સ જણાવીશું, જેનાથી માત્ર 10 મિનિટની અંદર અંદર તમે પાન કાર્ડ બનાવી શક્શો, એ પણ ઘરે બેઠા બેઠા. ઓનલાઈન ઈ પાન કાર્ડ બનાવવાની રીત એકદમ સરળ છે, તમે તમારા ફોનથી પણ પાન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો.

Pan Card 10 મિનિટમાં ઘરે બેઠા બેઠા જ બની જશે, ઓનલાઈન કરો અપ્લાય

ઈ પાન કાર્ડ માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

જો તમારે ઈ પાન કાર્ડ બનાવવું છે, તો સૌથઈ પહેલા તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઈ પાન કાર્ડ પણ ફિઝિકલ પાન કાર્ડ જેટલું જ માન્ય છે. તમારા આધાર કાર્ડ દ્વારા જ ઈ પાન કાર્ડ બની શક્શે. આ માટે સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપમાં https://www.incometax.gov.in/iec/foportal/ પોર્ટલ ઓપન કરી લો.

હવે નીચેની તરફ દેખાતા Instant E Pan ઓપ્શન પર ક્લિક કરો. હવે એક નવું પેજ ઓપન થશે, જેમાં ડાબી બાજુ Get New E PANનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો. હવે અહીં તમારે 12 અંકડાનો આધાર નંબર ઈન્સર્ટ કરવાનો છે.

બાદમાં નીચે દેખાતા I Confirm That ઓપ્શનને ટિક કરવાનું છે. હવે તમારા આધાર સથે લિંક થયેલા મોબાઈલ નંબર પર તમને એક ઓટીપી મળશે. આ ઓટીપી નાખ્યા બાદ તમારે ઈમેઈલ આઈડી ઈન્સર્ટ કરવાનું છે અને પાન કાર્ડ માટે તમારે જે માહિતી આપવી જરૂરી છે, તે ભરવાની છે.

આ ફોર્મ ભર્યાના થોડા સમય બાદ તમને પાન નંબર મળી જશે. આ પાન નંબરનો ઉપયોગ તમે ફિઝિકલ પાન કાર્ડની જેમ જ કરી શકો છો. આ રીતે અરજી કર્યા બાદ તમે આ જ વેબસાઈટ પરથી Check status/Download PANના વિકલ્પ પર ક્લિક કરીને પેન કાર્ડને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકો છો. ધ્યાન રાખો કે ઈ પાન કાર્ડ કઢાવવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફીઝ ચૂકવવાની નથી.

Best Mobiles in India

English summary
How to apply for E PAN Card online

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X