Driving License માટે ઘરે બેઠા કરો અરજી, ફોલો કરો આ સ્ટેપ્સ

By Gizbot Bureau
|

ડ્રાઈવિંગ લાઈસન્સ એક ખૂબ જ જરૂરી અને ઉપયોગી દસ્તાવેજ છે. ખાસ કરીને ભારત દેશમાં તો ડ્રાઈવિંગ લાઈસન્સ વાહન ચલાવવાના પરવાનાની સાથે સાથે ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકેય ખૂબ જ મહત્વનું છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ 18 વર્ષનું થાય કે વોટર આઈડીની સાથે સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવે છે. ડ્રાઈવિંગ લાઈસન્સ માટે તમારે એક આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો ભારતમાં તમારે લાઈસન્સ કઢાવવું છે, તો પર્મેનેન્ટ લાઈસન્સ પહેલા લર્નિંગ લાઈસન્સ કઢાવવું પડે છે.

Driving License  માટે ઘરે બેઠા કરો અરજી, ફોલો કરો આ સ્ટેપ્સ

તમે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. આજના આ આર્ટિકલમાં અમે તમને શીખવીશું કે કેવી રીતે તમે ઘરે જ બેઠા બેઠા લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજી કરી શકો છો. આ માટે બસ તમારે અહીં દર્શાવેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. બસ એટલું ધ્યાન રાખો કે લર્નિંગ લાઈસન્સ માટે અરજી જ ઓનલાઈન થાય છે, બાકીની પ્રક્રિયા માટે તો તમારે ઓફલાઈન જ કામ કરવું પડશે. આ ઉપરાંત ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે, સાથે જ દેશના ટ્રાફિકના કાયદા અંગે પણ જ્ઞાન હોવું જરૂરી છે. ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે તમારે ઉંમરના પુરાવા સહિત બીજા જરૂરી દસ્તાવેજ હાથવગા રાખવા પડશે.

આ રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ઓનલાઈન કરો અરજી

ડ્રાઈવિંગ લાઈસન્સ માટે જરૂરી બધી જ શરતોમાં જો તમે પાસ થતા હોય, તો તમે અહીં દર્શાવેલા સ્ટેપ્સ મુજબ ઓનલાઈન અરજી કરી શકો છો.

સ્ટેપ 1: સૌથી પહેલા સરકારની સત્તાવાર વેબસાઈટ https://parivahan.gov.in/parivahan/ પર લોગ ઈન કરો.

સ્ટેપ 2: હવે અહીં ઓનલાઈન સર્વિસ વિકલ્પ પર જાવ અને અહીં દર્શાવેલા ડ્રાઈવિંગ લાઈસન્સ રિલેટેડ સર્વિસ પર વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમે જે રાજ્યમાં રહો છો, તે રાજ્યનું નામ પસંદ કરો.

સ્ટેપ 4: હવે અહીં તમારે લર્નર લાઈસન્સ એપ્લીકેશન નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

સ્ટેપ 5: ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અહીં આપેલી ગાઈડલાઈન ધ્યાનપૂર્વક વાંચો અને અહીં તમારા અંગેની જરૂરી માહિતી ભરો.

સ્ટેપ 6: આ વેબસાઈટ પર તમારે મોબાઈલ નંબર અને આધાર નંબર પણ આપવાનો રહેશે.

સ્ટેપ 7: હવે આગળના તબક્કામાં લર્નિંગ લાઈસન્સ એપ્લિકેશનનું ફોર્મ ભરો.

સ્ટેપ 8: આ ફોર્મ ભર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજી પુરાવા અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ 9: હવે ટેસ્ટ આપવા માટેની તારીખ પસંદ કરો અને જરૂરી ફીનું પેમેન્ટ કરો.

ઉપર દર્શાવેલ મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કર્યા બાદ તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશએ. ફોર્મ ડાઉનલોડ કરતા પહેલા બધી જ વિગત બરાબર ચેક કરી લો. અહીં તમને Application Form ,Form no1 (self Declaration form) , LL Slot Booking, Fee Receipt ની તમારી વધી વિગતો જોવા મળશે અને તે બધું ડાઉનલોડ કરીને RTO લઈ જવાનું રહેશે. આરટીઓમાં તમારા તમામ જરૂરી દસ્તાવેજ ને વેરિફાય કરશે પછી તમને ઓનલાઈન ટેસ્ટ માટે મોકલવામાં આવશે. જો તમે computer ની ટેસ્ટ માં પાસ થઈ જાવ તો તમને ત્યારેજ Learning licence આપી દેવામાં આવશે.

જો તમારા રાજ્યમાં લર્નિંગ લાઈસન્સ માટેની અરજી માત્ર ઓનલાઈન જ થાય છે, તો તમારે આધાર ઓથેન્ટિકેશન ઓપ્શન પણ પસંદ કરવાનો રહેશે. આ રીતે તમારે લર્નિંગ લાઈસન્સ માટે તમારા શહેરની આરટીઓ ઓફિસ જવાની બિલકુલ જરૂર નથી. જેમ કે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં લર્નિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ પણ તમે ઘરે બેઠા ઓનલાઈન આપી શકો છો.

Best Mobiles in India

English summary
How to apply for a driving license online in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X