Just In
- 493 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઘરે બેઠા બેઠા ફ્રીમાં બનાવો આયુષ્માન ભારત કાર્ડ, મળશે 10 લાખનો લાભ
Ayushman Bharat Scheme અંતર્ગત ગરીબ અને ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને સરકાર તરફથી 10 લાખ સુધીની સારવાર મફત આપવામાં આ છે. જે ભારતીય નાગરિકો પાસે આયુષ્માન ભારત કાર્ડ હશે, તેમને આ યોજના અંતર્ગત ફ્રી સારવારનો લાભ મળી શકે છે.

કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર આપે છે, જેને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે 10 લાખ સુધીની કરી છે. કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને તેમ જ ગરીબ વર્ગના લોકોને મળે છે. તો શહેરી વિસ્તારમાં રહેતા ઓછી આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. ભારત સરકારની આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દેશના દરેક રાજ્યમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. જો તમારી પાસે હજી સુધી આયુષ્યમાન ભારત કાર્ડ નથી તો તમે તેને ઘરે બેઠા બેઠા ગણતરીની મિનિટોમાં બનાવી શકો છો.
આ રીતે કરો રજિસ્ટર
· આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ બનાવવું પડશે. આ માટે તમારે https://abha.abdm.gov.in/register પર જવું પડશે.
· અહીં તમને બે પ્રકારના વિકલ્પ આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ જોવા મળશે. તમે બંનેમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરીને આગળ વધી શકો છો.
· હવે આગામી સ્ટેપમાં તમારે આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ તમે જે પણ વિકલ્પ સિલેક્ટ કર્યો છે, તનો નંબર ઈન્સર્ટ કરવાનો છે.
· હવે આગામી સ્ટેપમાં તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. તે ઓટીપી ઈન્સર્ટ કરો.
· આટલું કરતા જ તમારું હેલ્થ અકાઉન્ટ ક્રિએટ થઈ જશે, અને તમે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શક્શો.
આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજી કેવી રીતે કરશો.
· જો તમારી આવક મર્યાદા કરતા ઓછી છે, તો તમે આ કાર્ડ માટે અરજી કરી શકો છો.
· આ માટે તમારે નજીકના જનસેવા કેન્દ્ર પર જવાનું છે.
· અહીં તમારે નેશનલ હેલ્થ મિશન સંબંધિત અધિકારી સાથે મુલાકાત કરવાની છે અને જરૂરી દસ્તાવેજ જેમ કે રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફની કૉપી જમા કરાવવાની છે.
· આટલું કર્યા બાદ સંબંધિત અધિકારી તમારા દસ્તાવેજની ખરાઈ કરશે.
· આ વેરિફિકેશન બાદ લગભગ 15 દિવસમાં તમને આયુષ્યમાન કાર્ડ મળી જશે.
ઓનલાઈન ડાઉનલોડ કરો આયુષ્યમાન કાર્ડ
· તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે નેશનલ હેલ્થ ઓથોરિટીની વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/selfprintcard પર જવાનું છે.
· અહીં તમારે આધાર કાર્ડ નંબર નોંધવાનો છે, અને વિકલ્પમાં મળતી સ્કીમમાંથી યોગ્ય સ્કીમ પસંદ કરવાની છે.
· બાદમાં તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરો અને આધાર કાર્ડ અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર ઈન્સર્ટ કરો.
· આગામી સ્ટેપમાં તમારે એગ્રી પર ક્લિક કરવાનો છે, જે બાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે ઈન્સર્ટ કરો.
· હવે તમને આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે, જેની તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications