Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
UAN નંબર એક્ટિવેટ કરવો છે સરળ, ફોલો કરો આ સ્ટેપ્સ
EPFO એટલે કે એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગોનાઈઝેશન પોતાના પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ હોલ્ડર્સ માટે એક ડિજિટ પાસબુક આપે છે. EPF પાસબુકમાં જમા થયેલી રકમ, મળી રહેલું વ્યાજ અને પીએફ અકાઉન્ટ અંગેની જુદી જુદી માહિતી આપવામાં આવે છે. આ ડિજિટલ પાસબુક પીએફ બેલેન્સ, કંપની દ્વારા આપવામાં આવેલો પીએફ અને તમારા દ્વારા જમા થયેલો પીએફ ઉપરાંત વ્યાજને ટ્રેક કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત લોન અથવા અન્ય ફાઈનાન્સિયલ સર્વિસ માટે અરજી કરતા સમયે પણ પીએફની આ ઈ પાસબુક જરૂરી દસ્તાવેજ તરીકે કામ લાગે છે. જો કે આ ઈ પાસબુક એક્સેસ કરવા માટે ઈપીએફઓ પોર્ટલ પર તમારો યુનિવર્સલ અકાઉન્ટ નંબર રજિસ્ટર્ડ અને એક્ટિવ કરાવવો જરૂરી છે. જો તમને આ પ્રોસેસ કરતા નથી આવતડી તો ચિંતા ન કરો. આ આર્ટિકલમાં અમે તમને પૂરી માહિતી આપીશું. આ આર્ટિકલ દ્વારા અમે તમને UAN એક્ટિવ કરવાના બધા જ સ્ટેપ્સ જણાવીશું. આ માટે તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.
આ રીતે એક્ટિવેટ કરો તમારો UAN નંબર
UAN નંબર એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા EPFO પોર્ટલ પર જાવ. બાદમાં તમારા હોમ બેજ પર લેફ્ટ સાઈડમાં દેખાતા સર્વિસ નામના વિકલ્પ પર ક્લિક કરો.
- અહીં તમને જુદા જુદા ઘણા વિકલ્પ મળશે. જેમાંથી તમારે My Employees પર ક્લિક કરવાનું છે.
- અહીં હોમ સ્ક્રીનની વચ્ચે Services સેક્શન જોવા મળશે. જેમાં તમારે Member UAN/Online Service પર લિંક કરવા માટે ક્લિક કરવાનું છે.
- આટલું જ કરતા જ એક નવો ટેબ ઓપન થઈ જશે. જ્યાં તમને જમણી બાજુ Important Links અંતર્ગત દેખાતા Activate UAN ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમને સ્ક્રીન પર UAN, મેમ્બર આઈડી, આધાર નંબર, નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ માગવામાં આવશે. આ માહિતીને ઈન્સર્ટ કરો.
- હવે તમારે Get Authorization Pin નામના બટન પર ક્લિક કરવાનું છે.
- હવે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, અને Validate OTP and Activate UAN પર ક્લિક કરો.
- હવે તમરી ઈપીએફ પાસબુક અને અન્ય સર્વિસ સુધી પહોંચવા માટે તમે યુએએન નંબર અ પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો.
તમારું પીએફ બેલેન્સ જાણવા માટે પણ તમારે યુએએન નંબરની જરૂર પડશે. એટલે આ યુએએન નંબરને સેવ કરી રાખો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications