Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં આ રીતે એક્ટિવેટ કરો 5G, આ રહ્યા સ્ટેપ્સ
એપલના આઈફોન યુઝર્સની હવે 5જી માટેની ઈંતેજારીનો અંત આવ્યો છે. ટેક જાયન્ટ કંપનીએ તાજેતરમાં જ 5જી માટે જરૂરી એવું iOS 16.2 બીટા વર્ઝન લોન્ચ કર્યું છે, જેને કારણએ યુઝર્સ હવે લેટ્સટ આઈફોન 14, આઈફોન 14 અને આઈફોન 12માં 5જી સર્વિસનો લાભ લઈ શક્શે. હાલ ભારતી એરટેલ અને રિલાયન્સ જીયોએ મોટા ભાગના શહેરોમાં પોતાની 5જી સર્વિસની શરૂઆત કરી દીધી છે, ત્યારે એપલની આ અપડેટ બાદ આઈફોન યુઝર્સ પણ સુપરફાસ્ટ નેક્સ્ટ જનરેશન 5જીનો ઉપયોગ કરી શક્શે.

એપલે આ સપ્તાહમાં જ iOS 16 5G Beta સોફ્ટવેર પ્રોગ્રામ રોલ આઉટ કરી દીધો છે. જેને કારણે યુઝર્સ એપલના આઈફોન 14, આઈફોન 14, આઈફોન 12 અને આઈફોન SE (થર્ડ જનરેશન) મોડેલ્સ પર હવે 5જી સર્વિસનો ઉપયોગ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે એપલ પોતાના બધા જ યુઝર્સ માટે ડિસેમ્બર મહિનામાં 5જી સર્વિસની અપડેટ લોન્ચ કરવાની છે.
સેમસંગ, શાઓમી, ઓપ્પો અને વીવો જેવી મોટી કંપનીઓ પહેલા જ 5જી બેન્ડને સપોર્ટ શરૂ કરી ચૂકી છે, ત્યારે આઈફોનના બીટા યુઝર્સ પણ હવે આ કેટેગરીમાં આવી ચૂક્યા છે. જે યુઝર્સ આઈફોનની ઓપરેટિંગ સિસ્ટમના બીટા વર્ઝનનો ઉપયોગ કરે છે, તેઓ પણ હવે 5જીની સુપરફાસ્ટ સ્પીડનો લાભ લઈ શક્શે. તમારા આઈફોનમાં iOS બીટા સર્વિસને કેવી રીતે ટર્ન ઓન કરવી અને 5જી નેટવર્કનો લાભ કેવી રીતે લેવો તે અમે તમને જણાવી રહ્યા છીએ.
બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો.
સૌથી પહેલા તો ચેક કરો કે તમે એપલના બીટા પ્રોગ્રામના ભાગ છો કે નહીં. જો તમે બીટા પ્રોગ્રામ યુઝ નથી કરી રહ્યા તો, એપલની સત્તાવાર વેબસાઈટ પર જઈને પબ્લિક બીટા પ્રોગ્રામ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો. ધ્યાન રાખો કે જો તમે બીટા પ્રોગ્રામનો ભાગ બનો છો, તો તેના કારણે તમારે કેટલાક બગ્સનો પણ સામનો કરવો પડી શકે છે.
એકવાર તમે બીટા પ્રોગ્રામનો ભાગ બની જશો કે પછી તમારે સેટિંગ્સમાં જઈને જનરલ અને સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરવાની છે. જેનાથી તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ થઈ જશે.
હવે આ ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ થયા બાદ તેને ઈન્સ્ટોલ કરો. જો કે આમ કરતા પહેલા ફોનમાં રહેલા તમારા જરૂરી ડેટાનો બેકઅપ લઈ રાખો.
તમારા હેન્ડસેટમાં iOS 16.2 beta વર્ઝન અપડેટ થયા બાદ આ અપડેટ જ તમારા એપલ ફોનમાં 5G સર્વિસને અનેબલ કરી દેશે. બાદમાં તમારા શહેરમાં કોઈ ટેલિકોમ કંપની 5જી સર્વિસ આપી રહી છે કે નહીં તે ચેક કરવાનું છે.
તમારા વિસ્તારમાં 5જી સર્વિસ મળી રહી છે કે નહીં તે ચેક કરવા માટે ફરી એકવાર સેટિંગ્સમાં જાવ. અહીં મોબાઈલ ડેટા પર ક્લિક કરીને મોબાઈલ ડેટા ઓપ્શન પર ટેપ કરો. હવે અહીં તમને વોઈસ, ડેટા અને 5જી નેટવર્ક જો અવેબેબલ હશે તો દેખાશે. જો તમારા વિસ્તારમાં 5જી સર્વિસ છે, તો તેના પર ટેપ કરો અને યુઝ કરવાની શરૂઆત કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications