ઇન્સ્ટાગ્રામ મેસેજિસને લેપટોપ અથવા ડેસ્કટોપથી પીસી પર કઈ રીતે ઓપન કરવા

By Gizbot Bureau
|

ડાયરેક્ટ મેસેજ અથવા જેને ડીએમ ના નામથી ઇન્સ્ટાગ્રામ યુઝર્સની અંદર ઓળખવામાં આવે છે તે ઇન્સ્ટાગ્રામ ની અંદર ચેટ કરવાની અનુમતિ આપતું હોય છે. અને ઇન્સ્ટાગ્રામ ના આ ડાયરેક્ટ મેસેજ ટીચર્સ ની અંદર તેઓ ફોટોસ વીડીયોઝ મેસેજ શેરિંગ લોકેશન વગેરે જેવી બધી જ સુવિધા આપતા હોય છે.

ઇન્સ્ટાગ્રામ મેસેજિસને લેપટોપ અથવા ડેસ્કટોપથી પીસી પર કઈ રીતે ઓપન કરવા

જોકે ઇન્સ્ટાગ્રામ ને પહેલાથી જ મોબાઇલ એપ્લિકેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે જેથી તેના મોટાભાગના ફીચર્સ અને માત્ર તેની અંદર સપોર્ટ કરવામાં આવે છે. જોકે ઇન્સ્ટાગ્રામ ની એક વેબસાઇટ પણ છે પરંતુ તેની અંદર માત્ર યુઝર ખાલી સ્ક્રોલ કરી શકે છે અને લાઈક અને કમેન્ટ આપી શકે છે. પરંતુ તે વેબસાઈટ ની અંદર યુઝર ફોટોઝ અથવા વિડીયો અપલોડ કરી શકતા નથી અને ડાયરેક્ટ મેસેજ નો રીપ્લાય પણ આપી શકતા નથી. તો જ્યારે તમારે તમારા લેપટોપ અથવા ડેસ્કટોપથી ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજ જોવા હોય ત્યારે તમે શું કરી શકો છો. તેના માટે પણ રસ્તો છે તે શું છે તેના વિશે આગળ જાણો.

વિન્ડોઝ તેમની અંદર ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કઈ રીતે કરવો

- વિન્ડોઝ સ્ટોર ને ઓપન કરી અને જમણી બાજુ ટોચ પર ઇન્સ્ટાગ્રામ માટે સર્ચ કરો

- ‎ત્યારબાદ તે પ્રોગ્રામની ઇન્સ્ટોલ કરી અને તેને રન કરો.

- ‎ત્યારબાદ તમારા ઇન્સ્ટાગ્રામ ના આઈડી અને પાસવર્ડ નાખી અને લોગીન કરો.

- ‎ત્યારબાદ તે પ્રકારની સાઇન ને આપણે મોબાઇલ વર્ઝન ની અંદર જોઈએ છીએ તે જ પ્રકારે ટોચ પર જમણી બાજુ આપેલ એરો આઇકોન પર ક્લિક કરો.

- ‎આ જગ્યા પર તમે બધા જ નવા મેસેજ જોઈ શકશો અને જેને તમારે રીપ્લાય આપવો હોય અથવા વાંચો હોય તેના પર ક્લિક કરી શકશો.

વિન્ડોઝ અથવા મેક પર એન્ડ્રોઇડ એમ્યુલેટર ના ઉપયોગ દ્વારા

જો તમે કોઇપણ વિન્ડોઝ અથવા મેકબુક નું જૂનું વર્ઝન વાપરી રહ્યા હો તો તમે કોઈ પણ એક સારા એન્ડ્રોઇડ એમ્યુલેટર ઇન્સ્ટોલ કરી અને ગુગલ એપ સ્ટોર માંથી ઇન્સ્ટાગ્રામ ની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

તેના માટે સૌથી પહેલાં તમારે કોઈપણ તમારી પસંદગીનું એન્ડ્રોઇડ એમ્યુલેટર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાનું રહેશે ત્યારબાદ ઓન-સ્ક્રીન જે ગાઈડલાઈન્સ આપવામાં આવે તેને અનુસરી અને તેને સેટ કરવાનું રહેશે. ત્યારબાદ ગુગલ પ્લે સ્ટોર ની અંદર થી ઇન્સ્ટાગ્રામ એપને ડાઉનલોડ કરો.

એક વખત જ્યારે તે એપ ડાઉનલોડ થઇ જાય ત્યારબાદ તેની અંદર લોગીન કરી અને તમે ડાયરેક્ટ મેસેજ મને તમારા કોમ્પ્યુટર પરથી જોઈ શકશો.

હવે, એક બીજો વિકલ્પ છે જે ખરેખર ઉપયોગમાં સરળ અને સુયોજિત કરવા માટે સરળ છે. તમારે ફક્ત તમારા કમ્પ્યુટર પર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરવું છે. ગૂગલે વિકાસકર્તાઓ માટે તેમની એપ્લિકેશનો બનાવવા અને પરીક્ષણ માટે એઆરસી સપોર્ટ ઉમેર્યો છે. પાછળથી, તેણે એઆરસી વેલ્ડર નામનું બીજું એક્સ્ટેંશન બહાર પાડ્યું, જે વપરાશકર્તાઓને એક એપીકે ફાઇલમાં એક્સેસ કરવાની અને ગૂગલ ક્રોમનો ઉપયોગ કરીને તેને ચલાવવા માટે પરવાનગી આપે છે.

Best Mobiles in India

English summary
How To Access Instagram On Any Computer Like A Desktop Or Laptop

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X