તમારા એપલ આઈફોન મા વોટ્સએપ માંથી જ GIF કઈ રીતે શોધવા

Posted By: Keval Vachharajani

ફેસબુક દ્વારા ખરીદેલ વોટ્સએપે ios યુઝર્સ માટે પોતાની એપ ને અપડેટ કરી છે વરઝ્ન નંબર v2.16.16 પર.

તમારા એપલ આઈફોન મા વોટ્સએપ માંથી જ GIF કઈ રીતે શોધવા

અપડેટ દ્વારા અમુક નાના નાના ફીચર્સ ને જોડવા મા આવ્યા છે. દાખલા તરીકે, પ્રોફાઈલ પિક્ચર ની જગ્યા એક્દુમ જમણી બાજુ ની બદલે વચ્ચે લઇ લેવા માં આવી છે, અને એપ પણ હવે વધુ ચોખ્ખી અને સાહજિક લાગે છે.

હા, આ એ બધા ફીચર્સ નથી કે જેના માટે તમે બધા ખુબ જ આતુર હતા, હવે વોટ્સએપ દ્વારા તમે અંતે GIF મોકલી શકશો અને સૌથી સારી વાત એ છે કે તેને ગોતવા માટે તમારે બીજી વેબસાઈટ નો સહારો નથી લેવો પડતો. તેનો મતલબ એમ થયો કે તમે વોટ્સએપ ની અંદર થી જ GIF ને ગોતી અને બીજા ને મોકલી શકો છો.

#સ્ટેપ-1 એપ ને તેના લેટેસ્ટ વરઝ્ન સાથે અપડેટ કરો

#સ્ટેપ-1 એપ ને તેના લેટેસ્ટ વરઝ્ન સાથે અપડેટ કરો

GIF ને એપ ની અંદર થી જ શેર કરવા માટે, સૌથી પેહલા તો તમારે એપ ને તેના લેટેસ્ટ વરઝ્ન સાથે અપડેટ કરવું પડશે.

#સ્ટેપ-2 વાતચીત શરુ કરો

#સ્ટેપ-2 વાતચીત શરુ કરો

એક વખત જયારે અપડેટ ઇન્સ્ટોલ થઇ જાય ત્યાર બાદ, પેહલા ની જેમ જ કોઈ સાથે વાતચીત ચાલુ કરો, ત્યાર બાદ તમને જયારે વાતચીત માં શબ્દો ની બદલે GIF ની જરૂર પડે ત્યારે, તમારી સ્ક્રિન ની ડાબી બાજુ પર નીચે આપેલા ‘+' બટન પર ક્લિક કરો.

#સ્ટેપ-3 ઓપ્શન માંથી પસંદ કરો 'ફોટો એન્ડ વિડિઓ લાઈબ્રેરી'

#સ્ટેપ-3 ઓપ્શન માંથી પસંદ કરો 'ફોટો એન્ડ વિડિઓ લાઈબ્રેરી'

‘+' બટન પર ક્લિક કર્યા બાદ, તમને તમારા સ્ક્રીન ની સામે ઘણા બધા ઓપ્શન્સ દેખાશે, તેમાં થી 'ફોટો એન્ડ વિડિઓ લાઈબ્રેરી' પર ક્લિક કરો.

#સ્ટેપ-4 GIF પર ક્લિક કરો

#સ્ટેપ-4 GIF પર ક્લિક કરો

હવે, GIF પર ક્લિક કરો(જેની આગળ સર્ચ આઇકોન આપવા માં આવેલ છે) અને તેમાં લખો જે પ્રકાર નું GIF તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવા માંગતા હો.

#સ્ટેપ-5 GIF ને કસ્ટમાઇઝ કરી અને શેર કરો

#સ્ટેપ-5 GIF ને કસ્ટમાઇઝ કરી અને શેર કરો

વોટ્સએપ તમને તમારા GIF ને કસ્ટમાઇઝ કરવા ની પણ અનુમતિ આપે છે, જેનો અર્થ એવો થાય છે કે તમે તમારા મિત્ર ને જે તે GIF મોકલતા પેહલા તેમાં ઈમોજી ને જોડી શકો છો, અને ટેક્સ્ટ ને પણ એડ કરી શકો છો.

English summary
Texting in WhatsApp can be much more fun now for you can search and send GIFs from within the app on Apple iPhones. Here's how you can do that.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot