રિલાયન્સ 4જી જીઓફોન કઈ રીતે 2જી ફીચરફોન ને લુપ્ત બનવું નાખશે

|

જયારે અત્યારે મોટાભાગ ના ગ્રાહકો જીઓફોન ને પોતાના ફીચરફોન તરીકે સૌથી વધારે પસન્દ કરી રહ્યા છે ત્યારે સામાન્ય ઓર્ડિનરી ફીચરફોન ના હવે માત્ર ગણતરી ના દિવસો બાકી વધ્યા હોઈ તેવું લાગી રહ્યું છે, કેમ કે જીઓ ખુબ જ સારા ડેટા અને વિડિઓ ના અનુભવ સાથે આવે છે જે બીજી બધી કંપનીઓ ને પોતાના પ્રોડક્શન પ્લાન માં સુધારો કરવા માટે મજબુર કરે છે.

રિલાયન્સ 4જી જીઓફોન કઈ રીતે 2જી ફીચરફોન ને લુપ્ત બનવું નાખશે

સાયબરમીડિયા રિસર્ચ (સીએમઆર) ના આંકડા બતાવે છે કે જૂન મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન 2 જી ફોનના બજાર હિસ્સામાં માત્ર છ મહિનામાં 17 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રિલાયન્સ રિટેલના 4 જી વેરિઅન્ટ, જેને જિયોફોન કહેવાય છે, એ જ ગાળામાં 9 ટકા પોઇન્ટ પોઇન્ટ સાથે 27 ટકા સુધી વધ્યો છે. અને આના પર થી સંજય કપૂર કે જે ભરતી એરટેલ ના ફોર્મર ચીફ એક્ઝીક્યુટીવ છે તેમણે જણાવ્યું હતું કે "ઓર્ડિનરી સ્માર્ટફોન હવે એક વાયેબલ ઓપ્શન નથી તેવું સાબિત થાય છે."

અને તેમણે ઈકોનોકિક ટાઈમ્સ ને જણાવતા કહ્યું હતું કે, આ વસ્તુ હજુ વધારે બુસ્ટ કરશે જયારે જીપીઆરએસ અને એજ ટેક્નોલોજો ડેફન્ક્ટ બની જશે. અને એક રિસર્ચ ના અહેવાલ મુજબ 2જી ફીચરફોન 2019 ના પ્રથમ ક્વાર્ટર ની અંદર હજી વધારે 25% નીચે જશે અને 2021 સુધી માં તે 10% કરતા પણ વધારે નીચે વાયુ જશે.

અને જીઓફોન ના વધતા જતા ક્રેઝ ના કારણે તેણે આખા ફીચરફોન માર્કેટ ને હલાવી નાખ્યું છે અને ઓછી કિંમતે વધુ સેવા આપવા માટે કંપનીઓ ને મજબુર કરી છે.

નિષ્ણાંતો નું જો માનવા માં આવે તો કંપનીઓ એ હવે 2જી ને ધીમે ધીમે મૂકી અને 4જી ફીચરફોન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, અને આ તેઓ એ આજે નહિ તો કાલે પણ કરવું તો પડશે જ કેમ કે ટેલ્કોઝ હવે ડેટા અને કન્ટેન્ટ પર પોતાની આવક માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અથવા તેઓ ને પોતાના ગ્રાહક વર્ગ ને જીઓફોન સાથે ખોવો પડશે, તેવું નિષ્ણાતો એ જણાવ્યું હતું.

એચએમડી ગ્લોબલ કે જે નોકિયા ના સ્માર્ટફોન ને બનાવે છે તેમણે પહેલા થી જ 4જી ફીચરફોન ના માર્કેટ માં આવી ગયા છે, અને ઇન્ડિયન સંર્ટફોન બ્રાન્ડ લાવા પણ 4જી ફીચરફોન ની માર્કેટ માં આવી શકે છે.

માઇક્રોમેક્સ અને કાર્બન કે જે ઇન્ડિયા ના 2જી બેઝિક ફોન ના સેગ્મેન્ટ માં ખુબ જ મોટી કંપનીઓ હતી તેઓ હવે અત્યારે પોતાના 2જી ફીચરફોન પ્રોડક્શન પ્લાન ને રિવ્યુ કરી રહ્યા છે જયારે જીઓફોન એ સૌથી સસ્તો ફીચરફોન ઇન્ડિયા ની બજાર માં ખુબ જ વધારે આગળ વધી ગયો છે.

માઇક્રોમેક્સ ના કફાઉન્ડર વિકાસ જૈન એ જણાવ્યું હતું કે ઓર્ડિનરી ફીચર ફોન ના સેલ્સ વોલ્યુમ ના કારણે કંપની ને જરૂર થી અસર થઇ છે અને હવે તેઓ પોતાના 2જી ફીચરફોન ના પ્રોડક્શન પ્લાન ને ફરીથી રીવ્યુ કરી અને હવે 4જી ફીચરફોન પર પોતાનું ધ્યાન આપશે, જો 2જી ફીચરફોન યુઝર્સ ને વધુ સારા ડેટા કેનક્શન ની જરૂર હોઈ તો. તે અપેક્ષા રાખે છે કે "લગભગ સામાન્ય હેન્ડસેટ માર્કેટ આગામી 12-18 મહિનામાં 4 જી ની અંદર જકન્વર્ટ થઇ જશે, જો સામાન્ય અને એલટીઈ ફીચરફોન વચ્ચેનો ખર્ચ અંતર કેરિયર્સના ટેકો સાથે બાંધી શકાય તો."

શશિન દેવસારે, કાર્બન મોબાઈલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે, જણાવ્યું હતું કે હવે હેન્ડસેટ વેન્ડર્સ એન્ટ્રી લેવલ સંર્ટફોન ને વધુ સારા બનાવશે કેમ કે હવે 2જી ફીચરફોન ની સંખ્યા ખુબ જ મોટા પ્રમાણ માં ઘટી રહી છે,

પરંતુ હેન્ડસેટ સેક્ટર ના બેરોન્સે જણાવ્યું હતું કે આ વાત માં સૌથી મોટી તકલીફ એ છે 4જી ફીચરફોન ને બનાવવા ની કિંમત કે જે ઓર્ડિનરી 2જી ફીચરફોન કરતા ખુબ જ વધારે છે,

અને તેના કારણે તેઓ એ જીઓ ના ફીચરફોન ની ખુબ જ ઓછી કિંમત સુધી પહોંચવું એ અશક્ય વાત છે કેમ કે જીઓ ના ફીચરફોન પર ઘણી બધી સબસીડી આપવા માં આવી રહી છે અને તેના માટે તેઓ એ ટેલ્કોઝ કંપનીઓ સાથે જોડાવું પડશે જેથી તેઓ જીઓ ના ફીચરફોન ને ટક્કર આપી શકે તેવી કિંમત સાથે 4જી ફીચરફોન લાવી શકે.

લાવા ઇન્ટરનૅશનલ ના પ્રેસિડન્ટ સુનિલ રૈના એ જીઓ નું નામ લીધા વગર જણાવ્યું હતું કે "કેમ કે તે ફીચરફોન પર ખુબ જ મોટી સબસીડી આપવા માં આવી રહી છે તેના કારણે અમારે ના છૂટકે બીજ ટેલ્કો કંપનીઓ સાથે જોડાવું પડશે." અને તેણે વધુ માં જણાવ્યું હતું કે "બીજા ઓપરેટર્સ સાથે ના સ્ટ્રેટેજિક ટાઇઅપ બાદ 4જી ફીચરફોન ને લાવવા માં આવશે."

CLSA મુજબ જીઓ ઇન્ફોકોમ ની અંદર માર્ચ 2021 સુધી માં 462 મિલિયન કસ્ટમર્સ જોડાઈ શકે છે, અને તેની અંદર થી 40% લોકો જીઓફોન યુઝર્સ હશે તેવું માનવા માં આવી રહ્યું છે. અને નિષ્ણાંતો ના કહેવા મુજબ જીઓ ની જે લેટેસ્ટ ઓફર છે જેની અંદર તમારા કોઈ પણ જુના ફીચરફોન ના એક્સચેન્જ પર તમને રૂ. 1000 સાથે બેઝિક જીઓફોન અને તે પણ રિચાર્જ સાથે તે 2જી ફીચરફોન માટે એક ખુબ જ મોટું કિલર સાબિત થઇ શકે છે.

જૈન એ જણાવ્યું હતું કે જીઓફોન જેવા ફોન ને મોટા પાયે ઉત્પાદન કરવા માટે એન્ડ ગ્રાહક ને ડીવાઈસ અને 4જી ટેરિફ બંને ના દ્રષ્ટિકોણ થી સરખી અને સારી કિંમત મળે તેના માટે કેરીઅર કંપનીઓ સાથે ભાગીદારી કરવી જ પડશે, અને તેમણે વધુ માં જણાવ્યું હતું કે માઇક્રોમેક્સ ઇન્કમ્બન્ટ્સ અથવા જિયો સાથે 4જી ફીચરફોન બનાવવા માટે વાત કરી રહ્યું છે,

મીડિયા સર્વિસ ગ્રુપ, સાયબરમીડિયા રિસર્ચ (સીએમઆર) ખાતે ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રૂપ (આઇઆઇજી) ના વડા રઘુ રામેં, જણાવ્યું હતું કે, જીઓફોન ની કિંમત ની નજીક આવવા માટે ડિવાઈઝ મેકર્સ ને પૂરતા ટેલ્કો સપોર્ટ સાથે ઇકોનોમિક સ્કેલ ની જરૂર પડશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How Reliance Jio 4G may make the 2G feature phone extinct

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X