ટ્રુ કોલર ના કોલ રેકોર્ડિંગ ફીચર નો ઉપીયોગ કરી અને કોલ કઈ રીતે રેકોર્ડ કરવા

|

ગયા મહિને ટ્રુ કોલરે પોતાની એન્ડ્રોઇડ એપ ની અંદર કોલ રેકોર્ડિંગ ફીચર ને ઉમેર્યું હતું. અને હવે આ ફીચર બીટા એપ ની બહાર આવી હૈયું છે અને લાભાગ બધા જ યુઝર્સ હવે આ ફીચર નો ઉપીયોગ પણ કરી શકે છે. આ કોલ રેકોર્ડિંગ ની સુવિધા ને પહેલા 14 દિવસ માટે ફ્રી રાખવા માં આવેલ છે. અને આ સેવા નો ઉપીયોગ કરવા માટે યુઝર્સે ત્યાર બાદ મન્થલી અથવા યરલી સબ્સ્ક્રિપશન પ્લાન ને ખરીદવા પડશે. તો જો તમે તમારા સ્માર્ટફોન પર ટ્રુ કોલર ના કોલ રેકોર્ડિંગ ફીચર નો ઉપીયોગ કરવા માંગતા હોવ તો આ આર્ટિકલ આગળ વાંચો.

ટ્રુ કોલર ના કોલ રેકોર્ડિંગ ફીચર નો ઉપીયોગ કરી અને કોલ કઈ રીતે રેકોર્ડ

ટ્રુ કોલર ની લેટેસ્ટ ફીચર કોલ રેકોર્ડિંગ નો ઉપીયોગ કરવા માટે તેની લેટેસ્ટ એપ ને ડાઉનલોડ કરો. અને તમારા સ્માર્ટફોન પર કોલ ને રેકોર્ડ કરવા માટે તેની અંદર ઇન્ટરનેટ કનેક્શન ની પણ કોઈ જરૂર નથી. અને તમારા ડીવાઈસ પર કોલ રેકોર્ડિંગ ફીચર સપોર્ટ કરે છે કે નહિ તે ચેક કરવા માટે 14 દિવસ ના ટ્રાયલ ને જરૂર થી શરૂ કરવું જોઈ.

આ સ્ટેપ ને અનુસરો

1. સૌથી પહેલા ટ્રુ કોલર એપ ને ડાઉનલોડ કરી અને તેને સેટ કરો

2. ત્યાર બાદ ડાબી બાજુ પર ટોચ ની તરફ આપવા માં આવેલ 3 આડા બાર આપવા માં આવેલ હશે તેના પર ટેપ કરો

3. 'કોલ રેકોર્ડિંગ' ના ફીચર ને પસન્દ કરો

4. ત્યાર બાદ નવી વિન્ડો ની અંદર સ્ટાર્ટ ફ્રી ટ્રાયલ પર ક્લિક કરો

5. બધી જ જરૂરી પરમિશન આપો

6. ત્યાર બાદ તે એક મેસેજ બતાવશે જેની અંદર લખેલું હશે કે 'કોલ રેકોર્ડિંગ અનેબલ્ડ'

અને એક વખત ઉપર જણાવેલ બધા જ સ્ટેપ પુરા થઇ ગયા બાદ ફોન ની કોલિંગ સ્ક્રીન પર ટ્રુ કોલર ના લોગો સાથે એક રેકોર્ડ બટન પોપપ થશે. અને ત્યાર બાદ તે બટન પર ક્લિક કરો અને કોલ્સ ને રેકોર્ડ કરવા નું શરૂ કરો.

અને જેમને ખબર નથી તેમના માટે કે, ટ્રુ કોલર એ એક ડેટાબેઝ છે કે જે યુઝર્સ ને અજાણ્યા કોલ્સ વિષે જાણવા ની અનુમતિ આપે છે. તેની અંદર તમે અજાણ્યા નઉમ્બર ની માહિતી મેળવી શકો છો, સ્પામ કોલ્સ ને બ્લોક કરી શકો છો, અને કોલ રેકોર્ડિંગ ના ફીચર ના મન્થલી સબ્સ્ક્રિપશન ની કિંમત રૂ. 49 રાખવા માં આવેલ છે જયારે યરલી સબ્સ્ક્રિપશન ની કિંમત રૂ. 449 રાખવા માં આવેલ છે.

અને બધી જ કોલ ની રેકોર્ડિંગ્સ ને જોવા માટે ટ્રુ કોલર ની એપ ને ઓપન કરી અને 3 આદિ લાઈન પર ક્લિક કરો, ત્યાર બાદ રેકોર્ડિંગ ના ડેટા બેઝ સુધી પહેંચવા માટે 'કોલ રેકોર્ડિંગ ફીચર પર ક્લિક કરો. અને ત્યાર બાદ કોઈ પણ ફાઈલ પર ક્લિક કરી અને તમે તેનું રેકોર્ડિંગ સાંભળી શકો છો.

Best Mobiles in India

English summary
How to record calls using TrueCaller call recording feature

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X