તમારા ટ્વિટર એકાઉન્ટ ને એપ હેક્સ થી કઈ રીતે બચાવવું

  છેલ્લા થોડા સમય થી બધી જ ગતિવિધિઓ નું ટ્વિટર ઘર બની ગયું છે, પછી ભલે તે એબ્યુઝ હોઈ, સ્પામ હોઈ, કે પછી માલવેર ને ફેલાવા નું હોઈ. અને આપડે બધા એ એવા ઘણા બધા કિસ્સા જોયા છે જેની અંદર કોઈ પ્રખ્યાત સેલિબ્રિટી નું ટ્વિટર એકાઉન્ટ ને હેક કરી લેવા માં આવ્યું હોઈ.

  તમારા ટ્વિટર એકાઉન્ટ ને એપ હેક્સ થી કઈ રીતે બચાવવું

  અને એવું કહેવા માં આવે છે કે, તમારા એકાઉંન્ટ પર થી કરવા માં આવતી કોઈ પણ ગતિ વિધિ ને પ્રેઇંગ આખો થી બચાવવા જોઈએ જેની અંદર તમારા પાસવર્ડ અને ટ્વિટ્સ નો પણ સમાવેશ થઇ જાય છે. સૌથી વધારે હેકિંગ તમારા DM ની અંદર મોકલવા માં આવેલ અજાણી લિંક ને ઓપન કરવા થી થાય છે જે સાચા અર્થ માં એક માલવેર લિંક હોઈ છે.

  પરંતુ સારી વાત એ છે કે, તમે તમારા ટ્વિટર એકાઉંટ ને નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરી અને બચાવી શકો છો.

  તમારા પાસવર્ડ ને દર એક મહિને બદલી નાખો

  સૌથી પહેલા તો તમારા પાસવર્ડ ને થોડા થોડા સમયે બદલતા રહો, મારા કહેવા નો અર્થ એમ છે કે દર અઠવાડિયે અથવા દર મહિને તમારા પાસવર્ડ ને બદલતા રહો, તે તમારા એકાઉંટ ને વધુ સારી રીતે સુરક્ષિત રાખશે. અને માટે તેટલું જ નહિ પરંતુ આલ્ફા ન્યૂમેરિકલ પાસવર્ડ રાખવા નો પ્રયત્ન કરવો કે જે 10 કરતા પણ વધુ શબ્દ નો બનેલો હોઈ અને તેમાં પણ સામાન્ય પાસવર્ડ ને રાખવા નહિ જેમ કે '123456' અથવા 'abcdefg'.

  એવો આલ્ફા ન્યૂમેરિકલ પાસવર્ડ રાખવો કે જે હેકર્સ સરળતા થી ગેસ ના કરી શકે. આવા કેસ ની અંદર તમે બેન પાસવર્ડ નું લિસ્ટ જોઈ શકો છો અથવા કોઈ આઈડિયા મેળવવા માટે ઈન્ટરનેટ પર થી પણ કોઈ આઈડિયા જોઈ શકો છો.

  લિંક ઓપન કરતા પહેલા ધ્યાન રાખો

  શું તમે જે લિંક ને ઓપન કરવા જય રહ્યા છો શું તેના વિષે તમે ચોક્કસ છો, સ્પામિંગ લિંક એ સોશ્યિલ એકાઉન્ટ ને કોમ્પ્રોમાઈઝ કરવા ની સૌથી કોમન રીત છે. તમે જયારે પણ આવી કોઈ લિંક ને જાણ્યા વગર ઓપન કરો છો અને ત્યાર બાદ જયારે તેની અંદર તમારી લોગઇન ડિટેલ્સ આપો છો ત્યારે તમે સ્કેમર્સ ને તમારી લોગઇન માહિતી આપતા હો છો. આ મેથડ ને પિશીંગ કહેવા માં આવે છે.

  ટ્વિટર ઘ્વારા લાઈવ વીડિયો એપીઆઈ લોન્ચ કરવામાં આવી

  3rd પાર્ટી ઇન્ટિગ્રેશન ને ટાળો

  આજ કાલ આપડે બધા કોઈ પણ વેબસાઈટ અથવા તો એપ કે જેને આપડે હમણાં જ ગુગલ પ્લે પર થી ડોઉનલોડ કરી છે તેની અંદર લોગઇન થવા માટે ફેસબુક આઈડી અથવા ટ્વિટર આઈડી નો ઉપીયોગ કરતા હોઈએ છીએ, આવું કરવા થી તમે જેતે સાઈટ ને તમારી અંગત વિગતો ને જાણવા ની અનુમતિ આપો છો જેના કારણે હેકર્સ ને તમારી માહિતી શોધવી વધારે સરળ બની જાય છે.

  અને જયારે એ શોધવું ખુબ જ અઘરું છે કે કઈ એપ અથવા વેબસાઈટ સાચી અને સારી છે અને કઈ નહિ તેથી કોઈ પણ 3રદ પાર્ટી ઇન્ટિગ્રેશન કરવું જ નહિ.

  ટ્વિટર પર તમારો ફોન નંબર જોડો

  માત્ર ટેક્સ્ટ પાસવર્ડ જ નહિ પરંતુ કંપની તમારી સુરક્ષા માટે એક વધારા ની સુરક્ષા માટે તમારા મ્બાએલ નંબર ને એડ કરવા ની પણ અનુમતિ આપે છે. તમારા મોબાઈલ નંબર ને રજીસ્ટર કરવા માટે, સેટિંગ્સ પે ક્લિક કરી ત્યાર બાદ પ્રાઇવસી પર જાવ, ત્યાર બાદ એકાઉન્ટ અને ત્યાર બાદ ફોન નંબર.

  એક વખત જેવો તમે તમારો ફોન નંબર તેની અંદર નાખશો એટલે તરત જ તમને તમારા મોબાઈલ પર એક કન્ફોર્મેશન મેસેજ આવશે જેની અંદર એક otp આપવા માં આવ્યો હશે ત્યાર બાદ તમારા ફોન નું રજીસ્ટ્રેશન પૂરું કરવા માટે તે otp ને નાખો.

  હંમેશા તેવા જ વ્યક્તિ ને ફોલો કરો જેને તમે ઓળખો છો

  આ સૌથી અગત્ય નું સ્ટેપ છે કે જેને તમારે ફોલો કરવું જ જોઈએ, હંમેશા તેવા જ વ્યક્તિ અથવા સેલેબ્રીટી ને ફોલો કરો જેને તમે ઓળખો છો અથવા તો જે વેરિફાઇડ હોઈ, એવી ઘણી બધી શક્યતા છે કે કોઈ અજાણ્યા એકાઉન્ટ માંથી તમને કોઈ બાબત પર લિંક મોકલવા માં આવે કે જે ખરેખર કોઈ સ્પેમ હોઈ. તો આવા લોકો થી ખાસ ધ્યાન રાખવું.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  Lately, Twitter has been a hotspot for all the actions including abuse, spam, and spreading malware. We've seen lots of examples of celebrities Twitter account being hacked by an anonymous group somewhere in the world.

  Get breaking news alerts from Gujarati Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more