બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

Posted By: Keval Vachharajani

આપડા માંથી ઘણા બધા લોકો નો મનપસંદ ટાઈમ પાસ યૂટ્યૂબ પર વિડિઓઝ જોવા છે. પરંતુ તેની ધીમી બફરીંગ સ્પીડ ના લીધે વિડિઓ જોવા ની મજા જતી રહે છે.

બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

સામાન્ય સંજોગો માં આપડે યુટ્યૂબ ના વિડિઓઝ ને વાઇફાઇ માં જોતા હોઈએ છીએ. કે જે દર વખતે ફાસ્ટ સાબિત નથી થતું.

બફરીંગ થવું એ સૌથી વધુ ગુસ્સો અપાવનારું કામ છે, ઘણી વખત એવું બનતું હોઈ છે કે વિડિઓ ની લંબાઈ કરતા વધુ રાહ બફરીંગ માં જોવી પડે છે.

જો કે, આ રહી એક એવી ટ્રીક જેના દ્વારા તમે યુટ્યૂબ પર કોઈ પણ વિડિઓ ને બફરીંગ વગર જોઈ શકશો.

બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

#1 ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો સ્માર્ટવિડિઓ યુટ્યૂબ એક્સટેન્શન

બધા જ યુટ્યૂબ ના યુઝર્સ એ માત્ર એટલું જ કરવા ની રહેશે કે, પોતાના મોઝિલા કે ક્રોમ બ્રાઉઝરમા સ્માર્ટવિડિઓ ફોર યુટ્યૂબ એક્સટેન્શન ને ઇન્સ્ટોલ કરવા નું રહેશે.

બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

#2 યુટ્યૂબ પર વધારાની વિકલ્પોની યાદી ઉપલબ્ધ થશે

સ્માર્ટ વિડિઓ યુટ્યૂબ એક્સટેન્શન ને ઇન્સ્ટોલ કર્યા બાદ, યુઝર એ યુટ્યૂબ પર કોઈ પણ વિડિઓ પ્લે કરવો, ત્યાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ હશે. યુટ્યૂબ વિડિઓઝ ની વચ્ચે માઉસ નું કર્સર ફેરવો, ત્યાં તમને એક નાનકડું પૉપ અપ બોક્સ દેખાશે.

બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

#3 ગ્લોબલ પ્રેફરન્સ ઓપ્શન પર ક્લિક કરો

સ્ટ્રીમ થઈ રહેલા વિડિઓ ની જમણી બાજુ પર દેખાતા ગ્લોબલ પ્રેફરન્સ ઓપ્શન પર ક્લિક કરો, ત્યાર બાદ સરળતા થી ત્યાં દેખાતા સ્માર્ટ બફર બોક્સ પર ચેક માર્ક કરો.

બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

#4 હવે યુટ્યૂબ વિડિઓઝ ને ફોર્સ બફર કરશે

સ્માર્ટ બફર બોક્સ ને પસઁદ કર્યા બાદ, તમે જે વિડિઓ જોશો તેને યુટ્યૂબ ફોર્સ બફર કરશે. હવે તમે બફરીંગ મા સમય વેડફ્યા વગર યુટ્યૂબ પર હાઈ સ્પીડ વિડિઓઝ જોઈ શકશો.

બફરીંગ વગર તમારા PC પર યૂટ્યૂબ વિડિઓઝ ને કઈ રીતે પ્લે કરવા.

# આ મેથડ ની એક ખામી

આ મેથડ નો અમલ માત્ર PC અથવા ડેસ્કટોપ પર જ થઈ શકે છે. મોબાઈલ યુઝર્સ પછી તે એન્ડ્રોઇડ હોઈ કે ios તેઓ આ સુવિધા નો લાભ લઈ શકતા નથી.

English summary
Here's how to play YouTube videos faster on your PC without wasting time on buffering.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot