Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
UPI મેથડથી એમેઝોન પર પેમેન્ટ કરવું છે? આસાન સ્ટેપ્સ ફોલો કરો
ઇ-કોમર્સ ટેક ઝાયન્ટ એમેઝોન દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ મોડથી પરિચિત કરાવ્યા છે. એમેઝોન એપ્લીકેશનનો ઉપયોગ કરી હતો તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકશો. જણાવી દઇએં કે પેમેન્ટ માટેની આ મેથડ અત્યારે માત્ર એમેઝોન એપ પર જ ઉપલબ્ધ છે, તે ડેસ્કટોપ પર ઉપલબ્ધ નથી.

જો ટ્રાન્ઝેક્શનની રાશી 10000 રૂપિયા કે તેથી નીચે હોય તો ગ્રાહક UPIનો ઉપયોગ કરી પેમેન્ટ કરી શકશો. આ પગલાની સાથે એમેઝોન ઇન્ડિયાએ તેમના કોમ્પિટિટર ફ્લિપકાર્ટ અને પેટીએમને ટક્કર આપી છે.
હવેથી એમેઝોન એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરતા ગ્રાહકોને પેમેન્ટ ઓપ્શન ડેબિટકાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગની સાથે UPI IDથી પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ મળી રહેશે. જો કે અત્યારે માત્ર એન્ડ્રોઇડ ડિવાઇઝમાં જ આ ઓપ્શન ઉપલબ્ધ છે. ભવિષ્યમાં iOS ડિવાઇઝમાં પણ આ ઓપ્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તમે વિચારતા હશો કે રિફંડ કરવાનું હોય તો શું? જી હા, ચિંતા કરવાની જરૂર નથી. ડેબિટ કાર્ડની માફક જ આ પેમેન્ટ મોડમાં પણ UPI ID જે બેન્ક સાથે લિન્ક હશે તે બેન્કમાં તમને રિફન્ડેડ અમાઉન્ટ મળશે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ એક એવી મેથડ છે જેમાં કોઇપણ પ્રકારના બેનિફિસરી એડ કર્યા વિના જ તમે એક બેન્ક અકાઉન્ટમાંથી બીજા બેન્ક અકાઉન્ટમાં પૈસા મોકલી શકો છો.
UPIથી એમેઝોનમાં પેમેન્ટ કેવી રીતે કરશો?
સ્ટેપ 1: તમારા એન્ડ્રોઇડ ડિવાઇઝમાં એમેઝોન ઇન્ડિયાની લેટેસ્ટ એપ્લિકેશન છે તે પુષ્ટિ કરો. લેટેસ્ટ વર્જન છે કે નહીં તે ચેક કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને એમેઝોન સર્ચ કરો. જો તમને અપડેટ ઓપ્શન દેખાય તો તેના પર ક્લિક કરો, અને જો "ઓપન" ઓપ્શન દેખાય તો કાંઇ ચિંતા કરવાની જરૂર નથી.
સ્ટેપ 2: 10,000 કે તેથી ઓછી કિંમતની કોઇ પ્રોડક્ટ પસંદ કરો અને બય ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: બય ઓપ્શનલ ક્લિક કરતાની સાથે જ ચેક આઉટ સ્ક્રિન ઓપન થશે, જેમાં તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ અને UPI સહિતની પેમેન્ટ મેથેડ જોઇ શકશો.
સ્ટેપ 4: તમારી પેમેન્ટ મેથડ તરીકે UPI મેથડ સિલેક્ટ કરો.
સ્ટેપ 5: UPI ઓપ્શન પસંદ કર્યા બાદ તમારી પાસેથી UPI ID માંગવામાં આવશે.
સ્ટેપ 6: વેરિફિકેશન બાદ પેમેન્ટ માટે BHIM જેવી UPI-lined મોબાઇલ એપ પર તમે રિડાયરેક્ટ થશો.
સ્ટેપ 7: પેમેન્ટ થઇ ગયા બાદ તમે એપ્લિકેશન કે પછી બ્રાઉઝરમાં તમારો ઓર્ડર જોઇ શકશે. ઓર્ડરના સક્સેસફુલ પ્લેસમેન્ટ માટે 10 મિનિટમાં જ પેમેન્ટ કરી લો તેની ખાસ કાળજી લેવી.
જેમ તમે જોયું, પેમેન્ટ કરવા માટે આ રીત એકદમ સરળ છે અને UPI ID સિવાય અન્ય કોઇ વસ્તુ માંગવામા આવતી નથી તેથી UPI મેથડ વધુ લોકપ્રિય બને તેવી શક્યતા છે. જો કે 10,000થી વધુની કિંમતનો સામાન ખરીદવાનો હશે તો UPI મારફતે પેમેન્ટ નહીં કરી શકો તેનું ખાસ ધ્યાન રાખવું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
