તો આવી રીતે મ્યૂટ કરો ઓટોપ્લે વીડિયોઝ વાળી સાઇટ

By Kalpesh Kandoriya
|

કલ્પના કરો કે તમે ઇન્ટરનેટ પર કોઇ અગત્યનું કામ કરી રહ્યા હોવ અને અચાનક જ તમારા સ્પિકર વાગવા માંડે તો કેવું લાગે? સામાન્ય રીતે ભૂલથી પણ તમારા માઉસનું કર્સર પોપ-અપ એડ પર જતું રહે ત્યારે તમારા સ્ક્રીન પર અચાનક જ એક જાહેરાત ખુલી જશે. ઘણા કેસમાં આપમેળે જ વીડિયો ચાલુ થઇ જતો હોય છે. તો આવી જાહેરાતોથી છૂટકારો મેળવવો સહેલો છે. નીચેના સ્ટેપ્સ ફોલો કરીને તમે આવી એડથી પરેશાન થયા વિના તમારું કામ કરી શકશો.

Chrome

Chrome

જો તમે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો 'silent site sound blocker'નામનું એક્સટેન્શન ટૂલ ઇન્સ્ટોલ કરી દો. આમ કર્યા બાદ આપમેળે જ બધી ટેબ મ્યૂટ થઇ જશે.

કોન્ટેક્ષ્ટ મેન્યુમાંથી તમે વેબસાઇટનું વ્હાઇટલિસ્ટ કે બ્લેકલિસ્ટ પણ બનાવી શકો છે. પોપઅપ ઓપન થાય ત્યારે અલાઉ ધીસ ટાઇમ ઓપ્શન સિલેક્ટ કરીને મેન્યૂઅલી પણ વ્હાઇટલિસ્ટ અને બ્લેકલિસ્ટ બનાવી શકશો.

નવી સાઇટ ઓપન કર્યા બાદ તમારી સ્ક્રીન પર એક પોપઅપ ઓપન થશે જે તમને પસંદગી માટે 4 ઓપ્શન આપશે.

1) ઓલેઇઝ અલાઉ (વ્હાઇટલિસ્ટ સાઇટ)

2) અલાઉ વન્સ (પ્રોમ્પ્ટ અગેન)

3) રીજેક્ટ વન્સ (પ્રોમ્પ્ટ અગેન)

4) નેવર અલાઉ (બ્લેકલિસ્ટ)

આ ટૂલમાં કેટલાક મોડ્સ પણ ઉપલબ્ધ છે.

1) અલાઉ વ્હાઇટલિસ્ટેડ ઓનલી

2) અલાઉ બ્લેકલિસ્ટેડ ઓનલી

3) સાઇલન્સ ઓલ સાઇટ્સ

4) અલાઉ ઓલ સાઇટ્સ

 Firefox

Firefox

જો તમે ફાયરફોક્સનો ઉપયોગ કરતા હોવ તો તેમાં પણ 'Mute Sites by Default' નામનું એડ-ઓન છે જે તમામ વેબસાઇટ્સને ઓટોમેટિકલી મ્યૂટ કરી દેશે.

આ ટૂલ દ્વારા પણ તમને તમારા મન પસંદની વેબસાઇટને વ્હાઇટલિસ્ટ કરવાનો ઓપ્શન આપવામા્ં આવશે. જે ઉપયોગમાં એકદમ સરળ રહેશે અને તમારું કામ પણ આસાન કરી દેશે.

તમારા એક્સટેન્શન્સના લિસ્ટમાં 'Mute Sites by Default' એક્સટેન્શન શોધ્યા બાદ ઓપશન્સ પર ક્લિક કરો અને એકપછી એક વ્હાઇટલિસ્ટેડ સાઇટ્સ ઉમેરતા જાઓ.

Safari

Safari

જો તમે OS X EI Capitan ચલાવી રહ્યા હોવ તો, નેટિવ ફિચર તરીકે આ ઓપ્શન ઉપલબ્ધ છે. એડ્રેસબારમાં બ્લૂ સ્પિકર આઇકન પર કરવાથી તમે જ્યારે પણ નવી વેબસાઇટ ઓપન કરશો કે તરત ઓટોમેટિકલી તમામ વેબસાઇટ મ્યૂટ થઇ જશે.

અને બીજી વખત આ આઇકન પર ક્લિક કરવાથી જે-તે સાઇટ અનમ્યૂટ થઇ જશે.

તમારા Instagram વિડિઓઝમાં સંગીત ઉમેરવા માટે 5 એપ્લિકેશન્સ

Opera

Opera

વેબસાઇઠ્સને મ્યૂટ કરવાની સૌથી સહેલી રીત ઓપેરામાં આપવામાં આવી છે. ટેપ ઉપર ક્લિક કરીને મ્યૂટ અધર ટેબ્સ નામના વિકલ્પ પર ક્લિક કરવાથી તમામ વેબસાઇટ મ્યૂટ થઇ જશે.

જે-તે ટેબને પસંદગી મુજબ અનમ્યૂટ કરી શકશો ઉપરાંત ઓરિઝિનલ ટેબ પર પરત જઇને રાઇટ ક્લિક કરીને અનમ્યૂટ અધર ટેબ્સ ક્લિક કરશો તો એક સાથે બધી ટેબ ફરી અનમ્યૂટ થઇ જશે.

જો કે આ રીત પર્ફેક્ટ નથી તેથી તમારે જે-તે ટેબને ઓપન કરો ત્યારે દરેક વખતે તમારે મ્યૂટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

Microsoft Edge

Microsoft Edge

વિન્ડોઝ 10ના યૂઝર્સ માટે Edgeમાં ટેબ મ્યૂટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. જો કે, 'Ear Trumpet' નામની એક ફ્રી એપની મદદથી તમે માઇક્રોસોફ્ટ એડ્ઝમાં પણ ટેબ મ્યૂટ કરી શકશો.

આ એપ ઓપન કરશો ત્યારે સિસ્ટમ ટ્રેનું પોપઅપ ઓપન થશે, જેમાંથી તમે ઇયર ટ્રમ્પેટના આઇકન પર ક્લિક કરીને જે-તે પ્રોગ્રામનું વોલ્યુમ ઘટાડી કે વધારી શકશો. જો કે આમાં વ્હાઇટલિસ્ટ કે બ્લેકલિસ્ટનો વિકલ્પ આપવામાં નથી આવ્યો.

Most Read Articles
Best Mobiles in India

English summary
Silent Site Sound Blocker is an extension tool, once installed, will mute all tabs automatically.You can whitelist or blacklist sites from the context menu that will pop up once you right-click the extension. You can also click on 'Allow this time only' to temporarily unmute sites.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more