Just In
- 461 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 462 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 463 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 464 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Youtube કેટલા પૈસા આપશે? 1000 વ્યુઝ પર થશે આટલી કમાણી
ઉત્તરપ્રદેશમાં એક યુટ્યુબરના ઘરે ઈન્કમ ટેક્સ વિભાગે રેડ કરી છે. આ રેડમાં યુટ્યુબર પાસેથી 24 લાખ રૂપિયા કૅશ મળી આવ્યા હતા. યુટ્યુબર તસ્લીમ ખાન પર આરોપ છે કે તેમણે ખોટી રીતે કરોડો રૂપિયાની કમાણી કરી છે. તસ્લીમ બે વર્ષથી પોતાના ભાઈ સાથે મળીને Trading Hub 3.0 નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે.

આ પ્લેટફોર્મ પર તેઓ શેરમાર્કેટ અંગેના વીડિયોઝ પોસ્ટ કરે છે. પરંતુ અહીં સવાલ એ છે કે યુટ્યુબ પરથી એટલી તો કેટલી કમાણી થઈ શકે છે કે તેમના ઘરે ઈન્કમ ટેક્સની રેડ પડી છે. તસ્લીમના ભાઈ ફિરોઝનું કહેવું છે કે તેમની યુટ્યુબ ચેનલ પરથી સારી એવી કમાણી થાય છે. અત્યાર સુધીમાં તેઓ યુટ્યુબ પરથી 1.20 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યા છે અને 40 લાખ રૂપિયા ટેક્સ ભરી ચૂક્યા છે.
યુટ્યુબથી કેટલી કમાણી થાય છે?
યુટ્યુબ ક્રિએટર્સને તેમના કન્ટેન્ટ પર આવતી એડ્ઝમાંથી થતી રેવન્યુનો કેટલોક ભાગ શૅર કરે છે. આ રેવન્યુ શૅર અલગ અલગ ક્રિએટર્સ માટે અલગ અલગ હોઈ શકે છે. યુટ્યુબથી મળતા પૈસા કન્ટેન્ટ કેટેગરી, વિસ્તાર સહિત બીજા ઘણા મુદ્દા પર આધાર રાખે છે. રિપોર્ટ્સની વાત માને તો કન્ટેન્ટ ક્રિએટર્સને એડ્ઝ રેવન્યુના 55 ટકા ભાગ મળે છે.
બસ આટલી શરતોનું ધ્યાન રાખો
જો કે આ માટે યુઝર્સે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામનો ભાગ બનવું જરૂરી છે. આ પ્રોગ્રામમાં ક્વોલિફાય કરવા માટે તમારી ચેનલ પર ઓછામાં ઓછા 500 સબસ્ક્રાઈબર્સ અને 3000 કલાકનો વોચ ઓવર ટાઈમ હોવો જરૂરી છે, આ ઉપરાંત યુટ્યુબ શોર્ટ્સ દ્વારા પણ ક્રિએટર્સ કમાણી કરી શકે છે. પરંતુ તેની રેવન્યુ અંગે ખાસ માહિતી જાહેર નથી થઈ.
વર્ષ 2022ના ડેટા પ્રમાણે અમેરિકામાં યુટ્યુબર્સની કમાણી લગભગ 4,600 ડૉલર એટલે કે લગભગ 3,77,234 રૂપિયા પ્રતિ માસ હતી. સરેરાશ વાત કરીએ તો યુટ્યુબ ક્રિએટર્સ લગભગ 1000 વ્યુઝ પર 18 ડૉલર એટલે કે 1,558 રૂપિયાની કમાણી કરે છે. કોઈ પણ ક્રિએટરની કમાણી તેમના કન્ટેન્ટ, ઓડિયંસ, વ્યુઝ અને સબસ્ક્રાઈબર્સ પર આધાર રાખે છે.
આ ઉપરાંત યુઝર્સ યુટ્યુબ શોર્ટ્સ દ્વારા પણ પૈસા કમાઈ શકે છે. સાથે જ મેમ્બરશિપ અને બ્રાન્ડ કોલાબ્રેશનથી પણ યુઝર્સને આવક થઈ શકે. એડવર્ટાઈઝિંગની જેમ જ યુઝર્સ કોઈ પણ બ્રાન્ડની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે ચાર્જ કરતા હોય છે, જે પણ મસમોટી આવક છે. એક ક્રિએટર યુટ્યુબ પરથી દર મહિને 5 ડિજિટ સુધીની કમાણી કરી શકે છે. પરંતુ આ માટે તમારે કન્સિસ્ટન્ટલી કન્ટેન્ટ પોસ્ટ કરવું જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications