માઈક્રોસોફ્ટ નું સ્લીક અને તેના નવા લેપટોપ કઈ રીતે તેના હરીફ સાથે સ્પર્ધા કરી રહ્યા છે

  ગુગલ ના ક્રોમ બુક અને એપલ ના મેક બુક ને ટક્કર આપવા માટે, માઈક્રોસોફ્ટે સરફેસ લેપટોપ કે જે વિન્ડોઝ 10 S પર બેઝડ છે તેને લોન્ચ કર્યા હતા અને મુખ્ય રીતે ભણતર ની બજાર ને ટાર્ગેટ કર્યું હતું. અને તેટલું જ નહિ આ સરફેસ લેપટોપ વિન્ડોઝ 10 S પર તો ચાલે જ છે પરંતુ તેને તમે વિન્ડોઝ 10 પ્રો સાથે અપગ્રેડ પણ કરી શકો છો.

  માઈક્રોસોફ્ટ કઈ રીતે એપલ અને ગુગલ સામે લેપટોપ ની હરીફાઈ કરી રહ્યું છે

  અને માત્ર તેટલું જ નહિ વધુ માં, વિન્ડોઝ 10 S છે તે બીજા પણ બધા જ ડિવાઈઝ સાથે ચાલી શકે છે જેમ કે મોબાઈલ કે ડેસ્કટોપ કે જેની અંદર તમારી પાસે સાડી લોગ એન ની એપ હોવી જોઈએ, અને પણ ડિવાઈઝ પર સરળતા થી લોગ્સ છો.

  ડિસ્પ્લે માં ફેરફાર

  નવા સરફેસ લેપટોપ ની અંદર સરફેસ પ્રો અને સરફેસ બુક ની અંદર થી થોડી વસ્તુ લેવા માં આવી છે જેમ કે, જેની અંદર 13.5 ઇંચ ની ટચસ્ક્રીન, પિક્સલસેન્સ એજ ટુ એજ ડિસ્પ્લે આપવા માં આવી છે. અને તેની અંદર 2256 x 1504 પિક્સલ્સ નું રિઝોલ્યૂશન આપવા માં આવેલ છે. જેને કોરીંગ ગોરીલા ગ્લાસ 3 નું રક્ષણ પણ આપવા માં આવેલ છે.

  વધુ પાવર

  અને હવે જો અંદર ની વાત કરીયે તો સરફેસ લેપટોપ ની શરૂઆત એકદમ નવા ઇન્ટેલ કોર i5 થી થાય છે, અને જેની અંદર તમને કોર i7 ચિપ નો ઓપ્શન પણ આપવા માં આવે છે. અને તમે તેની અંદર 4GB, 8GB અને 16GB રેમ મેળવી શકો છો, અને 128GB, 256GB અને 512GB નો SSD સ્ટોરેજ પણ મેળવી શકો છો.

  વધુ સુરક્ષા

  બીજા ફીચર ની અંદર તેની અંદર ઓમ્નીસોનિક સ્પીકર્સ ડોલ્બી ઓડીઓ પ્રિમયમ ની સાથે આપવા માં આવે છે, TPM ચિપ એન્ટરપ્રાઇઝ ગ્રેડ પ્રોટેકશન માટે અને વિન્ડોઝ નું સાઈન એન અને બીજું ઘણું બધું.

  મેકબુક માટે નું એકદમ ચોક્કસ હરીફ

  કંપની ના કહેવા મુજબ આ લેપટોપ મેકબુક એર અને મેકબુક પ્રો બંને કરતા વજન માં હળવું અને જાડાઈ માં તે બંને કરતા પતલુ છે, અને તેવો પણ દાવો કરવા માં આવી રહ્યો છે કે તે બંને કરતા આ લેપટોપ વધારે ઝડપી અને આની બેટરી લાઈફ પણ તેના કરતા ખુબ જ વધારે સારી છે, તેવો કંપની દ્વારા દવાઓ કરવા માં આવી રહ્યો છે.

  ભણતર પર વધારે ધ્યાન આપે છે

  જો વિન્ડોઝ 10 S ની વાત કરીયે તો એકરીતે આ એક લોક્ડ ડાઉન વરઝ્ન છે, જેના દ્વારા તે લેપટોપ ની સુરક્ષા, સ્ટેબિલિટી, અને સ્પીડ ને વધારવા માં મદદ કરે છે. આના દ્વારા તમે વિન્ડોઝ પર સામાન્ય જે રીતે એપ્સ ને ડાઉનલોડ કરો છો તે રીતે એપ્સ ને ડાઉનલોડ નહિ કરી શકો, અને માત્ર તેટલું જ નહિ પરંતુ કંપની જલ્દી થી પોતાના ઓફિસ સ્યુટ પ્રોગ્રામ ને પણ વિન્ડોઝ 10 S માટે ઉપલબ્ધ કરી આપશે જેની અંદર વર્ડ, એક્સસેલ, પાવર પોઇન્ટ નો સમાવેશ કરવા માં આવશે.

  વધારે વિન્ડોઝ 10 S લેપટોપ્સ માટે ટાઈ અપ્સ

  અને માત્ર તેટલું જ નહિ આ કંપની એ વધારે વિન્ડોઝ 10 S લેપટોપ્સ માટે બીજી પણ ઘણી બધી કંપનીઓ સાથે તારે અપ્સ કર્યું છે જેની અંદર એસર, આસુસ, ડેલ, ફૂજિત્સુ, HP, સેમસંગ, અને તોશિબા જેવી કંપની ઓ ના નામ નો સમાવેશ થાય છે.

  અને આ વિન્ડોઝ 10 S ને સપોર્ટ કરતા લેપટોપ ની કિંમત અંદાજે $189 (એટલે આશરે Rs. 12,119 જેટલી થાય છે.) અને જે લોકો વિન્ડોઝ 10 S વરઝ્ન વાળું લેપટોપ ખીરીદે છે તેલોકો વિન્ડોઝ સરળતા થી થોડા ખર્ચ દ્વારા વિન્ડોઝ 10 પ્રો અપગ્રેડ કરી શકે છે.

  English summary
  In an attempt to challenge Google's Chromebook and Apple's Macbook, Microsoft took efforts and launched Surface Laptops with Windows 10 S aimed mostly at the education market.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more