એન્ડ્રોઇડ નોટિફિકેશન ટ્રે ને સેન્ટ્રલાઈઝડ હબ દ્વારા ચોખ્ખી કઈ રીતે રાખવી

Posted By: Keval Vachharajani

એવું ઘણી વખત બનતું હોઈ છે કે આપડે ઘણા સમય સુધી નોટિફિકેશન ટ્રે ને ક્લીન નથી કરતા હોતા અને જેના કારણે એક સમય બાદ તે આપડી આખી સ્ક્રીન ને રોકતું હોઈ છે, જેના કારણે એવું બનતું હોઈ છે કે સ્ટેટ્સ બાર પર જગ્યા ટૂંકી પડે છે અને તે એપ આઇકોન્સ તેમાં આવી નથી શકતા, અને જેમ કે બધા ને ખબર જ છે તેમ એન્ડ્રોઇડ ફોન પર નોટિફિકેશન એક ખાસ જગ્યા પર આવે છે અને તે છે એન્ડ્રોઇડ નોટિફિકેશન પેનલ. 

એન્ડ્રોઇડ નોટિફિકેશન ટ્રે ને મેનેજ કરો સરળતા થી

ઘણા બધા નોટિફિકેશન વળી પેનલ તમને ઘણી વખત ગુસ્સો અપાવી શકે છે ખાસ કરી ને ત્યારે જયારે તમે કોઈ અગત્ય ના નોટિફિકેશન ને શોધી રહ્યા હો, જેના કારણે આજ ના આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવશું ભલે ગમે તેટલા નોટિફિકેશન આવતા હોઈ પરંતુ તમારી એન્ડ્રોઇડ નોટિફિકેશન ટ્રે ને કઈ રીતે સાફ અને વ્યવસ્થિત રાખવી.

સ્ટેપ-1:

સ્ટેપ-1:

સૌથી પહેલા તો તમારા સંર્ટફોન ની અંદર ગુગલ પ્લે સ્ટોર પર થી 'નોટિફિકેશન હબ' એપ ને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો.

સ્ટેપ-2:

સ્ટેપ-2:

ત્યાર બાદ, જયારે તમે એપ ને સૌથી પ્રથમ વખત ઓપન કરશો ત્યારે તમારી સામે બીજી બધી જ એપ્સ કે જે તમારા ફોન પર પહેલે થી જ છે તેનું એક લિસ્ટ આપવા માં આવશે.

સ્ટેપ-3:

સ્ટેપ-3:

ત્યાર બાદ, જેતે એપ ને તેની સામે આપેલા બોક્સ પર ક્લિક કરી અને પસન્દ કરો, આવું કરવા થી હવે થી તે એપ ના બધા જ નોટિફિકેશન ને એકજ બન્ડલ ની અંદર બતાવવા માં આવશે, એક વખત તે બધી એપ્સ પસન્દ થઇ જાય ત્યાર બાદ ટોચ પર આપેલા ફોરગ્રાઉન્ડ બટન પર ક્લિક કરો.

સ્ટેપ-4:

સ્ટેપ-4:

એક વખત તે બધું થઇ જાય ત્યાર બાદ, એપ તમારી પાસે થી તમારા નોટિફિકેશન નો પરવાનગી માગશે, તેની અંદર પણ 'ઓકે' પર ટેપ કરો અને નોટિફિકેશન હબ ની બાજુ માં આપેલી સ્વિચ ને પણ ઓન કરો અને ત્યાર બાદ તેને અલાવ કરો.

સ્ટેપ-5:

સ્ટેપ-5:

ત્યાર બાદ, જયારે તમે એપ્સ ના હોમ પેજ પર આવો છો, ત્યાર તમારી પાસે થી યુસેજ એક્સેસ માટે ફરી થી પરવાનગી માગવા માં આવશે, કે જેના દ્વારા નોટિફિકેશન ટેબ તમારા નોટિફિકેશન ને મેનેજ કરે છે, તેમાં પણ 'ઓકે' પર ક્લિક કરો.

English summary
There will be times, where the notifications haven't been cleared for quite some time, eating up our whole screen.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot