તમારા સેલફોન ના સિગ્નલ ને કઈ રીતે સરળતા થી વધુ સારા કરવા

Posted By: Keval Vachharajani

ઘણી વખત આપણ ને બધા ને આ સમસ્યા નો સામનો કરવો પડે છે, ઘણી વખત આપણા ફોન ની અંદર સિગ્નલ નથી હોતા, આવું કેરિઅર્સ ના ફોલ્ટ ના કારણે થતું હોઈ છે, અથવા તમારી આજુબાજુ માં કોઈ મટીરીઅલ હોઈ તે પણ તેને બ્લોક કરી શકે છે. જોકે, આ સિગ્નલ એક્સટેન્ડર, અને વાઇફાઇ કોલિંગ અને તેના જેવી જ બીજી ઘણી બધી વસ્તુઓ ની મદદ દ્વારા આ સમસ્યા નું સમાધાન ખુબ જ સરળતા થી નીકળી શકે છે.

તમારા સેલફોન ના સિગ્નલ ને કઈ રીતે સરળતા થી વધુ સારા કરવા

જેથી કરી અને આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ ટોચ ના 5 રસ્તા કે જેના દ્વારા તમે આ સમસ્યા થી ખુબ જ સરળતા થી છુટકારો મેળવી શકશો.

ફૂલ બેટરી

ફૂલ બેટરી

તમારા સેલફોન ટાવર ને તમારા ફોન દ્વારા સતત પવાર ની જરૂર પડતી હોઈ છે, જેથી કરી ને તે ફૂલ નેટવર્ક સિગ્નલ ને જાળવી શકે.તેથી જો તમારા ફોન ની બેટરી લો થઇ જશે તો તમારા ફોન ને સિગ્નલ પકડવા માં મુસખેલી થશે, અને આજ એ કારણ છે કે જેના લીધે આજે લગભગ બધા જ સ્માર્ટફોન ની અંદર બેટરી સેવેર નું ફીચર આપવા માં આવે છે.

અને બેટરી બચાવવા માટે તમારે જયારે તમે વાઇફાઇ, કે બ્લુટુથ, કે NFC વગેરે જેવા ઓપ્શન નો ઉપીયોગ ના કરતા હો ત્યારે તેને બંધ કરી નાખવા જેના કારણે તમે તમારા ફોન ની બેટરી ને ઘણા સમય માટે બચાવી શકો. અને માત્ર તેટલું જ નહિ પરંતુ બ્રાઇટનેસ ને ઘટાડવા થી પણ તમારા ફોન ની ઘણી બધી બેટરી બચી શકે છે.

બ્લોકીંગ એન્ટેના ટાવર્સ

બ્લોકીંગ એન્ટેના ટાવર્સ

ઘણી વખત જયારે આપડે ફોન પકડીએ છીએ ત્યારે ઘણી બધી વખત એવું બનતું હોઈ છે કે, આપડે આપડા ફોન પર આપેલા એન્ટેના ટાવર ને બ્લોક કરી નાખતા હોઈએ છીએ, અને આ એક મુખ્ય કારણ છે જયારે તમે ઘણી વખત ઓછા સિગ્નલ ટાવર મેળવો છો તેનું, જયારે તમે ફોન ને લેન્ડસ્કેપ મોડ ની અંદર પકડો છો ત્યારે ઘણી બધી વખત એવું બનતું હોઈ છે કે તમે તમારા ફોન પર આપેલા એન્ટેના ટાવર ને બ્લોક કરી નાખ્યું હોઈ, અને આવું ના થઇ તેના માટે ફોન ને બને ત્યાં સુધી અપરાઇટ પોઝિસશન ની અંદર જ પકડવો અને એન્ટેના બ્લોક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

વાઇફાઇ નેટવર્ક નો ઉપીયોગ કરો

વાઇફાઇ નેટવર્ક નો ઉપીયોગ કરો

સામાન્ય રીતે વાઇફાઇ કોલિંગ ની મદદ થી તમે તમારા સ્માર્ટફોન દ્વારા, તમે કોલ કરી શકો છો અને ટેક્સ્ટ પણ મોકલીશ શકો છો વાઇફાઇ નેટવર્ક મારફતે, અને તમે ઈન્ટરનેટ પર પણ કનેક્ટ કરી શકો છો. અને છેલ્લા થોડાક વર્ષો માં આ વાત ખુબ જ વધારે વ્યાપક બની ચુકી છે, જો ક્યારેય તમારા ફોન નું નેટવર્ક ઓછું થશે અને જો ત્યારે તમને કોઈ કોલ કે મેસેજ આવશે તે તમારા સુધી તમારા વાઇફાઇ કનેકશન દ્વારા પહોંચાડવા માં આવશે.

સિગ્નલ બુસ્ટર્સ

સિગ્નલ બુસ્ટર્સ

બીજો એક ઓપ્શન તમારી પાસે છે એ છે કે તમે કોઈ સિગ્નલ બસ્ટર ખરીદો, જેના દ્વારા તે તરત જ સિગ્નલ ને બુસ્ટ કરશે ભલે તેને કોઈ પણ પરિસ્થિતિ ની અંદર મુકવા માં આવે, આ ડિવાઈઝ સિગ્નલ ને 32X વધારે બુસ્ટ કરશે અને તેટલું જ મૈનટૈન કરી ને રાખશે પછી ભલે હકીકત માં ભલે સિગ્નલ ગમે તેટલું વીક હોઈ. આ પ્રકાર ના સિગ્નલ બુસ્ટર્સ 3 પ્રકાર ના આવે છે હોમ, વેહીકલ્સ અને ઇન્ડસ્ટ્રીઝ.

ફેમટોસેલ્સ

ફેમટોસેલ્સ

વાઇફાઇ ની જેમ જ, ફેમટોસેલ્સ પણ લેન્ડલાઈન ઈન્ટરનેટ પર કામ કરે છે, જેની અંદર મિનિમમ ડાઉનલોડ સ્પીડ 1.5mbps અને મિનીમ અપલોડ સ્પીડ 256kbps છે. જેની અંદર જુદા જુદા ફેમટોસેલ્સ આપવા માં આવ્યા છે જુદા જુદા નામ થી, અને તે નામ તેમના કેરિઅર્સ મુજબ નક્કી કરવા માં આવ્યા છે. આ લેન્ડલાઈન ઈન્ટરનેટ ને સેલ્યૂલર સિગ્નલ માં કન્વર્ટ કરી આપે છે. પરંતુ આવું કરવા થી તેની લેન્ડલાઈન સ્પીડ માં ચોક્કસ થી ઘટાડો આવી શકે છે.

English summary
At times, we have been through this problem -- Poor Network Problems. This happens because of carrier's fault, blocking materials near you.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot