તમારા ખુદ ના વોટ્સએપ સ્ટીકર્સ કઈ રીતે બનાવવા

|

ફેસબુક ની માલિકી વાળા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે અંતે હવે પોતાની એપ પર સ્ટીકર્સ નું ફીચર લોન્ચ કર્યું છે, અને લેટેસ્ટ અપડેટ દ્વારા વરઝ્ન 2.18 પર યુઝર્સ ને ઈમોજી ની બાજુ માં એક નવું સ્ટીકર્સ નો ઓપ્શન પણ હવે જોવા મળશે. અને શરૂઆત ની અંદર અપડેટ માં તમને માત્ર એક જ સ્ટીકર નું પેક આપવા માં આવે છે, જોકે બિલ્ટઇન સ્ટીકર સ્ટોર દ્વારા તમે વધુ પેક ને ડાઉનલોડ કરી શકો છો.

તમારા ખુદ ના વોટ્સએપ સ્ટીકર્સ કઈ રીતે બનાવવા

અને તે સ્ટોર ની અંદર તમે ગુગલ પ્લે સ્ટોર પર થી પણ સ્ટીકર્સ ના પેક ડાઉનલોડ કરી શકો છો. જો કે અત્યારે અમુક 3rd પાર્ટી ના સ્ટીકર્સ ઉપલબ્ધ છે પરંતુ અત્યારે એવા કોઈ ખાસ સારા સ્ટીકર્સ ઉપલબ્ધ નથી કે જેનો ઉપીયોગ કરવો આપણ ને ગમે. તો આપણે આપણા પોતાના જ સ્ટીકર્સ ને કેમ ના બનાવી અને વાપરીએ. તો જો તમે પણ તમારા ખુદ ના વોટસેઓ સ્ટીકર્સ બનાવવા માંગતા હોવ તો અમારી સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ ને ફોલો કરો.

પૂર્વ આવશ્યકતાઓ:

વોટ્સએપ નું લેટેસ્ટ વરઝ્ન(2.18) અથવા તેના ઉપર નું

ચાલુ ઇન્ટરનેટ કનેક્શન

પ્રથમ પગલું : કોઈ બેકગ્રાઉન્ડ વિના ફોટો લેવો

પરતમ તમારે જે હાવભાવ જોઈએતા હોઈ તેના સાથે ફોટો ક્લિક કરો અને ત્યાર બાદ કોઈ બેકગ્રાન્ડ વિના તેને PNG ફાઈલ ફોર્મેટ ની અંદર કન્વર્ટ કરો. તેવું કરવા માટે તમારો સ્માર્ટફોન ઓપન કરી અને ફોટોઝ ક્લિક કરો, ત્યાર બાદ ચાલો તેને કોઈ બેકગ્રાઉન્ડ વિના PNG માં કન્વર્ટ કરીયે. અને ત્યાર બાદ આપણે તેને વોટ્સએપ માં એડ કરીશું. તો જાણો કે તમારા ફોટોઝ ને કોઈ બેકગ્રાઉન્ડ વિના PNG માં કઈ રીતે કન્વર્ટ કરવા.

1.ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને કોઈપણ પૃષ્ઠભૂમિ ઇરેઝર એપ્લિકેશન માટે શોધો

2.હવે, તમે જે છબીને કન્વર્ટ કરવા માંગો છો તેને સ્ટીકરમાં ખોલો

3. પૃષ્ઠભૂમિ ભૂંસી નાખો અને તે પ્રમાણે પાક કરો

4.છબીને PNG ફોર્મેટમાં સાચવો (જેમ કે સ્ટીકરો માટે ફક્ત પી.એન.જી. ફોર્મેટનું સમર્થન કરે છે)

નોંધ: ઓછા માં ઓચા 3 ફોટોઝ ને ક્લિક કરો કેમ કે વોટ્સએપ એવા કોઈ સ્ટીકર્સ ના પેક ને નથી ચલાવતું જેની અંદર ઓછા માં ઓછા 3 સ્ટીકર્સ ના હોઈ.

જો તમે ઉપર જણાવેલ સ્ટેપ્સ ને અનુસરી લીધા હોઈ તો ત્યાર બાદ એક નવી એપ ઇન્સ્ટોલ કરો જેનું નામ ' પર્સનલ સ્ટીકર્સ ફોર વોટ્સએપ' છે.

1. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેને ખોલો

2. એપ્લિકેશન તમે બનાવેલ બધા સ્ટીકરોને આપમેળે શોધશે

3. સ્ટીકરની બાજુમાં આવેલા 'ઍડ' બટન પર ટેપ કરો

4. જ્યારે પૂછવામાં આવે ત્યારે ફરીથી 'ઍડ' વિકલ્પ પર ટેપ કરો

અને આ થઇ જાય ત્યાર પછી વોટ્સએપ પર જય અને ટેક્સ્ટ બોક્સ ની બાજુ માં આપેલા ઈમોજી બટન પર ટેપ કરો અને ત્યાર બાદ સ્ટીકર્સ ના ઓપ્શન ને પસન્દ કરી અને તમે જોડેલા સ્ટીકર્સ તેમાં છે કે નહિ તે શોધી અને તેમને મિત્રો ને સેન્ડ કરો.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to create your own WhatsApp Stickers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X