જાણો, ટ્વિટર હિસ્ટરી કઇ રીતે ક્લિયર કરશો?

By Kalpesh Kandoriya

  આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણી જીંદગીનો મોટો ભાગ બની ગયો છે. તમે શું કરી રહ્યા છો તે જાણવા માટે તમારા પરિજનો, મિત્રો, કલિગ કે તમારા બોસ આ પ્લેટફોર્મ પર ચોક્કસ તમને ટ્રેક કરવાનો પ્રયત્ન કરશે. અત્યારે ટ્વિટર સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ છે.

  જાણો, ટ્વિટર હિસ્ટરી કઇ રીતે ક્લિયર કરશો?

  જો તમે ટ્વીટર પર વધુ સક્રિય હોવ તો તમે તમારી ટ્વીટરની હિસ્ટરીને તમે ચિંતા માટેનું સ્પષ્ટ કારણ ગણી શકો છો. આ પોસ્ટમાં અમે ટ્વીટરની હિસ્ટરી કઇ રીતે ડિલિટ કરવી તે અંગે જણાવીશું.

  ટ્વીટર પરથી બધા મેસેજ કઇ રીતે ડિલિટ કરવા?

  DM Whackerના ઉપયોગથી તમે ટ્વીટરમાંથી ડાયરેક્ટ મેસેજ ડિલિટ કરી શકો છે. પરંતુ આ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા જૂના ટ્વીટરમાં સ્વિચ થવું પડશે, અને જો તમે આ સ્ટેપ્સને અનુસરશો તો તમને બિલકુલ મુશ્કેલી નહી પડે.

  સ્ટેપ 1

  ટ્વીટર પેજ ઓપન કરો અને જમણી બાજુના ખુણા પર રહેલા તમારા નામ પર ક્લિક કરો. સ્વિચ ટુ ઓલ્ડ ટ્વીટરને સિલેક્ટ કરો.

  સ્ટેપ 2

  ડીએમ વેકરનું ઑફિશિયલ પેજ ઓપન કરો અને તમારા બ્રાઉઝરના બુકમાર્ક લિસ્ટમાં આ ટૂલની લીંક ડ્રેગ કરી દો.

  સ્ટેપ 3

  ટ્વીટરના ડાયરેક્ટ મેસેજ પેજ પર જાઓ અને ડાયરેક્ટ મેસેજની હિસ્ટરી ડિલિટ કરવા માટે ડીએમ વેકર બૂકમાર્ક પર ક્લિક કરો.

  ટ્વીટર પરથી વ્યક્તિગત મેસેજ અને ટ્વીટ કઇ રીતે ડિલિટ કરશો?

  જો તમારે અમુક વ્યક્તિગત મેસેજ ડિલિ કરવા હોય તો આ સ્ટેપ ફોલો કરી તમે મેન્યુઅલી રીતે જે-તે મેસેજ ડિલિટ કરી શકો.

  સ્ટેપ 1

  ટ્વીટર પર લોગઇન કરો

  સ્ટેપ-2

  તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો અને બાદમાં તમારે જે ટ્વીટ ડિલિટ કરવું છે તેના પર ક્લિક કરો.

  સ્ટેપ 3

  ટ્વીટના ઉપરના જમણી બાજુએ રહેલા એરોને ક્લિક કરો અને ડિલિટ ઓપ્શન સિલેક્ટ કરો.

  જો તમારે ટ્વીટરનો કોઇ પર્ટિક્યુલર મેસેજ ડિલિટ કરવો હોય તો મેસેજ ઓપન કરો અને તેની ઉપરના હૉવરને સિલેક્ટ કરશો એટલે ડિલિટનો ઓપ્શન મળશે. તેને ક્લિક કરો અને જે-તે મેસેજ ડિલિટ કરો.

  તમારા બધા ટ્વીટ કઇ રીતે ડિલિટ કરશો?

  Twitwipeનો ઉપયોગ કરી તમે આખી ટ્વીટ હિસ્ટરી ક્લિયર કરી શકો. કઇ રીતે આ ટૂલનો ઉપયોગ કરવો તે જાણો.

  સ્ટેપ 1

  તમારા વેબ બ્રાઉઝર પર twitwipe.com વેબસાઇટ ઓપન કરો.

  સ્ટેપ 2

  "Sign in with Twitter" પર ક્લિક કરો, અને તમારા અકાઉન્ટને ઓથેન્ટિકેટ કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડો.

  સ્ટેપ 3

  "TwitWipe This Account" ટેબ પર ક્લિક કરો.

  આવી રીતે તમારા બધા જ ટ્વીટ ડિલિટ થઇ જશે.

  અપેક્ષા રાખુ છું કે કોઇપણ મુશ્કેલીનો સામનો કર્યા વિના હવે તમે તમારી ટ્વીટર હિસ્ટરીને ડિલિટ કરી શકશો અને તાજેતરમાં કરેલાં ટ્વીટને પણ રીમુવ કરી શકશો.

  જાણો કઈ રીતે આઈફોન અને આઇપેડ માં આઇઓએસ 11 રેટિંગ પૂછવાથી રોકવું


  English summary
  If you are hyperactive on Twitter, you might consider your Twitter history for obvious reasons. In this post, we will guide you through the deletion process of your Twitter history.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more