વોટ્સએપ પર તમારા મોબાઈલ નંબર ને કઈ રીતે બદલવો

|

એ વાત કોઈ નકારી નથી શકતું કે વોટ્સએપ એ આપણા જીવન નો એક ખુબ જ અગત્ય નો ભાગ બની ગયું છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ની અંદર તમે ફોટોઝ, ડોક્યુમેન્ટ્સ વગેરે મોકલી શકો છો અને સમય ની સાથે હવે તમે તેની અંદર વોઈસ અને વિડિઓ કોલ પણ કરી શકો છો. ટૂંક માં આજ કાલ ના સમય માં કમ્યુનિકેશન માટે એ વન સ્ટોપ સાબિત થઇ ગયું છે.

વોટ્સએપ પર તમારા મોબાઈલ નંબર ને કઈ રીતે બદલવો

અને આવા સમય માં ઘણી વખત એવું પણ બનતું હોઈ છે કે તમે તમારો જે અત્યાર નો નંબર હોઈ તે કાઢી નાખતા હોવ પરંતુ તમને એવું હશે કે વોટ્સએપ નો ડેટા વાયો ના જાય. અને આવી પરિસ્થિતિ ની અંદર તમારો વોટ્સએપ નો ડેટા વ્યો ના જાય તેના માટે ઘણા બધા રસ્તાઓ છે. અને આવું કરવા માટે વોટ્સએપ નું પોતાનું જ એક ફીચર છે જેનું નામ 'ચેન્જ નંબર' છે તેની અંદર તમે તે જ એકાઉન્ટ ની અંદર તે જ ફોન પર નંબર ને બદલી શકો છો.

અને આ ફીચર દ્વારા તમારો બધો જ ડેટા, જેમાં તમારી પ્રોફાઈલ ની માહિતી, તમારા ગ્રુપ્સ વગેરે તમારા નવા નંબર પર ટ્રાન્સફર થઇ જશે. અને માત્ર તેટલું જ નહીં તે તમારા જુના નંબર સાથે સન્કળાયેલા બધી જ વસ્તુઓ ને ડીલીટ કરી નાખશે જેના કારણે તમારા કોન્ટેક્ટ ના લોકો ને તમારો જૂનો નંબર તેમના લિસ્ટ માં જોવા જ નહીં મળે.

તમે જયારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર તમારા વોટ્સએપ નંબર ને બદલતા હોવ ત્યારે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરવા ની જરૂર છે.

તમારા નવા નંબર વાળું સિમ કાર્ડ તમારા ડીવાઈસ માં નાખો

વોટ્સએપ ને ઓપન કરો

ચેક કરો કે તમારો જૂનો નંબર અત્યારે વેરિફાયડ છે કે નહીં? તમે કયો નંબર વેરિફાયડ છે તે વોટ્સએપ > મેનુ બટન > સેટિંગ્સ અને તમારી પ્રોફાઈલ ફોટો ને ક્લિક કરી અને જોઈ શકો છો.

વોટ્સએપ > મેનુ બટન > સેટિંગ્સ > એકાઉન્ટ > ચેન્જ નંબર

તમારા જુના ફોન નંબર ને ટોપ બોક્સ ની અંદર નાખો

અને નીચે ના બોક્સ માં નવા નંબર ને નાખો

અને ત્યાર બાદ ડન પર ટેપ કરો

અને ત્યાર બાદ તમારા નવા નંબર ને વેરિફાયડ કરવા માં આવશે

અને આઈફોન ની અંદર ફોન નંબર બદલતી વખતે તમારે નીચે જણાવેલ પગલાં ને અનુસરવા ની જરૂર પડશે.

સેટિંગ્સ > એકાઉન્ટ > ચેન્જ નંબર

પ્રથમ બોક્સ ની અંદર તમારો અત્યાર નો મોબાઈલ નંબર નાખો

અને બીજા બોક્સ માં તમારો નવો ફોન નંબર નાખો

અને ડન પર ટેપ કરો

હા એક વાત નું ધ્યાન રાખવું કે જયારે પણ તમે ફોન નંબર ને બદલશો ત્યારે તમારા કોન્ટેક્ટ ને તમારા નવા નંબર વિષે જાણ નહીં કરવા માં આવે. જો કે જે લોકો તમારી સાથે ગ્રુપ માં વાતો કરે છે માત્ર તેમને જ ખબર પડશે કે તમે તમારો નંબર બદલ્યો છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to change your phone number on WhatsApp

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X