ફ્લિપકાર્ટ અને એમેઝોન ની 'ઇન્સ્ટન્ટ ક્રેડિટ ઓફર કઈ રીતે કામ કરે છે

|

ઇન્ડિયા ની મોટી ઇકોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન ગ્રાહકો ને ટર્મ્સ અને કંડિશન ના બેઝ પર રૂ. 60,000 સુધી નું ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને નો કોસ્ટ ઈએમઆઈ ઓફર કરે છે.

ફ્લિપકાર્ટ અને એમેઝોન ની 'ઇન્સ્ટન્ટ ક્રેડિટ ઓફર કઈ રીતે કામ કરે છે

તો જો તમે કેશ ના અભાવ ના કારણે આ ઓફર ની અંદર જવા માટે વિચારી રહ્યા હોવ તો તેમાં જતા પહેલા આ ઓફર કઈ રીતે કામ કરે છે તે અહીં જાણો.

પૂર્વજરૂરીયાતો

તમને આ ઇન્સ્ટન્ટ ક્રેડિટ ની અંદર કેટલી લોન મળી શકે છે તેના માટે પહેલા તો તમારે કેવાયસી માટે જવું પડશે. પહેલા તમારે કેવાયસી નોર્મ્સ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ ની જરૂર પડતી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ ના નવા જજમેન્ટ બાદ પ્રાઇવેટ કંપનીઓ અઢાર નો ઉપીયોગ કરી શક્તિ નથી તેમ છત્તાં પણ આ બધી કંપનીઓ કેમ આધાર માંગે છે તે ખબર નથી પડી રહી અને તે જાણવા માટે જ અમે બંને ફ્લિપકાર્ટ અને એમેઝોન ને ઈમેલ કર્યા હતા. આ ઈમેલ નો જવાબ ફ્લિપકાર્ટે હજુ સુધી આપ્યો નથી ત્યારે એમેઝોને જવાબ આપતા જણાવ્યું હતું કે " સ્થાનિક નિયમનોનું પાલન કરવું એ અમારા માટે અગ્રતા છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના પાલનમાં, અમારા ધિરાણ ભાગીદારોએ આધાર આધારિત નવા નોંધણીને બંધ કરી દીધી છે અને ચુકાદા મુજબ કેવાયસી કરવાના અર્થ પર સ્પષ્ટતા મેળવવાની પ્રક્રિયામાં છે."

એક વખત જયારે કેવાયસી નોર્મ્સ પુરા થઇ જાય છે ત્યારે બાદ તમે જાણી શકો છો કે તમને કેટલી લોન મળી શકે તેમ છે. આ ઓફર નો લાભ મેળવવા માટે તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોવું જ જોઈએ એવી કોઈ જ જોગવાઈ કરવા માં આવી નથી. પરંતુ લોન ને ભરપાઈ કરવા માટે તમારે તમારી બેંક ની વિગતો આપવી પડશે.

ઇએમઆઈ કાર્યકાળના વિકલ્પો

બંને કંપનીઓ ઈએમઆઈ પ્લાન માટે 4 અલગ અલગ ઓપ્શન આપે છે. કે જે 3, 6, 9, અને 12 મહિનાઓ માટે નો નો ડાઉનપેમેન્ટ માટે ની ઓફર આપે છે. અને ફ્લિપકાર્ટ તમને આવતા મહિને પે કરવા માટે નો પણ ઓપ્શન આપે છે કે જે લોકો ઈએમઆઈ માં જવા નથી માંગતા. આવતા મહિને પેમેન્ટ કરવા ના ઓપ્શન ની અંદર ગ્રાહક ને આવતા મહિના ની 15મી તારીખ પહેલા પેમેન્ટ કરવું પડશે. આ ઓફર વિશેની માહિતી આ પ્લેટફોર્મ્સના મોબાઇલ એપ્લિકેશન્સ, એક પ્રેસ રિલીઝ અને એમેઝોનથી જવાબોને ઇમેઇલ કરવામાં આવી છે. નો પ્રી પેમેન્ટ ઓપ્શન

આ કંપનીઓ ના એપ્સ ના FAQ વિભાગ ના અનુસાર ફ્લિપકાર્ટ ની અંદર લોન ના પ્રિપેમેન્ટ કરવા ની સુવિધા આપવા માં આવી નથી. જયારે નિજી તરફ એમેઝોન પે ઈએમઆઈ ની અંતર્ગત તમે લોન નું પ્રિપેમેન્ટ પણ કરી શકોપ છો.

તો આવો આ ઓપ્શન્સ ના ટર્મ્સ અને કન્ડિશન વિષે જાણીયે.

એમેઝોન પે ઈએમઆઈ ઓપ્શન્સ

તમે આ સુવિધા નો લાભ માત્ર એમેઝોન ની એપ દ્વારા જ લઇ શકો છો. અને એમેઝોન પે ઈએમઆઈ ની સુવિધા અત્યારે માત્ર અમુક ગ્રાહકો પૂરતી જ રાખવા માં આવી છે તેથી બધા જ ગ્રાહકો આ સુવિધા નો લાભ નહીં લઇ શકે.

ક્રેડિટ ઓફર ની અંદર તમે એક સમય એક જ વસ્તુ ની ખરીદી કરી શકો છો. જેની મિનિમમ વેલ્યુ 8000 હોવી જોઈએ. અને તમે આ ક્રેડિટ નો ઉપીયોગ કરી અને ઘણી બધી ખરીદી કરી શકો છો. તમે આનો ઉપીયોગ એક્સચેન્જ ઓફર્સ અને ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પર નથી કરી શકતા.

અત્યારે આ સેવા એમેઝોન દ્વારા માત્ર ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ પર જ માત્ર 6 બેંક ઉપર જ ઉપલબ્ધ છે. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક, કેનરા બેન્ક, સિટી બેન્ક, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક.

તમે જે લોન લીધી છે તેના પર કેટલા ટકા ઇંટ્રેસ્ટ રેટ લગાવવા માં આવે છે તે તમારા પેમેન્ટ ના પેજ પર બતાવવા માં આવશે. એમેઝોન ઇન્ડિયાના ઇમર્જિંગ પેમેન્ટ્સના ડિરેક્ટર, વિકાસ બંસલે જણાવ્યું હતું કે, "આ ઇએમઆઈ યોજનાઓ પર ચાર્જ વ્યાજ દર 18 ટકા છે."

એપ પર જે FAQs આપવા માં આવેલ છે તેના આધારે, એમેઝોન પ્રોમોશન્લ ઓફર્સ ને પણ નો કોસ્ટ ઇએમઆઇ સાથે રન કરી શકે છે અને તે તમારા પેમેન્ટ ના પેજ પર બતાવવા માં આવશે.

અને આ સ્કીમ ની ટર્મ્સ અને કન્ડિશન ના અનુસાર તેમના કીધા ગ્રાહકો માટે એમેઝોન પે ઇએમઆઇ ને માફ કરી દેવા માં આવશે. અને તે સ્કીમ નો કોસ્ટ ઇએમઆઇ ની જેમ કામ કરશે.

તમે જે વસ્તુ ને ઇન્સ્ટન્ટ ક્રેડિટ દ્વારા ખરીદી રહ્યા છો તે રિસ્ટ્રિક્ટેડ પ્રોડક્ટ લિસ્ટ માં ના હોવી જોઈએ. અને તે રિસ્ટ્રિક્ટેડ પ્રોડક્ટ્સ ની અંદર જ્વેલરી, ગિફ્ટ કાર્ડ, એમેઝોન પેમેન્ટ બેલેન્સ ટોપ-અપ, એમેઝોન ગ્લોબલ સ્ટોરના ઉત્પાદનો, અને કિંડલ ઇ-બુક્સ નો સમાવેશ થાય છે." અને તમારા ખીરીદી નું એએમએ ખરીદી ના બીજા મહિના ના 5માં દિવસ થી શરૂ થશે. દા.ત. જો તમે મેં મહિના ની અંદર વસ્તુ ની ખરીદી કરી હશે તો તમારું એએમઆઈ 5મી જુલાઈ ના રોજ થી શરૂ થશે. અને તે તારીખ બદલી નહીં શકે. અને લોન ની ચૂકવી કરવા માટે તમારે તમારી બેંક અથવા ડેબિટ કાર્ડ ની વિગતો આપવી પડશે.

ઓટો પેમેન્ટ સેટઅપ માટે રૂપે કાર્ડ સપોર્ટેડ છે.

જો તમે કોઈ ઇએમઆઇ ની તાયીખ ચુકી જશો તો પેનલ્ટી કેટલી કિંમત બાકી છે અને કેટલા દિવસ થી બાકી છે તેના પર લગાવવા માં આવશે.

વિલંબિત ચુકવણી પર દંડ

""""TABLE""""""

ફ્લિપકાર્ટ નો કાર્ડલેસ ક્રેડિટ ઓપ્શન

અને તેવી જ રીતે ફ્લિપકાર્ટ પણ કાર્ડલેસ ક્રેડિટ ની સુવિધા આપી રહ્યું છે. પરંતુ એમેઝોન ની જેમ તેઓ પણ આ સુવિધા અત્યારે અમુક ગ્રાહકો સુધી જ સીમિત રાખી રહ્યા છે. અને કેવાયસી નોર્મ્સ ને પુરી કર્યા બાદ તમે જાણી શકો છો કે તમને કેટલી લોન મળી શકે તેમ છે. અને અહીં પણ તમે આ સુવિધા નો ઉપીયોગ સોનુ અને ઘરેણાં ખરીદવા માટે નથી કરી શકતા.

ફ્લિપકાર્ટ એપ ના FAQ અનુસાર, કાર્ડલેસ ક્રેડિટ ની સુવિધા નો ઉપીયોગ કરવા માટે કોઈ પણ મીનીમમ ઓર્ડર વેલ્યુ રાખવા માં નથી આવેલ. જો કે ઇએમઆઇ ના ઓપ્શન માટે તમારે મિનિમમ રૂ. 3000 ની ખરીદી કરવી પડશે. અને ફ્લિપકાર્ટ એપ અનુસાર ઇંટ્રેસ્ટ રેટ 14 થી 25% વચ્ચે રહી શકે છે.

એએમએ ન ભરવા પર રૂ. 200 અથવા ટોટલ ડ્યું એમાઉન્ટ ના 3% આ બંને માંથી જેની કિંમત વધુ હશે તે પેનલ્ટી ચાર્જ કરવા માં આવશે.

જો કે ફ્લિપકાર્ટે અમને હજુ સુધી એ વાત પર જવાબ નથી આપ્યો કે કાર્ડલેસ ક્રેડિટ માટે શું રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, ઇએમઆઇ ક્યારથી શરૂ કરવા માં આવશે અને શું ગ્રાહક એએમએ ક્યારે શરૂ કરવી તે નક્કી કરી શકે છે કે નહીં. આટલી અને ઉપર જણાવેલ બાબતો વિષે જાણકારી મેળવવા માટે અમે ફ્લિપકાર્ટ ને 1 અઠવાડિયા પહેલા ઈમેલ કર્યો હતો પરંતુ હજુ આ આર્ટિકલ ને લોન્ચ કર્યા સુધી માં તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

શું તમારે આ લેવું જોઈએ?

એક વાત ને ખાસ યાદ રાખવી કે ઇંસ્ટંસન્ટ ક્રેડિટ કે નો કોસ્ટ ક્રેડિટ બંને કાટો મિનીમમ વેલ્યુ અથવા બીજી શરતો ની સાથે આવે છે.

અને તેના કારેન તમને તેના પર ડિસ્કાઉન્ટ ના આપી ને તે ઇંટ્રેસ્ટ ની કિંમત પછી લઇ જ લે છે, જયારે તમે બીજા સોર્સ પર થી ડિસ્કાઉન્ટેડ રેટ પર તે કિંમત મેળવી શકો છો. તેથી આ લોન ચાલુ કરતા પહેલા બીજી જગ્યાઓ પર અને ઓફલાઈન માર્કેટ ની અંદર તાપસ કરી જોવો કે તેજ વસ્તુ આંથી ઓછી કિંમત પર મળી રહી છે કે નહીં.

અને આ ઓનલાઇન સ્ટોરીઝ પર ક્રેડિટ ની સુવિધા શરૂ કરવી તેના પહેલા તમારા લોકલ ડૂંડાર ની મુલાકાત લેવી એ જરૂરી છે. આજ કાલ ઘણા બધા લોકલ વેપારીઓ પણ ઘણી બધી ફાઇનાન્શિયલ ફર્મ સાથે મળી અને ક્રેડિટ ઓફર કરતા હોઈ છે. જેમકે બજાજ ફિન્સર્વ, કેપિટલ ફર્સ્ટ વગેરે. તેથી આ તહેવારો ની સીઝન માં કોઈ પણ વસ્તુ ની ખરીદી કરતા પહેલા તમને તે વસ્તુ કઈ જગ્યા પર કેટલી કિંમત માં મળી રહી છે અને તમે કઈ કઈ જગ્યા પર કેટલું ઇએમઆઇ ભરવું પડે તેમ છે તેના વિષે સરખી તાપસ કરો અને ત્યાર બાદ કોઈ વસ્તુ ની ખરીદી કરવી.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How Amazon, Flipkart's 'instant credit' offers work

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X