Just In
Don't Miss
ઓનલાઇન મુવી ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ કઈ રીતે 40,000 નો ફ્રોડ થયો
જાનકીપુરમ લખનવ માં એક સ્ત્રી એ ઓનલાઇન પ્રખ્યાત મુવી ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ એક ફ્રોડ ની અંદર રૂ. 40,000 ગુમાવ્યા હતા અને ત્યાર બાદ તેમણે વેબસાઈટ પસૅ થી ક્લેમ માંગ્યો હતો. ત્યાર બાદ આ કેસ લખનવ સાયબર સેલ પોલીસ ને સોંપવા માં આવ્યો હતો. અને તેમની પાસે તે સ્ત્રી એ જણાવ્યું હતું કે તેમણે કોઈ કસ્ટમર કેર ના અધિકારી સાથે રીફન્ડ માટે ફોન પર વાત કરી હતી.
અને હવે આ વિશિંગ ફ્રોડ નું એક ક્લાસિક ઉદાહરણ છે. આ આખો ફ્રોડ ફોન પર જ કરવા માં આવે છે અને જેતે વ્યક્તિ ને ખબર પડે તેની પહેલા જ તેમના પૈસા ગાયબ થઇ જાય છે. અને આ નવા બેન્કિંગ ના ફ્રોડ વિષે તમારે જાણવા જેવી બધી જ માહિતી નીચે જણાવવા માં આવેલ છે.
ટિકિટ ને ઓનલાઇન કેન્સલ કરાવ્યા બાદ તે સ્ત્રી એ કસ્ટમર કેર ની અંદર રીફન્ડ મેળવવા માટે કોલ કર્યો હતો.
"મેં નિયત સમયગાળા દરમિયાન ટિકિટ રદ કરી. જો કે, મારા એકાઉન્ટમાં રકમ શામેલ કરવામાં આવી નથી. તેથી, મેં વેબસાઇટની ગ્રાહક સંભાળ અપીલ કરી, પરંતુ એજન્ટે મને પકડ્યો, " આવું તેમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના રિપોર્ટર ને જણાવ્યું હતું.
તેમણે કોઈ દ્વારા કોલ આવ્યો હતો જેઓએ જણાવ્યું હતું કે તેઓ જેતે ટિકિટ બુકીંગ વેબસાઈટ ના એજન્ટ છે.
અને તે વ્યક્તિ ને રીફન્ડ ની પ્રક્રિયા શરૂ કરાવવા ના બહાના સાથે તેમની પાસે થી તેમના ડેબિટ કાર્ડ ની વિગતો માંગી હતી.
અને તે કોલ પત્યો ત્યારે તે સ્ત્રી ને ખબર પડી કે તેના એકાઉન્ટ માંથી રૂ. 40,000 ઓછા થઇ ગયા છે.
અને આ બધા જ વેનીશિંગ ફ્રોડ ની અંદર ફ્રોડ કરનાર વ્યક્તિ કોઈ કંપની ના રીપ્રેઝન્ટેટિવ તરીકે જ ફોન કરે છે.
અને આ કોલ જેન્યુઈન લાગે તેના માટે ફ્રોડ કરનારા વ્યક્તિઓ આ ફોન ની અંદર તમારું નામ, જન્મ તારીખ અને ફોન નંબર જેવી વિગતો માંગી શકે છે.
અને સામાન્ય રીતે આ પ્રકાર નો કોલ લેન્ડલાઈન માંથી કરવા માં આવે છે.
અને વાત ને આગળ વધારવા માટે તેઓ તમારું કસ્ટમર આઈડી, અને તમારા કાર્ડ ની વિગતો પણ માંગી શકે છે.
અને તમે જે રિકવેસ્ટ કરી છે તેની પ્રક્રિયા ને આગળ વધરાવ માટે તેઓ તમારી બેંક ની એકાઉન્ટ ડિટેલ્સ પણ માંગી શકે છે.
કૉલર પછી તમને તમારા ફોન પર પ્રાપ્ત થયેલ OTP ને પૂછીને સેવાને ચકાસવા માટે પૂછશે
અને આ આખો ફ્રોડ તમારા ઓનલાઇન બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી લેવા ના હેતુ થી કરવા માં આવતો હોઈ છે.
એક વાત ને હમેશા યાદ રાખવી કે કોઈ પણ જેન્યુઈન બેંક કે બીજી કોઈ સન્સ્થા નો રીપ્રેઝન્ટેટિવ ક્યારેય તમારી પાસે થી તમારી અંગત વિગતો ફોન પર ક્યારેય નહિ માંગે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190