વોટ્સએપ પર ફોટા અને વીડિયો ધૂંધળાં દેખાવાનું કારણ

By Hitesh Vasavada
|

તમે જોયું છે કે વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે મીડિયા ફાઇલને ડાઉનલોડ કરતાં પહેલાં તે ધૂંધળી દેખાય છે? અથવા તો તમારા ફોનમાંથી ફોટો દૂર કર્યા પછી પણ તે ઝાંખો દેખાય છે. નવાઈ લાગે છે કે આવું કેમ અને કેવી રીતે થાય છે?

વોટ્સએપ પર ફોટા અને વીડિયો ધૂંધળાં દેખાવાનું કારણ

ચાલો આપણે જોઈએ કે વોટ્સએપમાં ફોટા કે વીડિયો ધૂંધળાં કેમ દેખાય છે. મૂળભૂત રીતે, જ્યારે કોઈ ફોટો કે વીડિયો વોટ્સએપ કે વોટ્સએપના સર્વર પર અપલોડ કરવામાં આવે છે, ત્યારે આ એપ અપલોડ કરવામાં આવેલ પ્રત્યેક ફોટાના થમ્બનેલ તૈયાર કરે છે.

એટલે, શરૂઆતમાં વાસ્તવિક ફોટો મોકલતાં અગાઉ તે રીસીવરને ફક્ત આ થમ્બનેલ મોકલે છે. આ થમ્બનેલ અદ્યતન ઇમેજ કોમ્પ્રેશન ટેકનિક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેની સાઇઝ 1 કેબી કે તેથી પણ ઓછી કરવામાં આવેલ હોય છે.

વોટ્સએપ પર ફોટા અને વીડિયો ધૂંધળાં દેખાવાનું કારણ

આ બધી થમ્બનેલ ડાઉનલોડ કરો કે ના કરો, તમારા ફોનના લોકલ સ્ટોરેજમાં રહે છે. વાસ્તવિક ફોટા માટે તે વોટ્સએપના સર્વર પર સ્ટોર થયેલ રહે છે. ડાઉનલોડ કરતાં પહેલાં ફોટાની સાઇઝ સાથેના ધૂંધળા ફોટાનું આ પ્રાથમિક કારણ છે.

હવે ફોટો ડાઉનલોડ કર્યા પછી તે તમારા ફોનના લોકલ સ્ટોરેજમાં સેવ થાય છે અને સર્વર પરથી નિકળી જાય છે. અને થમ્બનેલ તથા ફોટાની હાઇપરલિંક બની જાય છે. એટલે તમે જ્યારે ફોટાની થમ્બનેલને અડો એટલે વાસ્તવિક ફોટો જ્યાં સ્ટોર થયેલ હોય ત્યાંથી સામે આવે છે.

વોટ્સએપ પર ફોટા અને વીડિયો ધૂંધળાં દેખાવાનું કારણ

આનાથી સ્પષ્ટ થાય છે કે ડાઉનલોડ કર્યા પહેલાં ફોટો કેમ ધૂંધળો દેખાય છે. હવે આપણે જોઈએ કે જ્યારે તમે વાસ્તવિક ફોટો ડિલિટ કરો ત્યારે શું થાય છે. શું તમને હજી પણ ધૂંધળો ફોટો દેખાશે?

જવાબ છે, હા

તો તમે ફાઇલ એક્સ્પ્લોરરના ઉપયોગથી તમારા ફોનના સ્ટોરેજમાંથી કે ફોનની ગેલેરીમાંથી ફોટો ડિલિટ કરી નાખ્યો. આમ કરવાથી તમે ફક્ત મૂળ ફોટો જ ડિલિટ કરો છો, થમ્બનેલ નહીં. તેથી થમ્બનેલ ફરીથી તેના અસલ ઝાંખા સ્વરૂપમાં આવી જશે. હવે તમે જ્યારે તે થમ્બનેલને ખોલવાનો પ્રયત્ન કરશો, ત્યારે તે લોકલ સ્ટોરેજમાં તેની લિંકને શોધશે અને જ્યારે ત્યાં અસલ ફોટો તેને નહીં મળે ત્યારે એક એરર મેસેજ દેખાશે કે “તમારા લોકલ સ્ટોરેજમાં તે ઉપલબ્ધ નથી”

વોટ્સએપ પર ફોટા અને વીડિયો ધૂંધળાં દેખાવાનું કારણ

ધૂંધળા ફોટાઓને કઈ રીતે દૂર કરવા?

હવે જ્યારે તમને જ્યારે વોટ્સએપ પર દેખાતા ધૂંધળા ફોટાઓ બાબતે ખ્યાલ આવી ગયો છે, તો તમે આસાનીથી થમ્બનેલને દૂર કરી શકો છો. ચેટ વિભાગ કે ફાઇલ ફોલ્ડરમાં જાવ, થોડીવાર માટે થમ્બનેલ પર આંગળી દબાવી રાખો અને ડિલિટનો વિકલ્પ પસંદ કરો. એક વખત આ કર્યા બાદ તમારા ફોનમાંથી ધૂંધળો ફોટો દૂર થઈ જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Are you seeing blurred images on WhatsApp? The reason behind it is that the image is actually just a highly compressed image which WhatsApp uses as a thumbnail.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X