કોવીડ 19 વેક્સીન ના સર્ટિફિકેટ ને ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરવું

By Gizbot Bureau
|

ભારત ની અંદર વેક્સીન ની પ્રક્રિયા ને શરૂ કરી દેવા માં આવી છે. અને ફ્રન્ટલાઈન વર્કર્સ ને વેક્સીન આપ્યા પછી હવે સીનીઅર સિટીઝન્સ ને વેક્સીન આપવા માં આવી રહી છે અને તેની અંદર પણ હવે 45 કરતા ઉપર ની ઉંમર વાળા લોકો કે જેઓ ને કોઈ તકલીફ હોઈ તેઓ ને પણ હવે વેક્સિનેશન ની પ્રક્રિયા શરૂ કરી દેવા માં આવી છે. અને આ સમય ની અંદર તમારા વેક્સીન નું પ્રુફ રાખવું એ ખુબ જ જરૂરી છે કેમ કે તે આવનારા ટૂંક સમય ની અંદર ઇન્ટરનેશનલ ટ્રાવેલ વગેરે જેવી જગ્યાઓ પર જરૂરી થઇ શકે છે. અને જયારે કોઈ વ્યક્તિ દ્વારા વેક્સીન લઇ લેવા માં આવે છે ત્યાર પછી તેમના માટે કોવીડ 19 વેક્સીન સર્ટિફિકેટ ઉપલબ્ધ કરી દેવા માં આવે છે.

કોવીડ 19 વેક્સીન ના સર્ટિફિકેટ ને ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરવું

અને તેને તમે કોવીન એપ અથવા વેબસાઈટ અથવા આરોગ્ય સેતુ એપ પર થી પણ મેળવી શકો છો. તો તમે તે સર્ટિફિકેટ કઈ રીતે મેળવી શકો છો તેના વિષે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

પૂર્વ જરૂરિયાતો:

- આરોગ્ય સેતુ એપ નું લેટેસ્ટ વરઝ્ન

- બેનીફીશીયરી રેફ્રન્સ આઈડી

- એક્ટિવ મોબાઈલ નંબર

આરોગ્ય સેતુ એપ ની મદદ થી કોવીડ 19 વેક્સીન સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું?

- આરોગ્ય સેતુ એપ નું જ ઇલેટેસ્ટ વરઝ્ન અપડેટ માટે ઉપલબ્ધ હોઈ તેની સાથે એપ ને અપડેટ કરો.

- ત્યાર પછી એપ ઓપન કરી અને કોવીન ટેબ પર ક્લિક કરો.

- ત્યાર પછી વેક્સીન સર્ટિફિકેટ ના વિકલ્પ પર ક્લિક કરો.

- ત્યાર પછી તમારા બેનિફિશિયરી રેફ્રન્સ આઈડી ને એન્ટર કરો અને ગેટ સર્ટિફિકેટ ના બટન પર ક્લિક કરો.

- વેક્સીન ના રજીસ્ટ્રેશન વખતે બેનીફીશ્યરી રેફ્રન્સ આઈડી આપવા માં આવે છે.

ત્યાર પછી સર્ટિફિકેટ તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ થઇ અને સેવ થઇ જશે.

આ પદ્ધતિ થી વેક્સીન નું સર્ટિફિકેટ મેળવવા માટે તમારા આરોગ્ય સેતુ એપ ની અંદર જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માં આવેલ હોઈ તે તમારા વેક્સીન રજીસ્ટ્રેશન કરાવતી વખતે જે નંબર આપેલ હોઈ તે બંને સરખા હોવા જરૂરી છે. જો તમારી પાસે આરોગ્ય સેતુ એપ ને રજીસ્ટર કરવા માં આવેલ નથી અથવા તમે કોઈ બીજા વ્યક્તિ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી રહ્યા છો તો તમારે નીચે જણાવેલ પદ્ધતિ અનુસરવી પડશે.

કોવીન વેબસાઈટ ની મદદ થી કોવીડ 19 વેક્સીન સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું?

- કોઈ પણ વેબ બ્રાઉઝર ની મદદ થી 'https://selfregistration.cowin.gov.in/vaccination-certificate' વેબસાઈટ પર જાવ.

- ત્યાર પછી બેનીફીશીયરી રેફ્રન્સ આઈડી ને એન્ટર કરી અને સર્ચ કરો અને ત્યાર પછી ડાઉનલોડ બટન પર ક્લિક કરી અને સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરો.

કોવીન એપ ની મદદ થી કોવીડ 19 સર્ટિફિકેટ ને કઈ રીતે ડાઉનલોડ કરવું?

કોવીન એપ ની અંદર નાગરિકો ને વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરવા ની અનુમતિ આપવા માં આવતી નથી પરંતુ તેની અંદર તેઓ ને વેક્સીન ના સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરવા ની અનુમતિ આપવા માં આવે છે. અને તેને ડાઉનલોડ કરવા માટે તમારે સરળતા થી કોવીન એપ ને ઓપન કરી અને બેનીફીશ્યરી આઈડી ને એન્ટર કરી અને સર્ચ કરી અને ત્યાર પછી તમે તેને સરળતા થી ડાઉનલોડ કરી શકશો.

Best Mobiles in India

Read more about:
English summary
Here's the Process On How To Download Covid-19 Vaccine Certificate Online

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X